હોમપેજદેશનેગેટિવ માર્ક હોય તોપણ PG મેડિકલ સીટ માટે ક્વોલિફાય થઈ શકાશે? NEET...

નેગેટિવ માર્ક હોય તોપણ PG મેડિકલ સીટ માટે ક્વોલિફાય થઈ શકાશે? NEET PGના કટ ઑફ માર્ક્સ મામલે કેમ થઈ રહ્યો છે વિવાદ– વાંચો

NBEMSએ સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની સૂચના મળ્યા બાદ NEET PG 2025-26ના ત્રીજા કાઉન્સેલિંગ રાઉન્ડ માટે મિનિમમ ક્વોલિફાઇંગ પર્સેન્ટાઈલમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

- Advertisement -

સોશિયલ મીડિયા પર તાજેતરમાં NEET PG 2025ના રિવાઇઝ્ડ કટ ઑફ સ્કોર મામલે વિવાદ શરૂ થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની સૂચનાથી નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સે (NBEMS) તાજેતરમાં કટ ઑફ સ્કોર રિવાઈઝ કરીને જાહેર કર્યા હતા. આ નવા કટ ઑફ સ્કોર હેઠળ SC, ST અને OBC શ્રેણીના ઉમેદવારો હવે નેગેટિવ માર્કિંગ ધરાવતા હશે તોપણ કાઉન્સેલિંગમાં ભાગ લઈ શકશે.  

NBEMSએ સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની સૂચના મળ્યા બાદ NEET PG 2025-26ના ત્રીજા કાઉન્સેલિંગ રાઉન્ડ માટે મિનિમમ ક્વોલિફાઇંગ પર્સેન્ટાઈલમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

શું છે રિવાઇઝ્ડ ક્રાઇટેરિયા?

નવા ક્રાઇટેરિયામાં જનરલ અને EWS ઉમેદવારો માટે પર્સેન્ટાઈલ 50થી ઘટાડીને 7 કરવામાં આવ્યા છે. જેથી કટ ઑફ સ્કોર 800માંથી 103 થઈ ગયો છે. અગાઉ આ સ્કોર 276 હતો. જનરલ PwBD (દિવ્યાંગો) માટે કટ ઑફ 255થી ઘટાડીને 90 કરવામાં આવ્યું છે. પર્સેન્ટાઈલ 5 હશે. જ્યારે SC, ST આને OBC માટે કટ ઑફ સ્કોર -40 કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 800 માર્ક્સની પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હોય છે.

- Advertisement -

જોકે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે NEET PG 2025ના રેન્ક જે ઑગસ્ટ 2025માં જાહેર થયા હતા તેમાં કોઈ ફેરફાર નથી અને આ રિવિઝન માત્ર કાઉન્સેલિંગમાં ભાગ લેવા સુધી જ સીમિત ગણાશે.

વધુ સ્પષ્ટતા એ કરવામાં આવી છે કે ઉમેદવારી સંપૂર્ણ આરટીઈ અસ્થાયી (પ્રોવિઝનલ) હશે અને NEET PG 2025ની સૂચના પુસ્તિકામાં આપવામાં આવેલી પાત્રતા શરતો પૂર્ણ કરવા પર જ માન્ય હશે. આવેદનપત્રોમાં ઉમેદવારો દ્વારા જણાવવામાં આવેલી પ્રોફેશનલ પરીક્ષાઓ કે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશનમાં મેળવેલા માર્કની ઓરિજિનલ ડોક્યુમેન્ટ દ્વારા ખરાઈ કરવામાં આવશે.

NBEMSએ એ પણ જણાવ્યું છે કે રેન્કિંગમાં ટાઇ બ્રેકિંગ માટે જો ખોટી જાણકારી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું તો સંબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરી દેવમાં આવશે. પરીક્ષા દરમિયાન જો કોઈ અયોગ્ય સાધનોનો ઉપયોગ જણાયો તો સંસ્થા કાર્યવાહી કરશે.

કેમ લેવાયો આ નિર્ણય?

કટ ઑફ સ્કોર ઓછો કરવાનું કારણ એ છે કે પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ સીટ ખાલી રહી હતી. અધિકારીઓ અનુસાર, NEET PG 2025માં લગભગ 2.4 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો, પણ શરૂઆતમાં હાયર કટ ઑફના કારણે અનેક કાઉન્સેલિંગ રાઉન્ડ પછી પણ હજારો સીટ ખાલી રહી હતી.

ભારતમાં લગભગ 65000થી 70000 પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ સીટ છે. કારણ એ આપવામાં આવ્યું છે કે જો વધારે પ્રમાણમાં સીટ ખાલી રહે તો ટીચિંગ હોસ્પિટલ, ખાસ કરીને જે સરકારી સંસ્થાઓ જે નિવાસી ડોક્ટરો પર આધારિત રહે છે તેના સંચાલન પર અસર પડી શકે છે.

આ બધી ચર્ચાઓ વચ્ચે ઈન્ડિયન મેડિકલ એસોશિએશને પણ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે. પી નડ્ડાને પત્ર લખીને કટ ઑફ ઘટાડવા માટે રજૂઆત કરી હતી.

આ મામલે સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. અમુકનું કહેવું છે કે આ રિવાઇઝ્ડ કટ ઑફ માત્ર કાઉન્સેલિંગ માટે પાત્રતા મેળવવા માટે જ લાગુ પડશે અને તેનાથી એડમિશન મળી જ જશે તેવું નથી. લગભગ નવ હજાર સીટ ખાલી ન રહી જાય તેના માટે કટ ઑફ ઘટાડવામાં આવ્યા હોવાનું કારણ આપવામાં આવ્યું છે. પરંતુ કાઉન્સેલિંગ માટે પાત્રતા મળે તેનો અર્થ એ નથી કે એડમિશન મળી જ જશે.

🩺 NEET-PG 2025 | CLARIFICATION

Yes, the –40 marks counselling claim is real — but the context matters.

• NBEMS (as per MoHFW) lowered cut-offs on 13 Jan 2026 to avoid ~9,000 PG seats going vacant
• Eligibility ≠ guaranteed admission
• Such ranks usually translate to… pic.twitter.com/9CQb1GCSOD— Himanshu Jain (@HemanNamo) January 14, 2026

જોકે બીજી તરફ ઘણા યુઝરો આ રીતે નેગેટિવ સ્કોર ધરાવતા ઉમેદવારોને પણ કાઉન્સેલિંગ પ્રોસેસ માટે પરવાનગી આપવાના નિર્ણય પર અને તેનાં પરિણામો-દુષ્પરિણામો વિશે પણ ચર્ચા કરી રહ્યા છે.

ઇન્ડિયન મેડિકલ એસોશિએશન JDNના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. ધ્રુવ ચૌહાણ લખે છે કે, “મને એ સમજાતું નથી કે આમાં શું કહેવું, પણ હવે માઇનસ 40 ધરાવતા ઉમેદવાર પણ NEET PG સીટ મેળવી શકશે. સાદી ભાષામાં કહીએ તો તમારી પાસે પૈસા હોય કે કોઈ ચોક્કસ કેટેગરીમાં આવતા હો તો તમે પરીક્ષામાં ઊંઘી ગયા હોય અને નેગેટિવ માર્ક આવ્યા હોય તોપણ તમારું સ્થાન જેણે ટોપ કર્યું હોય તેઓ કે બહુ મહેનત કરી હોય તેને સમકક્ષ જ હશે.”

I don’t know how to react on this , but now candidates scoring “Minus – 40”marks are also applicable to get NEET PG seat .

In simple language if you have money or specific category then even if you slept in the exam and scored negative marks = someone who topped /worked hard. pic.twitter.com/6O9r1o0NIJ— Dr.Dhruv Chauhan (@DrDhruvchauhan) January 13, 2026

અંશુલ સક્સેના લખે છે કે, “NEET PG 2025માં હવે જે ઉમેદવારો 800માંથી માઇનસ ચાળીસ માર્ક્સ ધરાવતા હશે તેઓ પણ PG કાઉન્સેલિંગમાં બેસી શકશે. મેરિટ કટ ઑફ એટલું ઘટી ગયું છે કે હવે નેગેટિવ સ્કોર પણ ક્વોલિફાઈંગ ગણાય છે. એકેડમિક સ્ટાન્ડર્ડ્સમાં આ એક ગંભીર બાબત છે.”

In NEET-PG 2025, candidates with scores as low as –40 out of 800 are allowed to participate in PG counselling.

The merit cutoff has fallen so low that a negative score is now considered qualifying.

A serious crisis in academic standards. pic.twitter.com/aqojMqCFmz— Anshul Saxena (@AskAnshul) January 14, 2026

ડૉ. સુમેર સેઠી લખે છે કે, મેરિટની નેગેટિવ વેલ્યુ ન હોવી જોઈએ. NEET PG કટ ઑફ માઇનસ 40 હોય તો એ ‘રિલીફ’ નહીં ડાયલ્યુશન કહેવાય. સીટો ભરવા માટે માનકો સાથે છેડછાડ ન કરી શકાય. નેગેટિવ કટ ઑફ ‘ક્વોલિફાઇંગ’ અર્થહીન બની જાય છે.

Merit shouldn’t have negative value. NEET PG cut-off at -40 isn’t relief it’s dilution.

Seat filling ≠ standards. A negative cut-off makes “qualifying” meaningless.#NEETPG #MeritMatters pic.twitter.com/EB6jIHoTpt— Dr Sumer Sethi (@sumersethi) January 13, 2026

એક તરફ પ્રશાસનિક સ્તરે ખાલી જગ્યાઓ ભરવા માટે અને સરકારી સંસ્થાઓ અને હોસ્પિટલોમાં પૂરતા નિવાસી ડૉક્ટરો રહે. બીજી તરફ નેગેટિવ સ્કોર ધરાવતા ઉમેદવારોને પણ પાત્ર ગણવામાં આવ્યા હોવાથી લોકોમાંથી પણ પ્રશ્નો ઉઠે, ચર્ચા થાય એ સ્વાભાવિક છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં