Friday, October 4, 2024
More
    હોમપેજદેશ'અતિક્રમણ કરીને કબજો કરવો એ વક્ફનો સ્વભાવ': કૃષ્ણ જન્મભૂમિ મામલે હિંદુ પક્ષે...

    ‘અતિક્રમણ કરીને કબજો કરવો એ વક્ફનો સ્વભાવ’: કૃષ્ણ જન્મભૂમિ મામલે હિંદુ પક્ષે હાઈકોર્ટને આવી ‘પ્રથા’ને મંજૂરી ન આપવા કરી અપીલ

    હિંદુ પક્ષે આરોપ લગાવ્યો કે, કોઈપણ સંપત્તિ પર અતિક્રમણ કરી અને તેને વક્ફ સંપત્તિ ઘોષિત કરી દેવાનો વક્ફ બોર્ડનો સ્વભાવ રહ્યો છે. હિંદુ પક્ષના વકીલ રીના એન સિંઘે હાઈકોર્ટને અપીલ કરી છે કે, વક્ફ બોર્ડને આ પ્રથા ચલાવવાની મંજૂરી ન આપવી જોઈએ.

    - Advertisement -

    મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિર અને શાહી ઈદગાહનો મામલો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. આ વિવાદમાં હિંદુ પક્ષે મંગળવારે (7 મે, 2024) આરોપ લગાવ્યો કે, કોઈપણ સંપત્તિ પર અતિક્રમણ કરી અને તેને વક્ફ સંપત્તિ ઘોષિત કરી દેવાનો વક્ફ બોર્ડનો સ્વભાવ રહ્યો છે. હિંદુ પક્ષના વકીલ રીના એન સિંઘે હાઈકોર્ટને અપીલ કરી છે કે, વક્ફ બોર્ડને આ પ્રથા ચલાવવાની મંજૂરી ન આપવી જોઈએ. સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે, કઈ રીતે વક્ફ બોર્ડ કોઈપણની સંપત્તિ પર કબજો કરીને તેને વક્ફ સંપત્તિ જાહેર કરી દે છે.

    આ દલીલો મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી શાહી ઈદગાહ મસ્જિદને ‘હટાવવાની’ માંગ કરતી અરજીને પડકારતી યાચિકાની સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી. જસ્ટિસ મયંક કુમાર જૈન કેસની જાળવણીને લઈને મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. તે દરમિયાન જ હિંદુ પક્ષના વકીલ રીના સિંઘે વક્ફ બોર્ડ પર આરોપ લગાવ્યા હતા કે, વક્ફ બોર્ડનો એવો સ્વભાવ રહ્યો છે કે, કોઈપણની સંપત્તિ પર અતિક્રમણ કરીને તેને પોતાની સંપત્તિ જાહેર કરી દે છે.

    હિંદુ પક્ષના વકીલ રીના સિંઘે એવું પણ કહ્યું કે, મુસ્લિમ પક્ષે દાવો કર્યો હતો કે, 1968માં બંને પક્ષો વચ્ચે થયેલા કરાર હેઠળ આ મિલકત વક્ફ સંપત્તિ બની ગઈ હતી. પરંતુ ભગવાન જ મિલકતના માલિક છે, તેઓ આ કરારમાં પક્ષકાર ન હતા. તેથી તે કરાર યોગ્ય ઠેરવી શકાય નહીં. દરમિયાન વકીલે તેવું પણ કહ્યું કે, આ કેસમાં ‘પ્લેસ ઑફ વર્શીપ એક્ટ’ તેમજ વક્ફ એક્ટની જોગવાઇઓ લાગુ પડી શકતી નથી.

    - Advertisement -

    હવે આ કેસની આગામી સુનાવણી 15 મે, 2024ના રોજ હાથ ધરવામાં આવશે. હવે આ મામલે હિંદુ પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ મુસ્લિમ પક્ષ પોતાની દલીલો કોર્ટ સમક્ષ રજૂ કરશે. નોંધવું જોઈએ કે, 2 મેના રોજ હિંદુ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, મંદિર એક સંરક્ષિત સ્મારક છે અને તે પ્રાચીન સ્મારકો અને પુરતાત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ, 1958 હેઠળ સંચાલિત થવું જોઈએ. હિંદુ પક્ષના વકીલ હરિશંકર જૈને પણ કહ્યું હતું કે, પૂજા સ્થળ અધિનિયમની જોગવાઈઓ આ કેસમાં લાગુ પડી શકે નહીં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં