Sunday, June 22, 2025
More
    હોમપેજદેશમાતા સીતા સાથે બિરાજમાન પ્રભુ શ્રીરામ, સેવામાં લક્ષ્મણજી અને હનુમાનજી…અયોધ્યાના મંદિરમાં સજાયો...

    માતા સીતા સાથે બિરાજમાન પ્રભુ શ્રીરામ, સેવામાં લક્ષ્મણજી અને હનુમાનજી…અયોધ્યાના મંદિરમાં સજાયો ભવ્ય રામ દરબાર, વિધિવત રીતે પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન

    આજના આ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ હવે અયોધ્યામાં રામ દરબાર પણ સજી ગયો છે. હવે પ્રભુના દર્શને આવતા સનાતનીઓ આ ભવ્ય દરબારના દર્શન પણ કરી શકશે. 

    - Advertisement -

    અયોધ્યાના રામ મંદિરમાં ભવ્ય-દિવ્ય રામ દરબારની સ્થાપના કરવામાં આવી છે. જેનાં પ્રથમ દ્રશ્યો સામે આવ્યાં છે. 

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મહંત યોગી આદિત્યનાથે પોતાના એક્સ અકાઉન્ટ પરથી આ રામ દરબારની તસવીર પોસ્ટ કરીને લખ્યું કે, “પ્રભુ શ્રીરામની પાવન જન્મભૂમિ શ્રી અયોધ્યા ધામમાં શ્રી રામજન્મભૂમિ મંદિરના પ્રથમ તળ પર શ્રી રામ દરબાર સહિત અષ્ટ દેવાલયોમાં દેવ વિગ્રહોના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં આજે પૂજ્ય સાધુ-સંતો અને ધર્માચાર્યોના પવન સાનિધ્યમાં સહભાગનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું.”

    આગળ તેમણે પ્રભુ શ્રીરામના ચરણોમાં પ્રાર્થના કરતાં લખ્યું કે, “રઘુકુળ નંદનની કૃપા સમગ્ર સંસાર પર બની રહે તેવી પ્રાર્થના કરીએ.”

    - Advertisement -

    તસવીરોમાં રામ મંદિરના પ્રથમ માળે બિરાજીત પ્રભુ શ્રીરામ તથા અન્ય દેવી-દેવતાઓ જોવા મળે છે. પ્રભુ રામ, માતા સીતા, લક્ષ્મણજી, હનુમાનજી અને અન્ય દેવતાઓના વિગ્રહ દૃશ્યમાન થાય છે. પ્રભુ રામ અને માતા સીતા સિંહાસન પર બિરાજમાન થયાં છે. તેમની જમણી તરફ લક્ષ્મણજી અને ડાબી તરફ હનુમાનજી નમસ્કારની મુદ્રામાં જોવા મળે છે. પાછળ આરસથી કોતરણી કરેલા પથ્થર સફેદ પ્રકાશથી ચકચકિત જોવા મળે છે. દેવતાઓની સ્થાપના જે પથ્થર પર કરવામાં આવી છે તેની ઉપર પણ નકશીકામ કરેલું જોવા મળે છે. 

    આજના આ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ હવે અયોધ્યામાં રામ દરબાર પણ સજી ગયો છે. હવે પ્રભુના દર્શને આવતા સનાતનીઓ આ ભવ્ય દરબારના દર્શન પણ કરી શકશે. 

    આ વિશેષ કાર્યક્રમ માટે મંદિર પરિસરને વિશેષ રીતે સજાવવામાં આવ્યું હતું. સવારે 6:30 વાગ્યાથી જ અનુષ્ઠાન શરૂ કરી દેવામાં આવ્યાં હતાં. જે આઠ મૂર્તિઓને શૈય્યાધિવાસ કરવાયો હતો, તેમને સવારે 6:45 આસપાસ ચેતન અવસ્થામાં લાવવામાં આવી. ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્નાન વગેરેની વિધિ પૂર્ણ કરવામાં આવી. ત્યારબાદ સાધુ-સંતોએ પૂજાવિધિ અને મંત્રોચ્ચાર સાથે તમામ વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠા કરી. આ પ્રસંગે યુપી સીએમ યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા. રામ દરબાર ઉપરાંત મંદિરમાં જુદા-જુદા સ્થાને કુલ 21 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. 

    ઉલ્લેખનીય છે કે રામ મંદિરના પ્રથમ તળનું નિર્માણકાર્ય તાજેતરમાં જ પૂર્ણ કરવામાં આવ્યું. ઉપરાંત સ્વર્ણમંડિત શિખરની સ્થાપના પણ ગત 2 જૂનના રોજ જ પૂર્ણ કરવામાં આવી હતી. 

    મંદિર નિર્માણનું કાર્ય હજુ ચાલુ રહેશે, ઉપરાંત પરિસર પણ વિકસાવવામાં આવી રહ્યું છે. 2025ના અંત સુધીમાં સંપૂર્ણ મંદિર પરિસર તૈયાર થઈ જશે તેવી ગણતરી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં