Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઘાતક હથિયારો લઈને જઈ રહ્યો હતો પરવેઝ આલમ, મહારાષ્ટ્ર પોલીસના હાથે ઝડપાયો:...

    ઘાતક હથિયારો લઈને જઈ રહ્યો હતો પરવેઝ આલમ, મહારાષ્ટ્ર પોલીસના હાથે ઝડપાયો: ચાકુ, તલવાર સહિતનાં 31 હથિયારો જપ્ત કરાયાં

    બસમાં જીવલેણ હથિયારો સાથે ઝડપાયેલો પરવેઝ આલમ બસમાં હથિયાર લઈને માલેગાંવ જઇ રહ્યો હતો, પરંતુ તે ગંતવ્ય સ્થાને પહોચે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

    - Advertisement -

    મંગળવારે (10 જાન્યુઆરી) મહારાષ્ટ્રની પવારવાડી પોલીસે રાજસ્થાનના અજમેરથી માલેગાંવ જઇ રહેલા એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેની પાસે 10 ચાકુ અને 8 તલવાર સહિત કુલ 31 હથિયાર હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, બસમાં જીવલેણ હથિયારો સાથે ઝડપાયેલા આરોપીની ઓળખ પરવેઝ આલમ તરીકે થઈ છે.

    અહેવાલો અનુસાર બસમાં જીવલેણ હથિયારો સાથે ઝડપાયેલો પરવેઝ આલમ બસમાં હથિયાર લઈને માલેગાંવ જઇ રહ્યો હતો, પરંતુ તે ગંતવ્ય સ્થાને પહોચે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, 10 ચાકુ અને 8 તલવાર અનેક ગુપ્તીઓ સહિતના મળી આવેલા હથિયારોની કુલ કિંમત ₹17,400 આંકવામાં આવી રહી છે.

    આ મામલે વાત કરતાં આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એએસપી) અનિકેત ભારતીએ માહિતી આપી હતી કે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહારાષ્ટ્રના સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ વિસ્તારો જેવા કે નાંદેડ, ઔરંગાબાદ અને જલગાંવમાંથી છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો છે. આ હથિયારોનો ઉપયોગ કરી કટ્ટરપંથી તત્વો અરાજકતા અને ડર ફેલાવવા માંગે છે.

    - Advertisement -

    રાયગઢ પાસેથી એકે-47 અને વિસ્ફોટકો ભરેલી બોટ મળી હતી

    ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગષ્ટ નહીનામાં મહારાષ્ટ્રના રાયગઢ પાસેથી એકે-47 અને વિસ્ફોટકો ભરેલી બોટ મળી આવતાં હાઈ-એલર્ટ જાહેર કરાયું હતું. હથિયારો અને વિસ્ફોટકો હારેલી બોટ મળ્યા બાદ મુંબઈ પોલીસ સતર્ક થઇ ગઈ હતી, તેમજ એટીએસની પણ એક ટીમ તપાસ માટે રવાના કરવામાં આવી હતી. આ બોટ હરિહરેશ્વર બીચ પરથી મળી આવી હતી. ઉપરાંત, ભરદખોલમાંથી એક લાઈફ બોટ મળી આવી હતી. બોટ મળી આવ્યા બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઉપરાંત મેરીટાઈમ બોર્ડ અને કોસ્ટ ગાર્ડને પણ જાણ કરવામાં આવી હતી.

    આ મામલે તપાસ બાદ ખુલાસો થયો હતો કે આ હોડી ઓસ્ટ્રેલિયન નાગરિકની હતી. તે મસ્ક્ત થઈને યુરોપ જઈ રહી હતી. દરમ્યાન, ગત વર્ષે 26 જૂનના રોજ બપોરઆ સમયે મધદરિયે બોટનું એન્જીન ખરાબ થઇ ગયું હતું. જોકે એક કોરિયન હોડીની મદદથી લોકોને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ બોટ છૂટી ગઈ હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં