સાઉદી અરેબિયા (Saudi Arabia), યુએઈ (UAE) સહિતના દેશોએ છેલ્લા બે દિવસમાં પાકિસ્તાનીઓ (Pakistanis) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. એવા લોકોનો દેશનિકાલ (Deported) કરવામાં આવ્યો છે જે ભીખ માંગવાથી લઈને માદક પદાર્થોની હેરાફેરી સહિતના ગેરકાયદે કામોમાં જોડાયેલા હતા. અહેવાલો અનુસાર આ દેશોમાંથી લગભગ 170 પાકિસ્તાનીઓને દેશનિકાલ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી હતી.
અહેવાલો અનુસાર સાઉદી અરેબિયાના અધિકારીઓએ ભીખ માંગવા, ડ્રગ્સની હેરાફેરી, ગેરકાયદે દેશમાં રહેવું, નોકરીમાંથી ફરાર અને કરારના કરારોનું ઉલ્લંઘન કરનારા 94 પાકિસ્તાનીઓ દેશનિકાલ કર્યો હતો. આ ઉપરાંત આમાંથી કેટલાકને બ્લેકલિસ્ટ કર્યા હોવાનું પણ સામે આવ્યું હતું. નોંધનીય છે કે સાઉદી અરેબિયા આ પહેલાં પણ ઘણી વખત પાકિસ્તાનમાંથી આવતા ભિખારીઓને લઈને પાકિસ્તાનને ચેતવણી આપી ચૂક્યું છે.
BIG NEWS 🚨 Around 170 Pakistanis have been deported from Saudi Arabia, UAE, Oman and several other countries in the last 48 hours.
— Times Algebra (@TimesAlgebraIND) February 18, 2025
24 of them were arrested upon arrival in Karachi.
Saudi authorities deported 94 Pakistanis for various crimes, including drug trafficking,… pic.twitter.com/5tMwCCOR7G
આ ઉપરાંત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને નિયમોના ઉલ્લંઘન બદલ સજા ભોગવ્યા બાદ 39 પાકિસ્તાનીઓનો UAEમાંથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય દેશોમાં ઓમાન, થાઇલેન્ડ, ઇરાક, યુકે, સાયપ્રસ, ઇન્ડોનેશિયા, મૌરિટાનિયા, કતર અને તાંઝાનિયાથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
આ સિવાય વિઝા અને ટ્રાવેલ ડોક્યુમેન્ટની સમસ્યાઓના કારણે અધિકારીઓએ યુકે, સાઉદી અરેબિયા, કંબોડિયા, ઇજિપ્ત, બહેરીન, કતર અને માલાવી સહિત 21 દેશોની ફ્લાઇટ્સમાંથી 59 પાકિસ્તાનીઓને મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી છેલ્લા 2 દિવસમાં જ થઈ હોવાની માહિતી સામે આવી હતી.
ઉમરાહ માટે જઈ રહેલાઓને પણ ઉતારાયા
આ 59 પાકિસ્તાનીઓમાં 21 લોકો એવા હતા જે ઉમરાહના નામે જઈ રહ્યા હતા જોકે તેમની પાસે પૂરતી હોટેલ બુકિંગ અને પૈસા ન હોવાના કારણે ઉતારી દેવામાં આવ્યા હતા. અહીં ઉલ્લેખનીય કે એવા ઘણા મામલા સામે આવ્યા છે જેમાં હજ-ઉમરાહની યાત્રાના નામે પાકિસ્તાનીઓ સાઉદી અરેબિયા જાય છે અને પછી ત્યાં ભીખ માંગવાનું કામ કરતા હોય છે.
અહેવાલ અનુસાર ઇટાલી જઈ રહેલા એક મુસાફરને તેની આશ્રય વિનંતી નકારવામાં આવ્યા બાદ ઉતારી દેવામાં આવ્યો હતો, જ્યારે સ્ટુડન્ટ વિઝા પર યુકે જઈ રહેલા 1ને તથા બીજા એક અને સ્ટડી વિઝા પર સાયપ્રસ જઈ રહેલા ચાર વ્યક્તિઓને ઉતારી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ ઉપરાંત, તુર્કી, યુએઈ, થાઈલેન્ડ, મલેશિયા, નેપાળ, ઈરાક, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઈન્ડોનેશિયા, ઓમાન અને કોંગો જવાનો પ્રયાસ કરી રહેલા મુસાફરોને પણ રોકવામાં આવ્યા હતા.
અહેવાલ અનુસાર ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (FIA) 24 વ્યક્તિઓને તેમના દેશનિકાલ પછી કરાચી પહોંચ્યા ત્યારે ધરપકડ કરી હતી. ABP ન્યુઝના અહેવાલ અનુસાર તાજેતરમાં, પાકિસ્તાનની FIAએ પુષ્ટિ કરી હતી કે સાઉદી અરેબિયામાંથી 10 શંકાસ્પદોને દેશનિકાલ કરવામાં આવ્યા છે, જેઓ ઉમરાહ વિઝા પર સાઉદી અરેબિયા ગયા હતા પરંતુ ત્યાં ભીખ માંગવાનું કામ કરતા હતા.