Thursday, December 5, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનલોરેન્સ બિશ્નોઈ સલમાન ખાન કરતા લાખ દરજે સારો!: અભિનેતા પર પૂર્વ પ્રેમિકા...

    લોરેન્સ બિશ્નોઈ સલમાન ખાન કરતા લાખ દરજે સારો!: અભિનેતા પર પૂર્વ પ્રેમિકા સોમી અલીએ લગાવ્યા ઘરેલું હિંસાના આરોપ, કહ્યું- મારી સાથે જે કર્યું તે…

    સોમી અનુસાર સલમાને સોમી સાથે જે દુર્વ્યવહાર કર્યો તેવો કદાચ કેટરીના સાથે નથી કર્યો. તેણે કહ્યું હતું કે તે એક પુસ્તક લખી રહી છે તેમાં સલમાનની કરતૂતોનો ઉલ્લેખ કરશે.

    - Advertisement -

    સલમાન ખાન (Salman Khan) પોતાના અંગત જીવનને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. NCP નેતા અને સલમાન ખાનના નજીકના મિત્ર બાબા સિદ્દીકીની હત્યા (Baba Siddique Murder) બાદ સલમાનને પણ ધમકીઓ મળી હતી. આ દરમિયાન તેની એક્સ ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ સોમી અલીએ (Somy Ali) તાજેતરના નિવેદનમાં દાવો કર્યો હતો કે સલમાન ખાને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. અભિનેત્રીએ સલમાનને બદલે લોરેન્સ બિશ્નોઈની (Lawrence Bishnoi) પ્રશંસા કરી હતી.

    તાજેતરમાં જ સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીનો એક વિડીયો સામે આવ્યો હતો. સોમી અલીએ IANS સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેણે સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ તથા સલમાનના તેની સાથે અને અન્ય ગર્લફ્રેન્ડ્સ સાથેના સબંધો અંગે વાત કરી હતી. સોમી અલીને સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સાથેના સંબંધો વિશે પુછતા સોમી અલીએ કહ્યું કે સલમાનના બધા સાથે સારા સંબંધો છે પરંતુ તેની સાથે નહીં.

    સોમીએ કહ્યું કે સલમાન ખાને તેની સાથે જે રીતે વર્તન કર્યું તેવું વર્તન તેણે કોઈ બીજા સાથે નથી કર્યું. આ દરમિયાન સોમી અલીએ એશ્વર્યા રાય, કેટરીના કેફ સહિતની અભિનેત્રીઓનો ઉલ્લેખ કર્યો હતો. સોમી અનુસાર સલમાને સોમી સાથે જે દુર્વ્યવહાર કર્યો તેવો કદાચ કેટરીના સાથે નથી કર્યો. તેણે કહ્યું હતું કે તે એક પુસ્તક લખી રહી છે તેમાં સલમાનની કરતૂતોનો ઉલ્લેખ કરશે.

    - Advertisement -

    સોમી અલીએ પોતાના નિવેદનમાં તબ્બુનો પણ ઉલ્લેખ કર્યો હતો. સોમીએ જણાવ્યું કે એકવાર તેની હાલત ખૂબ ખરાબ હતી ત્યારે તબ્બુ તેની હાલત જોઈને રડી પડી હતી. ઉપરાંત તેણે એમ પણ કહ્યું હતું કે તેને કમરમાં દુખાવો હતો અને તે લાંબા સમયથી પથારીવશ હતી. પરંતુ સલમાન તેને મળવા આવ્યો ન હતો. સોમીએ એવો પણ દાવો કર્યો હતો કે સલમાનના ખરાબ વર્તન વિશે તેના નજીકના મિત્રો અને માતા સિવાય કોઈ જાણતું નથી.

    સલમાને એશ્વર્યાનો ખભો ફ્રેકચર…

    આ ઉપરાંત તેણે એવો આરોપ પણ લગાવ્યો હતો કે સલમાને એશ્વર્યા રાયનો ખભો પણ ફ્રેકચર કરી નાખ્યો હતો. સોમી અલીએ પોતાના નિવેદનમાં સલમાનની તુલના લોરેન્સ બિશ્નોઈ સાથે કરી હતી. અભિનેત્રીએ કહ્યું કે તેણે તેની સાથે જે કર્યું તેની સરખામણીમાં તે કહી શકે છે કે લોરેન્સ બિશ્નોઈ સલમાન કરતા વધુ સારો છે.

    ઉલ્લેખનીય છે કે સોમી અલી એક અભિનેત્રી અને સામાજિક કાર્યકર છે. તે 90ના દાયકામાં બોલિવૂડમાં સક્રિય હતી અને લગભગ આઠ વર્ષ સુધી સલમાન ખાન સાથે રિલેશનશિપમાં હતી. સલમાને સોમી સાથે સંબંધ તોડ્યા બાદ તેણે 1999માં ભારત છોડી દીધું. તે હાલમાં NGO ચલાવે છે અને માનવ તસ્કરી અને ઘરેલું હિંસાનો ભોગ બનેલા લોકોને મદદ કરે છે. અગાઉ પણ સોમી અલી સલમાન ખાન પર ઘરેલું હિંસાનો આરોપ લગાવી ચૂકી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં