Monday, May 20, 2024
More
    હોમપેજગુજરાતહિંદુવાદી નેતાઓની હત્યાનું કાવતરું ઘડનાર સુરતના મૌલવી પાસેથી મળી મહત્વપૂર્ણ જાણકારી, થઈ...

    હિંદુવાદી નેતાઓની હત્યાનું કાવતરું ઘડનાર સુરતના મૌલવી પાસેથી મળી મહત્વપૂર્ણ જાણકારી, થઈ શકે છે મોટા ખુલાસા: તેને છોડાવવાના કોંગ્રેસ નેતાના પ્રયાસની ઓડિયો ક્લિપ પણ વાયરલ

    તપાસમાં સામે આવ્યું છે કે, મૌલવી પાસે વધુ કેટલાક હિંદુવાદી નેતાઓના ફોટા પણ મળી આવ્યા છે. જેમાં અનેક જાણીતા ચહેરાઓ સામેલ છે. તેના પરથી શંકા સેવાઈ રહી છે કે, તે તમામ નેતાઓ મૌલવીના નિશાના પર હતા. હાલ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    - Advertisement -

    હિંદુવાદી નેતાઓની હત્યાનું કાવતરું ઘડનાર મૌલવી સોહેલ અબુબકરની તાજેતરમાં જ ધરપકડ કરવામાં આવી હતી. તેને કોર્ટમાં રજૂ કરીને ક્રાઈમ બ્રાન્ચે રિમાન્ડની માંગણી કરી હતી જે કોર્ટે સ્વીકારી હતી અને આરોપીને 10 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. જ્યારે હવે ક્રાઈમ બ્રાન્ચ મૌલવીની પૂછપરછથી લઈને અનેકવિધ તપાસ કરી રહી છે. છેલ્લા બે દિવસથી તેની સઘન પૂછપરછ કરવામાં આવી છે. જેમાં અનેક સંદિગ્ધ કડીઓ મળી આવી છે અને મૌલવી પાસેથી મહત્વપૂર્ણ જાણકારીઓ પણ મળી છે. પૂછપરછમાં તેને છોડાવવાના કોંગ્રેસ નેતાના પ્રયાસની વાયરલ ઓડિયો ક્લિપ મામલે પણ મોટા ખુલાસા થઈ શકે છે.

    હિંદુવાદી નેતાઓની હત્યાનું કાવતરું ઘડનાર મૌલવી સોહેલ અબુબકરને લઈને જોઈન્ટ પોલીસ કમિશનર (JPC) રાઘવેન્દ્ર વત્સલે પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, આ કેસને લઈને કોઈને છોડવામાં આવશે નહીં. હેન્ડલરને શોધવાના પ્રયાસમાં ટૂંક જ સમયમાં સફળતા મળશે. ઉપરાંત તેમણે કહ્યું કે, ક્રાઈમ બ્રાન્ચ અને એજન્સીઓ તપાસ કરી રહી છે. મૌલવીની વિગતોનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું છે. ઘણી મહત્વપૂર્ણ જાણકારીઓ મૌલાવી પાસેથી મળી છે. ટૂંક સમયમાં જ મૌલવી મામલે મોટા ખુલાસા થઈ શકે છે.

    વાયરલ ઓડિયો બાબતે પણ થઈ શકે છે ખુલાસા

    આ સાથે JCPએ જણાવ્યું કે, વાયરલ થઈ રહેલી ઓડિયો ક્લિપને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. એક-બે દિવસમાં તેના ખુલાસા પણ કરવામાં આવશે. અન્ય એજન્સીઓ સાથે મળીને મૌલવીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ, કેવી રીતે લોગઇન થતો હતો અને અન્ય કોણ તેની સાથે જોડાયેલું હતું વગેરેની તપાસ પણ કરવામાં આવશે. એકાદ બે દિવસમાં વધુ ખુલાસા કરવામાં આવશે. મૌલવી પાસેથી જે જાણકારી હાથ લાગી છે અને તપાસમાં દસ્તાવેજો મળી આવ્યા છે, તેના પરથી કહી શકાય કે, લગભગ 20 જેટલા લોકો મૌલવી સાથેના કનેક્શનના કારણે પોલીસના રડાર પર છે.

    - Advertisement -

    વધુ તપાસમાં સામે આવ્યું છે કે, મૌલવી પાસે વધુ કેટલાક હિંદુવાદી નેતાઓના ફોટા પણ મળી આવ્યા છે. જેમાં અનેક જાણીતા ચહેરાઓ સામેલ છે. તેના પરથી શંકા સેવાઈ રહી છે કે, તે તમામ નેતાઓ મૌલવીના નિશાના પર હતા. હાલ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, મૌલવીના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે અને હથિયાર તથા રોકડ પાકિસ્તાનથી આવતી હતી.

    ‘કોંગ્રેસના નેતાઓ મૌલવીને છોડાવવાના પ્રયાસ કરે છે’ – ગૃહ રાજ્યમંત્રી

    મૌલવીને છોડાવવાના પ્રયાસને લઈને વાયરલ થઈ રહેલી ઓડિયો ક્લિપ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, “ચેનલોના માધ્યમથી એક વાયરલ ઓડિયો સાંભળવા મળ્યો હતો. એક મૌલવી દ્વારા ભારતીય જનતા પાર્ટીના અને હિંદુ નેતાઓને મારી નાખવા માટે સોપારી લેવામાં આવે છે. તે મૌલવીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવે છે. મૌલવીના સીધા તાર પાકિસ્તાન સાથે છે. રોકડ નાણાં અને હથિયાર પાકિસ્તાનથી આવતા હતા, આવા મૌલવીને પકડીને જેલહવાલે કરવાનું કામ ગુજરાત પોલીસે કર્યું છે.”

    તેમણે કહ્યું કે, “હવે જે ઓડિયો વાયરલ થયો છે. જે પ્રકારે કોંગ્રેસના લોકો તેને છોડાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. આ જોઈને ખૂબ દુઃખ થયું છે. આજે તેને જવાબ આપવાનો દિવસ છે અને ખરાબ રીતે જવાબ આપવાનો દિવસ છે.” નોંધનીય છે કે, તાજેતરમાં જ હિંદુવાદી નેતાઓની હત્યાનું કાવતરું ઘડનારા મૌલવી સોહેલ અબુબકરની ધરપકડ કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં