Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ચોર-ચોર' : મદીનામાં પાકિસ્તાની પ્રધાનમંત્રીની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળને જોઈને લોકોએ નારા લગાવ્યા

    ‘ચોર-ચોર’ : મદીનામાં પાકિસ્તાની પ્રધાનમંત્રીની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળને જોઈને લોકોએ નારા લગાવ્યા

    પાકિસ્તાનના વડાપ્રધાન પોતાની પ્રથમ આધિકારિક મુલાકાતે સાઉદી અરેબિયા ગયા છે ત્યાં મદીનામાં કેટલાક લોકોએ તેમને ચોર ચોર કહેતા સુત્રોચ્ચાર કર્યા હતા.

    - Advertisement -

    પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફની આગેવાની હેઠળનું પ્રતિનિધિમંડળ, જે ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે સાઉદી અરેબિયામાં છે, જ્યારે તેઓ મદીનામાં મસ્જિદ-એ-નબવીમાં પ્રવેશ્યા ત્યારે તેમનું “અદ્ભુત સ્વાગત” કરવામાં આવ્યું હતું. લોકોએ ‘ચોર-ચોર’ નારા લગાવ્યા એ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, ઘટના બાદ પોલીસે પવિત્રતાનું ઉલ્લંઘન કરવા બદલ સૂત્રોચ્ચાર કરનારા લોકોની ધરપકડ કરી હતી. એક વીડિયોમાં માહિતી મંત્રી મરિયમ ઔરંગઝેબ અને નેશનલ એસેમ્બલીના સભ્ય શાહઝૈન બુગતી અન્ય લોકો સાથે જોવા મળ્યા હતા.

    પાકિસ્તાની અખબાર અનુસાર, ઔરંગઝેબે લોકોએ ‘ચોર-ચોર’ નારા લગાવ્યા એ પાછળ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને જવાબદાર ઠેરવ્યા છે.

    - Advertisement -

    “હું આ પવિત્ર ભૂમિ પર આ વ્યક્તિનું નામ નહીં આપું કારણ કે હું આ જમીનનો ઉપયોગ રાજકારણ માટે કરવા માંગતો નથી. પરંતુ તેઓએ [પાકિસ્તાની] સમાજને નુકસાન પહોંચાડ્યું છે,” એક્સપ્રેસ ટ્રિબ્યુને ઔરંગઝેબને ટાંકીને જણાવ્યું હતું.

    પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ સાઉદી અરેબિયાની તેમની પ્રથમ ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે છે ત્યારે જ આ આ ઘટના બની છે. ડઝનબંધ અધિકારીઓ અને રાજકીય નેતાઓ પાકિસ્તાનના વડાપ્રધાનની આ મુલાકાતમાં તેમની સાથે છે.

    ટ્વિટર પર આ વીડિયો શેર કરીને, એક યુઝરે લખ્યું, “ગૌરવિત પાકિસ્તાનીઓ, સાઉદી અરેબિયામાં આપણાં પીએમ અને તેમની પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM) ગેંગનું કેવું અદ્ભુત સ્વાગત થયું તે જોઈને કૃપા કરીને ખુશ થાઓ.”

    અન્ય એક ટ્વિટર યુઝર મુહમ્મદ ઈબ્રાહિમ કાઝીએ કહ્યું કે સાઉદી અરેબિયાના નાગરિકો પદભ્રષ્ટ PM ઈમરાન ખાનને બોલાવી રહ્યા છે. “સાઉદી અરેબિયાના નાગરિકો હાંકી કાઢવામાં આવેલા PM ઈમરાન ખાનને મદીનામાં પ્રોફેટની મસ્જિદમાં નૈતિક અશ્લીલતાની નિકાસ કરવા માટે બોલાવે છે. તેઓ સાઉદીના કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ પાકિસ્તાનીઓની પણ નિંદા કરી રહ્યા છે.” કાઝીએ લખ્યું હતું.

    પાક PM સાઉદી અરેબિયા પાસે $3.2 બિલિયનની માંગ કરશે

    ઉલ્લેખનીય છે કે, 11 એપ્રિલે શરીફે પાકિસ્તાનના 23માં વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ મુલાકાત દરમિયાન શરીફ સાઉદી અરેબિયા પાસેથી $3.2 બિલિયનના વધારાના પેકેજની માંગ કરશે. પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં વધુ ઘટાડો અટકાવવા માટે તે આ વિનંતી કરશે.

    સાઉદી અરેબિયાએ ઈમરાન ખાનના કાર્યકાળ દરમિયાન 3 બિલિયન ડૉલરની ડિપોઝિટ પર અને USD 1.2 બિલિયનની વિલંબિત ચુકવણી પર પહેલેથી જ દેવામાં ડૂબેલા દેશને તેલની સુવિધા આપી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં