ઉત્તર પ્રદેશના સંભલમાં કોર્ટના આદેશથી થઈ રહેલા જામા મસ્જિદના સરવે દરમિયાન થયેલી ઇસ્લામી હિંસાએ આ જ સંભલમાં 46 વર્ષ પહેલાં થયેલાં રમખાણોના ઘા તાજા કરી દીધા હતા. આ હિંસા બાદથી જ સંભલનાં આ રમખાણોની ચર્ચા ચાલી રહી છે અને તે દરમિયાન બંધ પડી ગયેલાં તીર્થસ્થાનો પણ હવે ફરીથી ખુલી રહ્યાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. હવે સમાચાર મળી રહ્યા છે કે સરકાર 46 વર્ષ બાદ ફરી એક વખત 1976 અને 1978માં સંભલમાં થયેલાં રમખાણોની ફાઈલો ખોલી રહી છે. આ મામલે રિપોર્ટ રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે.
વિગતો અનુસાર, 29 માર્ચ, 1978ના રોજ સંભલમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં અને ઘણા દિવસો સુધી ચાલુ રહ્યાં હતાં. પરિસ્થિતિ એટલી વણસી હતી કે શહેરમાં બે મહિના માટે કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો. આ હિંસામાં કુલ 184 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 169 કેસ નોંધાયા હતા. જોકે કેસ નોંધાયાનું કોઈ ખાસ પરિણામ આવ્યું નહોતું અને આરોપીઓને પછીથી પુરાવાના અભાવે મુક્ત કરવામાં આવ્યા હતા.
હવે આ મામલે ઉત્તર પ્રદેશ સરકારે પોલીસ અને જિલ્લા તંત્રને આદેશ આપીને આ મામલે માહિતી સાથે રિપોર્ટ જમા કરાવવા માટે જણાવ્યું છે. માહિતી અનુસાર, ડિસેમ્બર, 2024માં MLC શ્રીચંદ શર્માએ સરકારને પત્ર લખીને સંભલનાં આ રમખાણો મામલે ફરી એક વખત તપાસ કરવા માટે રજૂઆત કરી હતી. જેના આધારે હવે ગૃહ વિભાગે પોલીસ અને જિલ્લા તંત્રને આદેશ આપ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
6 જાન્યુઆરીના રોજ ગૃહ સચિવ સત્યેન્દ્ર પ્રતાપ સિંઘે સંજ્ઞાન લઈને સંભલ જિલ્લા પોલીસ વડા કૃષ્ણકુમાર બિશ્નોઈને પત્ર લખ્યો હતો અને આ મામલે સાત દિવસની અંદર રિપોર્ટ જમા કરાવવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ સંભલ જિલ્લા SPએ ડિસ્ટ્રીક્ટ મૅજિસ્ટ્રેટ રાજેન્દ્ર પેંસિયાને પત્ર લખીને આ બાબતની જાણકારી આપી અને સંયુક્ત તપાસ માટે એક અધિકારી નીમવા માટે વિનંતી કરી હતી. પોલીસ વિભાગ તરફથી મામલો એડિશનલ એસપી શ્રીષ ચંદ્ર જોશે.
#BreakingNews | 46 years after the 1978 Sambhal riots, Uttar Pradesh government to review files
— News18 (@CNNnews18) January 9, 2025
CNN-News18 talks to Fakhrul Chand, SP and Anila Singh, BJP
News18's Deepak Bisht with @GrihaAtul | #SambhalViolence #sambhaltemple pic.twitter.com/cLBZOHnDZ3
બીજી તરફ 8 જાન્યુઆરીના રોજ મુરાદાબાદના કમિશનર અંજનેય સિંઘે પણ સંભલ જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. રાજેન્દ્ર પેંસિયાને એક પત્ર લખીને રમખાણો સંબંધિત તમામ રેકોર્ડ સોંપવા માટે જણાવ્યું હતું. અહેવાલ અનુસાર, કમિશનર અંજનેય સિંઘે પણ આ બાબતે એક બેઠક બોલાવી હતી.
આ મામલે સંભલના જિલ્લા પોલીસ વડા કૃષ્ણકુમાર બિશ્નોઈએ જણાવ્યું હતું કે, પોલીસ આ મામલે કોઈ ‘તપાસ’ નથી કરી રહી પરંતુ MLC દ્વારા જે પત્ર મોકલવામાં આવ્યો હતો તેની ઉપર જે માહિતી ઉપલબ્ધ છે તેના આધારે જવાબ મોકલવા માટે રિપોર્ટ જમા કરાવવા માટે જણાવવામાં આવ્યું છે.
#WATCH | Sambhal, Uttar Pradesh: On the 1978 Sambhal riots case, Sambhal SP KK Bishnoi says, "A misleading information was being spread on social media and other places that the communal riots that happened in 1978 in Sambhal, are being investigated. No such thing is… pic.twitter.com/Qv5FsVSNkJ
— ANI (@ANI) January 9, 2025
સંભલ હિંસા બાદ CM યોગીએ આપ્યું હતું નિવેદન
આ ઉપરાંત હિંસામાં સામેલ આરોપીઓ, જેમની ઓળખ હજી સુધી થઇ શકી નથી કે ધરપકડ થઇ નથી તેમનાં નામ પણ બહાર આવે એવી સંભાવના છે. તપાસનો હેતુ રમખાણોના પરિણામે બેઘર બનેલા લોકોની વાસ્તવિક સંખ્યાને ઉજાગર કરવાનો છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2024ના અંતમાં સંભલ જામા મસ્જિદના સરવે દરમિયાન મુસ્લિમોના ટોળાએ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો કર્યો ત્યારે હિંસા ફાટી નીકળી હતી.
નોંધનીય છે કે CM યોગીએ વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. 16 ડિસેમ્બરના રોજ વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના રિપોર્ટને ટાંકીને CM યોગીએ કહ્યું હતું કે “1978નાં રમખાણોમાં 184 હિંદુઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. 1947થી સંભલમાં થયેલા રમખાણોમાં 209 હિંદુઓ માર્યા ગયા છે.”