હોમપેજદેશISISને આતંકી સંગઠન જાહેર કરતી સરકારી અધિસૂચનાને પડકારતી સાકિબ નાચનની અરજી સુપ્રીમે...

ISISને આતંકી સંગઠન જાહેર કરતી સરકારી અધિસૂચનાને પડકારતી સાકિબ નાચનની અરજી સુપ્રીમે ફગાવી, જૂનમાં મૃત્યુ પામી ચૂક્યો છે આતંકવાદી 

નાચનની અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ISISને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવું એ ભારતીય બંધારણના અનુચ્છેદ 25નું (ધર્મની સ્વતંત્રતા) ઉલ્લંઘન છે, પરંતુ કોર્ટે આ દલીલોને નકારી કાઢી અને અરજદારને યોગ્ય ફોજદારી અદાલતમાં રાહત મેળવવાની સલાહ આપી.

- Advertisement -

સુપ્રીમ કોર્ટે મંગળવારે (5 ઑગસ્ટ) સુનાવણી હાથ ધરતાં હમણાં જ મૃત્યુ પામેલા આતંકવાદી સાકિબ નાચનની એક અરજી ફગાવી દીધી, જેમાં તેણે ઇસ્લામિક સ્ટેટ ફોર ઇરાક એન્ડ સીરિયાને (ISIS) આતંકવાદી સંગઠન ઘોષિત કરતી ગૃહમંત્રાલયની અધિસૂચનાઓને પડકારી હતી. કેસની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ બાગચીની બેન્ચે કરી. ઘણા સમયથી ચાલતી સુનાવણી પર પૂર્ણવિરામ મૂકીને સર્વોચ્ચ ન્યાયાલયે આખરે અરજી ફગાવીને તેનો નિકાલ કર્યો છે.

નાચનની અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ISISને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવું એ ભારતીય બંધારણના અનુચ્છેદ 25નું (ધર્મની સ્વતંત્રતા) ઉલ્લંઘન છે, પરંતુ કોર્ટે આ દલીલોને નકારી કાઢી અને અરજદારને યોગ્ય ફોજદારી અદાલતમાં રાહત મેળવવાની સલાહ આપી.

આ અરજી 2002-03 આતંકી હુમલાના કેસમાં 10 વર્ષ સજા ભોગવનાર સાકિબ નાચને કરી હતી. 2017માં તે મુક્ત થયો હતો, પરંતુ 2023માં NIAએ પુણે ISIS મોડ્યૂલ સાથે સંબંધિત કેસમાં ફરીથી ધરપકડ કરી હતી. નાચને ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી બે અધિસૂચનાઓને (16 ફેબ્રુઆરી 2015 અને 19 જૂન 2018) પડકારી હતી, જેમાં ISIS અને તેનાં સહયોગી સંગઠનોને UAPAની પ્રથમ અનુસૂચિમાં આતંકવાદી સંગઠન તરીકે સામેલ કરવામાં આવ્યાં હતાં.

- Advertisement -

સાકિબે દલીલ કરી હતી કે આ અધિસૂચનાઓમાં ‘ખિલાફત’ અને ‘જિહાદ’ જેવા શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. આ ઇસ્લામના મજહબી ખ્યાલો છે, તેને આતંકવાદ સાથે જોડીને અનુચ્છેદ 25 હેઠળના તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે ભારતમાં ISISની કોઈ પ્રવૃત્તિઓના પુરાવા નથી, તેમ છતાં તેને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટે અરજદારની દલીલોને નકારી કાઢતાં સ્પષ્ટ કર્યું કે આ મામલો બંધારણીય નથી, પરંતુ વ્યક્તિગત ફોજદારી કેસોમાં રાહત મેળવવાનો પ્રયાસ છે. જસ્ટિસ બાગચીએ ટિપ્પણી કરી, “જ્યારે સૂચનામાં ‘ખિલાફત’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તે આતંકવાદી પ્રવૃત્તિના સંદર્ભમાં જે હોય અને તેને તે સંદર્ભમાં જ વાંચવું જોઈએ, મજહબી દૃષ્ટિકોણથી નહીં.” આ ટિપ્પણીથી કોર્ટે સ્પષ્ટ કર્યું કે સરકારી સૂચનાઓમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દોનો અર્થ આતંકવાદી પ્રવૃત્તિઓના સંદર્ભમાં જ લેવામાં આવે છે, નહીં કે મજહબી અર્થઘટનના આધારે.

ઉલ્લેખનીય છે કે સાકિબ નાચન જૂન 2025માં જેલમાં જ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હતો. તે પહેલાં તેણે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે ત્યારે એક વકીલને એમિકસ ક્યુરી નીમ્યા હતા. 

એમિકસે સુનાવણી દરમિયાન દલીલો આપતાં કહ્યું કે, અરજદાર અનુસાર ‘ગ્લોબલ જેહાદ’ અને ‘ખિલાફત’ જેવા શબ્દોનું સરકારે અવળું અર્થઘટન કર્યું છે અને ‘કટ્ટરપંથ’ તરફ લોકોને વાળવામાં આવી રહ્યા હોવાના કોઈ પુરાવા ઉપલબ્ધ નથી. જોકે કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી ન હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે નોટિફિકેશનમાં ખિલાફત ‘આતંકી ગતિવિધિઓ’ના સંદર્ભમાં છે અને એ જ રીતે જોવામાં આવવું જોઈએ. 

સાકિબ નાચનની વાત કરવામાં આવે તો તેને મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં 10 વર્ષની જેલ થઈ હતી, પણ તે પૂરી કરીને બહાર આવી ગયો હતો. 2023માં તેની ફરી ISIS મોડ્યુલ કેસમાં ધરપકડ કરવામાં આવી. તે ભારતમાં ISISનો ફેલાવો કરવા માટે સક્રિય હતો. 2023માં મહારાષ્ટ્રના પુણેમાં એક મોટું મોડ્યુલ પકડાયું હતું, જેનો સૂત્રધાર નાચન હતો. 

2023થી જેલમાં બંધ સાકિબ નાચનને જૂન 2025માં બ્રેન સ્ટોકના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં જ તે મૃત્યુ પણ પામ્યો.  

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં