Friday, September 20, 2024
More
    હોમપેજદેશજેલમાં જ રહેશે અયોધ્યા ગેંગરેપ કેસનો મુખ્ય આરોપી મોઇદ ખાન, પોક્સો કોર્ટે...

    જેલમાં જ રહેશે અયોધ્યા ગેંગરેપ કેસનો મુખ્ય આરોપી મોઇદ ખાન, પોક્સો કોર્ટે ફગાવી સપા નેતાની જામીન અરજી: 2 સંપત્તિઓ પર ફરી ચૂક્યાં છે બુલડોઝર

    પોલીસ પણ આ આખા કેસને લઈને સક્રિય નજરે પડી રહી છે. પીડિતાના ગર્ભવતી હોવાનું સામે આવ્યા બાદ નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે તરત જ તપાસ આદરી છે. બાળકી સરકારી દવાખાનામાં સારવાર હેઠળ હતી અને બાદમાં જ્યારે તેનું મેડિકલ ચેક-અપ કરાવવામાં આવ્યું, તે દરમિયાન પોલીસે તેના DNA સેમ્પલ મેળવી લીધાં હતાં.

    - Advertisement -

    તાજેતરમાં અયોધ્યા ખાતેથી એક ગેંગરેપનો કેસ આવ્યો હતો, જેમાં સમાજવાદી પાર્ટીનો નેતા અને ફૈઝાબાદથી સાંસદ અવધેશ પ્રસાદનો નજીકનો માણસ મોઇદ ખાન મુખ્ય આરોપી છે. ધરપકડ બાદ તેણે કોર્ટમાં અરજી કરીને જામીનની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે તે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, મોઇદ અને તેના માણસો આ કેસને લઈને લોકોને ધમકાવી રહ્યા છે તેવી ફરિયાદો થઈ છે અને આરોપી પોતાને ‘સેફ’ ગણતો હતો એટલે તેણે ગુનો આચર્યો છે.

    અયોધ્યા ગેંગરેપ કેસના મુખ્ય આરોપી સપા મોઇદ ખાનની જામીન અરજી ફગાવતાં પોક્સો જજે કહ્યું હતું કે, આરોપી પોતાને ‘સુરક્ષિત’ સમજી રહ્યો હતો અને એટલે જ તે સતત ગુનો આચરી રહ્યો હતો. કોર્ટે તેમ પણ કહ્યું કે મોઈદના સાથી રાશિદ વિરુદ્ધ આ કેસને લઈને લોકોને ડરાવવા-ધમકાવવાની ફરિયાદ પોલીસને મળી છે. આથી તેને જામીન ન આપી શકાય.

    આ મામલે મોઈદના વકીલે દલીલ કરી હતી કે તેને રાજકીય દ્વેષ રાખીને તેને ફસાવવામાં આવી રહ્યો છે. જોકે પીડિત પક્ષ દ્વારા મોઈદના ગુનાહિત ઈતિહાસને ઉજાગર કરતાં દલીલ આપી હતી કે આરોપી વિરુદ્ધ હત્યા તેમજ મારપીટ સહિતના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. પીડિત પક્ષના વકીલે દલીલ આપી હતી કે આમાં રાજકીય દ્વેષ જેવું કશું છે જ નહીં. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળીને અંતે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

    - Advertisement -

    પોલીસ કરી રહી છે DNA રિપોર્ટ જમા કરાવવાની તૈયારી

    બીજી તરફ પોલીસ પણ આ આખા કેસને લઈને સક્રિય નજરે પડી રહી છે. પીડિતાના ગર્ભવતી હોવાનું સામે આવ્યા બાદ નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે તરત જ તપાસ આદરી છે. બાળકી સરકારી દવાખાનામાં સારવાર હેઠળ હતી અને બાદમાં જ્યારે તેનું મેડિકલ ચેક-અપ કરાવવામાં આવ્યું, તે દરમિયાન પોલીસે તેના DNA સેમ્પલ મેળવી લીધાં હતાં. અહેવાલોમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ વહેલી તકે કોર્ટમાં DNA રિપોર્ટ જમા કરાવી શકે છે. આ કેસમાં DNA રિપોર્ટ સામે આવ્યા બાદ વધુ ઝડપથી કાર્યવાહી થાય તેવા અણસાર મળી રહ્યા છે.

    શું હતી આખી ઘટના?

    તાજેતરમાં ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક બાળકી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો હતો, જેમાં મુખ્ય આરોપી તરીકે સમાજવાદી પાર્ટીના નેતા અને ફૈઝાબાદના સાંસદ અવધેશ પ્રસાદના નજીકના માણસ અને સ્થાનિક નેતા મોઇદ ખાનનું નામ ખુલ્યું હતું. આરોપ છે કે અહીં સમાજવાદી પાર્ટીના નેતા મોઇદ ખાન અને તેની બેકરી પર કામ કરતા રાજુ ખાને મળીને 12 વર્ષીય સગીરાનો રેપ કર્યો હતો અને તેનો વિડીયો બનાવીને બંને બ્લેકમેલ કરતા હતા. આખરે 2 મહિના બાદ પીડિતા ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો અને પરિવારને જાણ થઈ. હિંદુ સંગઠનો પણ વચ્ચે પડ્યા બાદ બંને આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો અને ધરપકડ કરી લેવાઈ હતી.

    કેસમાં મુખ્ય આરોપી મોઇદ ખાન ફૈજાબાદના સમાજવાદી પાર્ટી સાંસદ અવધેશ પ્રસાદનો નજીકનો માણસ માનવામાં આવી રહ્યો છે. તેના સાંસદ સાથેના અનેક ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે. બીજી તરફ ઘટના સામે આવ્યા બાદ તમામ આરોપીઓ વિરુદ્ધ બુલડોઝર એક્શન લેવામાં આવ્યું હતું. મોઇદની ગેરકાયદેસર સંપત્તિ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં તંત્રે મોઇદ ખાનની માલિકીની એક બેકરી ધ્વસ્ત કરી દીધી હતી. તેના થોડા જ સમય બાદ તેની જ માલિકીના એક કોમ્પ્લેક્સ પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આરોપીએ સરકારી જમીન પર દબાણ કરીને બાંધકામ કર્યું હતું. જે તંત્રના ધ્યાને આવ્યા બાદ હટાવી દેવામાં આવ્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં