Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસલમાનની જૂની પ્રેમિકા સોમી અલીનો નવો દાવો: આણે મને જ નહિ, અનેક...

    સલમાનની જૂની પ્રેમિકા સોમી અલીનો નવો દાવો: આણે મને જ નહિ, અનેક સ્ત્રીઓને મારી, કહ્યું- માનસિક બીમારને પૂજવાનું બંધ કરો

    અભિનેતા સલમાન ખાનની પૂર્વ પ્રેમિકા સોમી અલીએ એક વિચિત્ર પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર કરતાં અભિનેતા પર ગર્ભિત ઈશારો કરતાં તેના પર ગંભીર આરોપ મૂક્યો છે.

    - Advertisement -

    સલમાનની જૂની પ્રેમિકા સોમી અલીનો નવો દાવો, સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ ફરી એકવાર સોશિયલ મીડિયા દ્વારા તેનું નામ લીધા વિના બોલિવૂડ અભિનેતા પર આરોપ લગાવ્યો છે. સોમી અલીએ શુક્રવારે (19 ઓગસ્ટ, 2022) તેના ઇન્સ્ટાગ્રામ પર સલમાનની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’નું પોસ્ટર શેર કર્યું હતું. આ પોસ્ટરમાં સલમાન ખાન સાથે ભાગ્યશ્રી પણ જોવા મળી રહી છે. તેણે લખ્યું, “આ માણસ મહિલાઓને માર મારે છે. તેણે માત્ર મને જ નહીં પરંતુ ઘણી મહિલાઓને માર માર્યો છે. મેરબાની કરીને તેની પૂજા કરવાનું બંધ કરો. તે માનસિક રીતે બીમાર છે.”

    આ પોસ્ટ વાયરલ થઈ છે. જો કે જે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ પોસ્ટ કરવામાં આવી છે તે વેરિફાઈડ નથી, પરંતુ તે સોમીનું રિયલ ઈન્સ્ટા એકાઉન્ટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    બોલિવૂડની પૂર્વ અભિનેત્રી સોમીએ પોસ્ટના કેપ્શનમાં કોઈનું નામ નથી લખ્યું. આ સાથે કોમેન્ટ્સ પણ મર્યાદિત રાખવામાં આવી છે. એટલે કે દરેક વ્યક્તિ તેની આ પોસ્ટ પર ટિપ્પણી કરી શકે નહીં. આ પોસ્ટ સામે આવ્યા બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ તેણે સલમાનનું નામ લીધા વિના તેના પર મારપીટના ગંભીર આરોપ લગાવ્યા છે.

    - Advertisement -

    નોંધનીય છે કે આ પહેલા પણ સોમી ફિલ્મ ‘દબંગ’ના અભિનેતા પર ઘણા ગંભીર આરોપ લગાવી ચૂકી છે. તેણે આ વર્ષે માર્ચમાં સલમાન પર મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. સોમીએ પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’નું પોસ્ટર શેર કરતાં સલમાન પર નિશાન સાધ્યું અને ઐશ્વર્યા રાય બચ્ચનને પણ ટેગ કરી હતી.

    સોમીએ લખ્યું હતું કે, “બોલીવુડના હાર્વે વેઈનસ્ટીન. તું ખુલ્લો પડી જઈશ. તે જેટલી પણ મહિલાઓનું શોષણ કર્યું છે તે તમામ એક દિવસ ચોક્કસપણે દુનિયાની સામે આવશે અને સત્ય બધાની સામે આવશે. જેમ કે જે ઐશ્વર્યા રાય વખતે થયું હતું.” ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે રિલેશનશિપ દરમિયાન સલમાન ખાને સેટ પર ઐશ્વર્યા રાય સાથે મારપીટ કરી હતી. કથિત રીતે સલમાન તેમના પર પ્રભુત્વ જમાવતો હતો. અને તેણે પ્રતાડિત કરતો હતો.

    વિવેક ઓબેરોય સાથે બોલાચાલી થતાં સલમાન ખાનનો ગુસ્સો પણ જોવા મળ્યો હતો. એવું કહેવાય છે કે ઐશ્વર્યાએ સલમાનના ગુસ્સાવાળા વલણને કારણે તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં