Tuesday, January 28, 2025
More
    હોમપેજક્રાઈમસંભલ હિંસા દરમિયાન વકીલ વિષ્ણુ શંકર જૈનની હત્યાનો હતો પ્લાન, પોલીસ પણ...

    સંભલ હિંસા દરમિયાન વકીલ વિષ્ણુ શંકર જૈનની હત્યાનો હતો પ્લાન, પોલીસ પણ હતી ટાર્ગેટ પર: પકડાયેલા વારિસે કબૂલ્યું- નઇમ, કૈફની હત્યા પણ મેં કરી હતી

    વારિસે એ પણ ખુલાસો કર્યો છે કે, હિંસા દરમિયાન તેણે ગોળીબાર કર્યો હતો, જેમાં કૈફ અને નઇમ નામના બે યુવકો માર્યા ગયા હતા. વારિસે જણાવ્યું છે કે, આ હથિયારો તેને મુલ્લા અફરોઝે આપ્યા હતા.

    - Advertisement -

    સંભલમાં હિંસા (Sambhal Violence) દરમિયાન ઉન્માદીઓ એડવોકેટ વિષ્ણુ શંકર જૈનની (Vishnu Shankar Jain) હત્યા કરવા માંગતા હતા. આ માટે તોફાનીઓમાં હથિયારોની પણ વહેંચણી કરવામાં આવી હતી. આ ષડયંત્ર શારિક સાઠાએ ઘડ્યું હતું. તેના મળતીયા મુલ્લા અફરોઝે તેને હથિયારો પણ આપ્યા હતા. આ તમામ ઘટસ્ફોટ શારિક સાઠાના અન્ય એક સાગરિતની ધરપકડથી થયા છે. સંભલ પોલીસે આરોપી વારિસની ધરપકડ કરી છે. હિંસા દરમિયાન વારિસે બે યુવકોની હત્યા પણ કરી હતી. તે પોલીસને પણ નિશાન બનાવી રહ્યો હતો.

    વારિસને શનિવારે (25 જાન્યુઆરી, 2025) પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો. તે મોહલ્લા ખગ્ગુસરાયનો રહેવાસી છે. તેણે પોલીસ પૂછપરછ દરમિયાન ઘટસ્ફોટ કર્યો છે કે, હિંસા બાદ તે દિલ્હીમાં છુપાઈ ગયો હતો. વારિસે પોલીસને જણાવ્યું છે કે, શારિક સાઠા ગેંગે કથિત રીતે ‘નબીની શાનમાં ગુસ્તાખી’ કરનારા એડવોકેટ વિષ્ણુ શંકર જૈનની હત્યા માટે હથિયારો પણ વહેંચ્યા હતા.

    શારિક સાઠા ગેંગે કહ્યું હતું કે, તેમને ‘મસ્જિદની હિફાજત’ કરવી છે અને સરવે દરમિયાન હત્યા પણ કરવી છે. વિષ્ણુ શંકર જૈન શાહી જામા મસ્જિદ-હરિહર મંદિર વિવાદમાં હિંદુ પક્ષના વકીલ છે. વારિસે એ પણ ખુલાસો કર્યો છે કે, હિંસા દરમિયાન તેણે ગોળીબાર કર્યો હતો, જેમાં કૈફ અને નઇમ નામના બે યુવકો માર્યા ગયા હતા. વારિસે જણાવ્યું છે કે, આ હથિયારો તેને મુલ્લા અફરોઝે આપ્યા હતા. નોંધનીય છે કે, મુલ્લાની ધરપકડ પહેલાં જ થઈ ચૂકી છે.

    - Advertisement -

    દેશભરમાં હિંસા ભડકાવવાનો હતો પ્લાન

    વારિસનો એક ઓડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તેણે હિંસા દરમિયાન ‘સામાન’ લાવવાનું કહ્યું હતું. પોલીસે કહ્યું છે કે, ‘સામાન’નો અર્થ માત્ર હથિયાર છે. તેના સહયોગીની પહેલાં જ ધરપકડ થઈ ચૂકી છે. પોલીસે વારિસ પાસેથી એક પિસ્તોલ, કારતૂસ, નાળમાં ફસાયેલ કારતૂસ અને બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.

    વારિસે જણાવ્યું છે કે, શારિક સાઠા ગેંગ આ હત્યાઓ દ્વારા દેશભરમાં રમખાણો ભડકાવવા માંગતી હતી. વારિસની ધરપકડ સાથે હિંસાથી થયેલા 4 મોતનો મામલો પણ ઉકેલાઈ ગયો છે. જેમાંથી 2 હત્યા મુલ્લા અફરોઝ અને 2 વારિસ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે સંભલમાંથી અન્ય એક તોફાનીની પણ ધરપકડ કરી છે. તેનું નામ મોહમ્મદ નિહાલ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં