Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટJNU અને હૈદરાબાદ યુનિવર્સીટી બાદ હવે બંગાળમાં પણ BBC ડોક્યુમેન્ટ્રીનું ભૂત ધૂણ્યું,...

    JNU અને હૈદરાબાદ યુનિવર્સીટી બાદ હવે બંગાળમાં પણ BBC ડોક્યુમેન્ટ્રીનું ભૂત ધૂણ્યું, સ્ક્રીનિંગ કરવાનું વામપંથી વિદ્યાર્થી સંગઠનોનું એલાન

    વામપંથી સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ (એસએફઆઇ) ગુરુવારે જાદવપુર યુનિવર્સીટીમાં BBCની ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનીંગ કરવાની જાહેરાત કરી છે.

    - Advertisement -

    કેટલાક વામપંથી વિદ્યાર્થી સંગઠનોએ પશ્ચિમ બંગાળની જાદવપુર યુનિવર્સીટીમાં BBCની વિવાદિત ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનીંગ કરવાની જાહેરાત કરી છે. 2002ના ગુજરાત રમખાણો અને પીએમ નરેન્દ્ર મોદી પર બનેલી બીબીસીની વિવાદાસ્પદ અને પ્રતિબંધિત ડોક્યુમેન્ટ્રી કોલકાતાની બે યુનિવર્સિટીઓના કેમ્પસમાં પ્રદર્શિત કરવાની યોજના બનાવવામાં આવી છે, જેમાંની એક જાદવપુર યુનિવર્સીટી છે.

    અહેવાલો મુજબ વામપંથી સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ (એસએફઆઇ) ગુરુવારે જાદવપુર યુનિવર્સીટીમાં BBCની ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનીંગ કરવાની જાહેરાત કરી છે. આ બાબતે વામપંથી સંગઠનના આસિસ્ટન્ટ સેક્રેટરી સુભાજિત સરકારે જણાવ્યું હતું કે, “આ ડોક્યુમેન્ટરીને પ્રોજેક્ટર દ્વારા દર્શાવવામાં આવશે. અમને હજુ સુધી યુનિવર્સિટીના અધિકારીઓની પરવાનગી મળવાની બાકી છે, જો અમને તે નહીં મળે તો પણ અમે સ્ક્રીનિંગ ચાલુ રાખીશું.”

    ઉપરાંત, 27 જાન્યુઆરીએ વામપંથી સંગઠન AISAએ જાદવપુર યુનિવર્સીટીમાં આ વિવાદિત ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનિંગની જાહેરાત કરી હતી. અન્ય એક આયોજકે કહ્યું કે, પહેલી ફેબ્રુઆરીના રોજ યુનિવર્સીટીના વિઝ્યુઅલ આર્ટસ સોસાયટીના સભ્યો પણ આ ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ કરશે.

    - Advertisement -

    આ પહેલાં JNU અને હૈદરાબાદ યુનિવર્સીટીમાં થઈ ચુક્યો છે હોબાળો

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં JNUમાં આ વિવાદિત ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ ચર્ચામાં આવી ચૂક્યું છે. વામપંથી વિદ્યાર્થીઓ પરવાનગી ન મળવા છતાં વિદ્યાર્થી સંઘની ઓફિસમાં બીબીસીની ડોક્યુમેન્ટ્રી પ્રદર્શિત કરવા માગતા હતા. બાદમાં એબીવીપી પર પથ્થરમારો કરવાનો આરોપ લગાવતાં તેમણે હંગામો મચાવ્યો હતો.

    તદુપરાંત યુનિવર્સિટી ઓફ હૈદરાબાદના સ્ટુડન્ટ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન અને મુસ્લિમ સ્ટુડન્ટ ફેડરેશને પણ આ પ્રોપેગેન્ડા ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ કર્યું હતું. સ્ક્રિનિંગમાં બંને ઇસ્લામિક વિદ્યાર્થી સંગઠનોના 50થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેને લઈને એબીવીપીએ યુનિવર્સિટી મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી અને આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. એબીવીપીના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટી કેમ્પસની અંદર પરવાનગી વગર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

    વાસ્તવમાં આ પ્રતિબંધિત ડોક્યુમેન્ટ્રીમાં બીબીસીએ રમખાણોનો દોષનો ટોપલો હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ઢોળવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં, તેમણે તેમની છબીને ઇસ્લામ વિરોધી બતાવવાનો પણ પ્રયાસ કર્યો છે. બે ભાગમાં બનેલી બીબીસીની આ સીરિઝમાં વડાપ્રધાન મોદી અને ભારતના મુસ્લિમો વચ્ચેના તથાકથિત તણાવની વાત કરવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં