Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુપ્રીમ કોર્ટના અવલોકન બાદ તીસ્તા અને શ્રીકુમાર બાદ ત્રીજા આરોપી સંજીવ ભટ્ટની...

    સુપ્રીમ કોર્ટના અવલોકન બાદ તીસ્તા અને શ્રીકુમાર બાદ ત્રીજા આરોપી સંજીવ ભટ્ટની પણ ધરપકડ; ગૃહનગર અમદાવાદ લવાયા

    પૂર્વ આઈપીએસ અધિકારી અને સુપ્રીમ કોર્ટે ગુજરાતના રમખાણો દરમ્યાન જેમની ભૂમિકા ઉપર આકરી ટીપ્પણી કરવામાં આવી છે એવા સંજીવ ભટ્ટ પર ક્રાઈમ બ્રાન્ચે આરોપ નક્કી કરીને તેમની ગઈકાલે ધરપકડ કરી છે.

    - Advertisement -

    ઝાકિયા જાફરી કેસમાં થોડા દિવસો અગાઉ જ સુપ્રીમ કોર્ટે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના 2002ના રમખાણોમાં ક્લીન ચીટ આપી હતી, પરંતુ સાથે સાથે તીસ્તા સેતલવાડ, આર બી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ વિરુદ્ધ કેટલાક અવલોકનો પણ કર્યા હતા.

    આ અવલોકનમાં કોર્ટે નોંધ્યું હતું કે આ ત્રણેયે આ રમખાણો દરમ્યાન સમયાંતરે ખોટા પુરાવાઓ ઉભા કર્યા હતા. કોર્ટના અવલોકનો જાહેર થયાનાં તુરંત બાદ જ ગુજરાત પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તીસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારને અનુક્રમે મુંબઈ અને ગાંધીનગરથી પકડી લીધા હતા, જ્યારે ગઈકાલે મોડી રાત્રે કોર્ટના અવલોકનમાં જેમના પર ગંભીર આરોપ મુકવામાં આવ્યા છે તેવા સંજીવ ભટ્ટની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે.

    સંજીવ ભટ્ટ હાલમાં બનાસકાંઠા જેલમાં જામનગરમાં તેમની ફરજ દરમ્યાન થયેલા કસ્ટોડિયલ ડેથ કેસ બાબતે સજા ભોગવી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે બનાસકાંઠા જેલમાંથી જ સંજીવ ભટ્ટની ઔપચારિક ધરપકડ કરી છે અને તેમને પુછપરછ માટે અમદાવાદ લવાયા છે.

    - Advertisement -

    સુપ્રીમકોર્ટની બેન્ચે ઝાકિયા ઝાફરીની વિનંતીની અંતિમ સુનાવણી કરતી વખતે નોંધ્યું હતું કે SIT દ્વારા કરવામાં આવેલી વ્યાપક તપાસ એ જણાવે છે કે આર બી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ દ્વારા આપવામાં આવેલા એ નિવેદનો જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તોફાનોને ચાલવા દેવાનો જે નિર્દેશ આપ્યો હતો તેમજ ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ એ સમયે નિષ્ક્રિય રહ્યા હતા તે ખોટા છે.

    કોર્ટના આ જ અવલોકન બાદ ક્રાઈમ બ્રાન્ચે તીસ્તા સેતલવાડ, આર બી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

    ક્રાઈમ બ્રાન્ચે આ તમામ વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડની કલમ 468, 471 (બનાવટ), 194 (કોઈને મહત્તમ સજા મળે એ હેતુથી ખોટા પુરાવાઓ આપવા અથવાતો ઉભા કરવા), 218 (સરકારી કર્મચારી દ્વારા કોઈ વ્યક્તિને સજા ન મળે અથવાતો તેની સંપત્તિ જપ્ત ન થાય તે માટે ખોટા રેકોર્ડ ઉભા કરવા અથવાતો લખાણ લખવા), તેમજ 120 B (ગુનાહિત કાવતરું કરવું) હેઠળ આરોપો નક્કી કર્યા છે.    

    ઇન્ડિયન એક્સપ્રેસને વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, “સંજીવ ભટ્ટને પાલનપુર જેલથી અમદાવાદ DCB ઓફિસ ખાતે મંગળવારે ટ્રાન્સફર વોરંટ દ્વારા લાવવામાં આવ્યા છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં