Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભગવાન શિવજીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનીને તૈયાર, અનાવરણ કાર્યક્રમ શરૂ: 369...

    ભગવાન શિવજીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનીને તૈયાર, અનાવરણ કાર્યક્રમ શરૂ: 369 ફુટ ઊંચી મૂર્તિ 20 કિમી દૂરથી પણ દેખાશે

    આ પ્રતિમાના અનાવરણ માટેનો કાર્યક્રમ ગુજરાતના અગ્રણી સંત મોરારી બાપુની રામકથા સાથે શરૂ થયો હતો.

    - Advertisement -

    રાજસ્થાનના નાથદ્વારામાં વિશ્વની સૌથી ઊંચી ભગવાન શિવજીની પ્રતિમા બનીને તૈયાર થઇ ગઈ છે. જેની ઊંચાઈ 369 ફુટ જેટલી છે. શનિવાર (29 ઓક્ટોબર 2022)થી તેના અનાવરણ માટેનો કાર્યક્રમ શરૂ થયો છે, જે 6 નવેમ્બર સુધી ચાલશે. આ પ્રતિમાને ‘સ્ટેચ્યુ ઓફ બિલીફ’ નામ આપવામાં આવ્યું છે. 

    પ્રતિમા રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના નાથદ્વારામાં બનાવવામાં આવી છે. આ પ્રતિમાના અનાવરણ માટેનો કાર્યક્રમ ગુજરાતના અગ્રણી સંત મોરારી બાપુની રામકથા સાથે શરૂ થયો હતો. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને વિધાનસભા સ્પીકર સીપી જોશી પણ ઉપસ્થિત રહેશે. 9 દિવસ ચાલનારા આ સમારોહમાં 7થી 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ પણ સામેલ રહેશે. 

    આ પ્રતિમા નાથદ્વારામાં આવેલ ગણેશ ટેકરી નામની ટેકરી પર બનાવવામાં આવી છે. માન્યતા એવી છે કે ભગવાન શિવ જ્યારે શ્રીનાથજીને મળવા નથળવવાર આવ્યા હતા તો આ ટેકરી પર બેઠા હતા. તેથી તેનું નામ ‘ગણેશ ટેકરી’ આપવામાં આવ્યું હતું. એવું પણ કહેવાય છે કે ભગવાન શિવજીએ ડમરુ અને કમંડલ પણ પાછળ છોડી દીધાં હતાં, તેથી જ આ પ્રતિમામાં માત્ર ભગવાન શિવજીનું ત્રિશૂળ બતાવવામાં આવ્યું છે. જ્યાં ડમરુ અને કમંડલ છોડવામાં આવ્યાં, તેનાં અલગ સ્ટેચ્યૂ બનાવવામાં આવશે.

    - Advertisement -

    આ પ્રતિમાની ખાસિયત એ છે કે તેની અંદર બનેલા હોલમાં 10 હજાર લોકો એકસાથે આવી શકે છે. આ પ્રતિમા એટલી વિશાળ છે કે તે 20 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાશે. તેમજ લોકો ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ની જેમ તેની અંદર પણ જઈ શકશે અને ઊંચાઈ પર જવા માટે લિફ્ટ અને દાદરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 

    પ્રતિમાની અંદર અલગ-અલગ ઊંચાઈએ જવા માટે 4 લિફ્ટ લગાવવામાં આવી છે. અહીં દર્શને આવનાર લોકો 20 ફુટથી લઈને 351 ફુટની ઊંચાઈ સુધી જઈ શકશે. પ્રતિમામાં 270થી 280 ફૂટની ઊંચાઈએ જવા માટે એક બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે, જે માટે કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રતિમાના નિર્માણમાં 3 હજાર ટન સ્ટીલ અને 2600 ટન લોખંડ વપરાયું છે. જ્યારે 26,618 ક્યુબિક મીટર સિમેન્ટ-કોન્ક્રીટ વાપરવામાં આવ્યું છે. 

    પ્રતિમાના નિર્માણ માત્ર વર્ષ 2012માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારથી 10 વર્ષમાં કુલ 50 હજાર લોકોએ મળીને આ પ્રતિમા બનાવી છે. થોડા જ દિવસોમાં લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં