Thursday, September 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'PoK લઈને રહીશું, વિશ્વાસ તો લોકોને 370 હટવાનો પણ નહોતો': વિદેશ મંત્રી...

    ‘PoK લઈને રહીશું, વિશ્વાસ તો લોકોને 370 હટવાનો પણ નહોતો’: વિદેશ મંત્રી એસ જયશંકરનું મોટું નિવેદન, કહ્યું- બધા પક્ષો ગુલામ કાશ્મીરની વાપસી માટે પ્રતિબદ્ધ

    વિદેશ મંત્રી એસ જયશંકરે સંબોધન દરમિયાન કહ્યું કે, "PoK ભારતનું અંગ છે અને અમે તેને લઈને રહીશું. તેના પર સંસદનો પ્રસ્તાવ છે અને દેશના બધા પક્ષો ગુલામ કાશ્મીરની વાપસી માટે પ્રતિબદ્ધ છે."

    - Advertisement -

    ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને (PoK) લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું કે, પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતનું છે અને તેને લઈને રહીશું. આ સાથે તેમણે એવું પણ કહ્યું કે, લોકોને તો એ પણ વિશ્વાસ નહોતો કે, કલમ 370 હટશે. પરંતુ કાશ્મીરની સ્થિતિ આજે દુનિયાની સામે છે. નોંધવું જોઈએ કે, તાજેતરમાં જ વિદેશ મંત્રીએ PoKને લઈને નિવેદન આપ્યું હતું.

    બુધવારે (8 મે, 2024) વિદેશ મંત્રી એસ જયશંકર દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાં એક કાર્યક્રમ માટે ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં PoK પર નિવેદન આપ્યું હતું. તેમણે સંબોધન દરમિયાન કહ્યું કે, “PoK ભારતનું અંગ છે અને અમે તેને લઈને રહીશું. તેના પર સંસદનો પ્રસ્તાવ છે અને દેશના બધા પક્ષો ગુલામ કાશ્મીરની વાપસી માટે પ્રતિબદ્ધ છે.” તેમણે કહ્યું કે, “લોકોએ તે સ્વીકારી લીધું હતું કે, 370ને હટાવી શકાશે નહીં. લોકોને વિશ્વાસ જ નહોતો કે, 370 હટશે. પરંતુ હવે તે હટી ગઈ છે તો તેની સાથે આખી જમીની સ્થિતિ પણ બદલાઈ ગઈ છે.” વિદેશ મંત્રી જયશંકરનું PoK અંગેનું નિવેદન દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે.

    તેમણે વધુમાં કહ્યું કે, જેવી રીતે કલમ 370 હટી હતી. તેમ જ PoKનું પણ થશે. દરમિયાન તેમણે કહ્યું કે, સંસદમાં તે અંગે એક પ્રસ્તાવ છે અને બધી જ પાર્ટીઓ PoKને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે, “એક વાત હું કહેવા માંગુ છું કે, 10 વર્ષ પહેલાં, ત્યાં સુધી કે 5 વર્ષ પહેલાં પણ લોકો અમને PoK અંગેના સવાલ પૂછતાં નહોતા. પરંતુ જ્યારથી કલમ 370ને નાબૂદ કરવામાં આવી છે, ત્યારથી લોકો એ વાતને પણ સમજવા લાગ્યા છે કે, PoK પણ મહત્વપૂર્ણ છે.”

    - Advertisement -

    આ પહેલા પણ PoKને લઈને સ્પષ્ટ કર્યું હતું વલણ

    નોંધવા જેવુ છે કે, આ પહેલાં પણ અનેકવાર વિદેશ મંત્રી એસ જયશંકર PoKને લઈને ભારત સરકારના વલણને જાહેરમાં સ્પષ્ટ કરી ચૂક્યા છે. તેમણે આ પહેલાં એક ઇન્ટરવ્યૂમાં પણ કહ્યું હતું કે, PoK ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે. તેને ભારતથી કોઈ અલગ કરી શકશે નહીં. તે પહેલાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે પણ કહ્યું હતું કે, ગુલામ કાશ્મીર તેની જાતે જ ભારતમાં વિલય થશે. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું હોવાથી દેશભરમાં ચર્ચાઓ વહેતી થઈ હતી.

    વિદેશ મંત્રીએ તાજેતરમાં PoKને લઈને આ પાંચમું નિવેદન આપ્યું છે. તે પહેલાં રાજનાથ સિંઘે સ્પષ્ટ કહી દીધું હતું કે, PoK ભારતમાં ભળી જશે. તેવામાં દેશભરમાં ચર્ચા વહેતી થઈ છે કે, મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં તે વિશે પણ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં