Thursday, May 9, 2024
More
    હોમપેજગુજરાતરમઝાનમાં બાપુનગર બની રહ્યું છે ગુનાખોરીનું કેન્દ્ર: ફઝલ અને મેહફૂઝ સહિતના ટોળાએ...

    રમઝાનમાં બાપુનગર બની રહ્યું છે ગુનાખોરીનું કેન્દ્ર: ફઝલ અને મેહફૂઝ સહિતના ટોળાએ પોલીસ પર કરી દીધો પથ્થરમારો, તો 8 લાખના MD ડ્રગ્સ સાથે મોહમ્મદ સલીમ ઝડપાયો

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા અમદાવાદ આઈ ડિવિઝનના ACP કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે જ્યારે પીએસઆઈ સહિતનો સ્ટાફ રૂટિન પેટ્રોલિંગમાં નિકળ્યો હતો ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    અમદાવાદનો બાપુનગર વિસ્તાર હાલમાં ખુબ ચર્ચામાં છે. આ ચર્ચાઓનું કારણ પણ કાંઈ ખૂબ સારું તો છે નહીં. જ્યારથી રમઝાન મહિનો શરૂ થયો છે ત્યારથી બાપુનગરમાં ગુનાખોરીના કિસ્સા વધી રહ્યા છે. મંગળવારે રાતે પેટ્રોલિંગ કરવા નીકળેલ પોલીસ ટીમ પર મુસ્લિમ ટોળાએ પથ્થરમારો કરી દીધો હતો. જ્યારે તે પહેલા જ આ જ વિસ્તારમાંથી પોલીસે 8 લાખના MD ડ્રગ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો.

    ફરિયાદ અનુસાર મંગળવાર રાતે જ્યારે બાપુનગર પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં નીકળી હતી ત્યારે ગરીબનગર ચાર રસ્તા પાસે ટોળું ઉભેલું જોઇને તેને હટાવવા લાગી હતી. પોલીસે ટોળામાં ઊભેલા શખસોને ત્યાંથી ચાલ્યા જવાનું કહેતા ટોળું ઉશ્કેરાઈ ગયું હતું અને પોલીસ પર જ પથ્થરમારો કરી દીધો હતો.

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા અમદાવાદ આઈ ડિવિઝનના ACP કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે જ્યારે પીએસઆઈ સહિતનો સ્ટાફ રૂટિન પેટ્રોલિંગમાં નિકળ્યો હતો ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પોલીસવાનને નુકસાન થયું છે. સાથે જ ફઝલ ફરીદ અહેમદ, મેહફૂઝ, ફઝલની બહેન અને ભાભી સહિત 8 વ્યક્તિઓ સામે રાયોટિંગ સહિતનો ગુનો નોંધાયો છે. હાલ પોલીસે તેઓની ધરપકડ માટે પોતાના સૂત્રો ગતિમાન કરી દીધા છે.

    - Advertisement -

    પકડાયું 8 લાખનું MD ડ્રગ

    નોંધનીય છે કે આ જ અરસામાં SOG ક્રાઇમની ટીમે પણ એક સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. SOG ક્રાઇમની ટીમે બાતમી અનુસાર બાપુનગરમાં આવેલ સુમેળ-8 નામના કોમ્પ્લેક્ષની એક દુકાનમાં દરોડો પાડ્યો હતો. બાતમી એવી હતી કે અહીંથી ડ્રગ્સનું વેચાણ થાય છે.

    પોલીસે પોતાના સફળ દરોડામાં 80 ગ્રામથી વધુ MD ડ્રગ કબજે લીધું હતું, જેની કિંમત 8 લાખ રૂપિયા જેટલી થાય છે. સાથે જ પોલીસે ડ્રગ વેચનાર મોહમ્મદ સલીમ મોહમ્મદ હનીફ શેખની પણ ધરપકડ કરી હતી.

    નોંધનીય છે કે આરોપી મોહમ્મદ સલીમ આ પહેલા પણ આવા જ ડ્રગ્સના કેસમાં પકડાઇ ચૂક્યો છે. હવે પોલીસે તેની ધરપકડ બાદ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં