Sunday, June 15, 2025
More

    અયોધ્યા રામ મંદિરમાં રામ દરબારના શિખર પર સ્થાપિત થયો સુવર્ણ કળશ, પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ ચરમ પર: 3થી 5 જૂન દરમિયાન યોજાશે કાર્યક્રમ

    આયોધ્યા (Ayodhya) રામ મંદિરમાં (Ram Mandir) 3 જૂનના રોજ રામ દરબારની (Ram Darbar Pran Pratishtha) પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. આ ખાસ દિવસ માટે મંદિરને સજાવટથી સજ્જ કરવામાં આવ્યું છે, જેમાં શિખર પર સોનાથી મઢેલો ગુંબજ (Gold Plated Shikhara) એક મુખ્ય આકર્ષણ બની ગયો છે. આ કળશને મંદિરની ટોચ પર સ્થાપિત કરવામાં આવ્યો છે, જે મંદિરની ભવ્યતા અને દેવાલયની શોભા વધારી રહ્યો છે.

    રામ મંદિરની બીજી પ્રાણપ્રતિષ્ઠા એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે, જેમાં રામ દરબારની સ્થાપના થશે. આ કાર્યક્રમ માટે મંદિરના આખા પ્રાંગણને સજાવટથી સજ્જ કરવામાં આવ્યું છે. સોનાથી મઢેલ ચમકતો ગુંબજ દેશભરના ભક્તોને આકર્ષી રહ્યો છે.

    ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને 161 ફૂટ ઉંચા શિખર સુધી, અધિકારીઓએ તેની સ્થાપત્યમાં નવી ભવ્યતા ઉમેરી છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, આ પહેલ પાછળનો વિચાર 5 જૂને બીજા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલાં અયોધ્યા રામમંદિરમાં વધુ ચમક ઉમેરવાનો હતો.

    રામ મંદિરનો બીજો પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ સોમવારે કળશ યાત્રા સાથે શરૂ થયો હતો. જેમાં, મોટી સંખ્યામાં મહિલાઓ 108 કળશમાં પવિત્ર સરયુ નદીનું પાણી લઈને રામ જન્મભૂમિ પરિસરમાં પહોંચી હતી. જેનાથી કળશની પૂજા કરવામાં આવશે. રામમંદિર પરિસરમાં 14થી વધુ દેવતાઓની મૂર્તિઓનો અભિષેક કરવામાં આવશે.