સંભલમાં રમખાણોનો (Sambhal Riots) ઈતિહાસ ઘણો લાંબો છે. આ રમખાણોમાં જ સંભલ મ્યુનિસિપલ વિસ્તારમાંથી હિંદુઓને (Hindus) ધીરે ધીરે ખતમ કરવામાં આવ્યા હતા. દેશની આઝાદી સમયે સંભલ મ્યુનિસિપલ વિસ્તારમાં હિંદુઓની વસ્તી 45% હતી જે આજે ઘટીને 15-20% થઈ ગઈ છે. તે સમયે મુસ્લિમોની (Muslims) સંખ્યા 55% હતી. આજે તે વધીને 80-85% થઈ ગઈ છે.
તાજેતરમાં જ સંભલના ખગ્ગુસરાય વિસ્તારમાં એક મંદિર મળી આવ્યું, જે 1978ના રમખાણો પછી ગાયબ થઈ ગયું હતું. પ્રશાસને સંભલમાં રમખાણોને લઈને આંતરિક અહેવાલ તૈયાર કર્યો છે. તેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જે દર્શાવે છે કે સંભલમાં 1978માં સૌથી મોટું રમખાણ થયું હતું. આ રમખાણો પછી ખગ્ગુસરાયમાં રહેતા લગભગ 100 હિંદુ પરિવારોએ આ વિસ્તાર છોડી દીધો હતો.
હિંદુ શિક્ષકની પુત્રી સાથે બળાત્કાર, પત્નીનું અપહરણ
આ હુલ્લડ 29 માર્ચે હોળી પછી શરૂ થયું હતું. જેમાં લગભગ 184 લોકોની હત્યા કરવામાં આવી હતી. લગભગ 30 દિવસ માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. આ રમખાણો દરમિયાન, સંભલના જાણીતા વેપારી, બનવારીલાલ ગોયલને ત્રાસ આપીને મારી નાખવામાં આવ્યા હતા. ઉપરાંત રમખાણ દરમિયાન મંજર શફીએ હિંદુ શિક્ષકની પુત્રી અને પત્નીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ રમખાણો ભડકાવવામાં શફીની પણ મોટી ભૂમિકા હતી. અપહરણ કરાયેલી પુત્રી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેને છોડવામાં આવી હતી જ્યારે હિંદુ શિક્ષકની પત્નીને હિંદુઓએ જ છોડાવી હતી. આજે ન તો આ શિક્ષક કે ન તો બનવારીલાલ ગોયલનો પરિવાર સંભલમાં રહે છે.
24 હિંદુઓને શેરડીના બગાસ અને ટાયરના ઢગલામાં સળગાવી દેવાયા
રમખાણો ફાટી નીકળ્યા પછી, બનવારીલાલ ગોયલે ઘણા હિંદુ દુકાનદારોને તેના સાળા મુરારી લાલના ઘરે છુપાઈ જવા કહ્યું હતું. આ લોકોની માહિતી મુસ્લિમ દલાલોએ ઉપદ્રવીઓને આપી દીધી હતી. માહિતી મળ્યા પછી મુસ્લિમોના ટોળાએ ટ્રેક્ટરથી મુરારીલાલના ઘરનો દરવાજો તોડી નાખ્યો. આ જ જગ્યા પર 24 હિંદુઓને મારી નાખ્યા અને તેમને શેરડીના બગસ અને ટાયરના ઢગલામાં સળગાવી દીધા. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે મોટાભાગના હિંદુઓએ બ્રિજઘાટ પર કપડાંના પૂતળા બનાવીને તેમના પરિવારજનોના અગ્નિસંસ્કાર કર્યા હતા.
દૈનિક ભાસ્કરે સંભલના ઈતિહાસના નિષ્ણાત 58 વર્ષીય સંજય શંખધરના હવાલે આ ઘટના વિશે જણાવ્યું છે. શંખધરના કહેવા પ્રમાણે, આ રમખાણો પહેલા સંભલમાં હિંદુઓની વસ્તી 35% હતી, જે હવે માત્ર 20%ની આસપાસ છે. તેમણે કહ્યું, “1978નું રમખાણ સંભલનું સૌથી મોટું રમખાણ છે. રમખાણોથી બચવા માટે ઘણા લોકો લાલા મુરારીલાલના ઘરમાં છુપાઈ ગયા હતા. આ વાતની જાણ થતાં જ ઉપદ્રવીઓએ તેના ઘર પર હુમલો કર્યો હતો. જેમાં 26 લોકોના મોત થયા હતા. જેમાંથી 24 હિંદુ હતા.”
બનવારીલાલે કહ્યું કે તેને ગોળી મારી દો, પરંતુ તોફાનીઓએ તેમના ટૂકડા કર્યા
ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ આંતરિક અહેવાલમાં જણાવાયું છે કે રમખાણોની માહિતી મળતા જ બનવારીલાલ ગોયલે અસરગ્રસ્ત વિસ્તારમાં ગયા હતા. તેમની પત્ની અને પુત્રએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ રમખાણ પ્રભાવિત વિસ્તારમાં ગયા હતા. તેમણે કહ્યું હતું કે,
બધા મુસ્લિમો મારા મિત્રો અને ભાઈઓ જેવા છે. દરેક વ્યક્તિ મારી સાથે કામ કરે છે. મને કંઈ નહીં થાય.
બનવારીલાલ ગોયલને જે મુસ્લિમો પર વિશ્વાસ હતો એ જ મુસ્લિમ ઉપદ્રવીઓએ તેમને પકડી લીધા હતા. ઉપદ્રવીઓએ કહ્યું કે ‘તે આ જ પગથી ચાલીને પૈસા લેવા આવશે’ એટલે પહેલાં પગ કાપી નાખ્યા, પછી કીધું કે ‘તે આ જ હાથથી પૈસા માંગશે’ એમ કહી હાથ કાપી નાખ્યા. ત્યારપછી ગળું કાપીને તેમની હત્યા કરી નાખી હતી. આ દરમિયાન બનવારીલાલ મુસ્લિમ ઉપદ્રવીઓએ સામે આજીજી કરતા રહ્યા કે, “મને કાપશો નહીં, મને ગોળી મારી દો.” પરંતુ કોઈએ સાંભળ્યું નહીં.
હરદ્વારી લાલ શર્મા અને સુભાષ ચંદ્ર રસ્તોગીએ આ ઘટના પોતાની આંખે જોઈ હતી. આ હત્યાકાંડ દરમિયાન બંનેએ ડ્રમમાં સંતાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. હાઈસ્કૂલમાં ભણતા હરદ્વારી લાલના સગા ભાઈને પણ આ જ રમખાણો દરમિયાન મુસ્લિમ તોફાનીઓએ છરીના ઘા મારીને મારી નાખ્યા હતા.
સંભલમાં 1978ના રમખાણોમાં હિંદુઓને મારનાર આરોપીઓને નહોતી થઇ સજા
શર્મા અને રસ્તોગી પણ આ હત્યાકાંડના સાક્ષી હતા. ઈરફાન, વાજિદ, ઝાહિદ, મંજર, શાહિદ, કામિલ, અચ્ચન જેવા લોકો આ ઘટનાના આરોપીઓ હતા. પરંતુ સાક્ષીઓ હાજર ન થવાને કારણે આ કેસ 2010માં બંધ કરવો પડ્યો હતો. ન્યાયાધીશે એવી ટિપ્પણી કરીને કેસ બંધ કરી દીધો કે હું કલ્પના પણ કરી શકતો નથી કે આ લોકોને (આરોપીઓને) ફાંસી નથી આપવામાં આવી રહી.
સાક્ષીઓ પર કેવા પ્રકારનું દબાણ કરવામાં આવ્યું હશે તે એ વાત પરથી સમજી શકાય છે કે પ્રદીપ અગ્રવાલના ભાઈ, જે બનવારીલાલના પુત્ર વિનીત ગોયલના બિઝનેસ પાર્ટનર હતા, તેમની વસીમે ગોળી મારીને હત્યા કરી હતી. તેણે એવી ધમકી પણ આપી કે જો કોઈ તેની સામે FIR દાખલ કરશે તો તેને પણ મારી નાખવામાં આવશે. જેના પગલે આરોપી વિરુદ્ધ કોઈ કેસ નોંધાયો નહોતો.
આંતરિક અહેવાલ મુજબ બનવારીલાલના પરિવાર પર ડૉ. શફીકર રહેમાન બર્ક તરફથી પણ દબાણ કરવામાં આવ્યું હતું. બર્ક સંભલથી સમાજવાદી પાર્ટીના સાંસદ રહી ચૂક્યા છે. હાલમાં તેમના પુત્ર ઝિયાઉર રહેમાન બર્ક આ બેઠક પરથી સપાના સાંસદ છે. જેમની વિરુદ્ધ જામા મસ્જિદમાં સર્વે દરમિયાન થયેલી હિંસા મામલે કેસ પણ નોંધવામાં આવ્યો હતો. નોંધનીય છે કે 1995ની આસપાસ, બનવારીલાલ ગોયલના પરિવારે સંભલ છોડી દીધું હતું.