અફઘાનિસ્તાનના પક્તિકા (Paktika) પ્રાંતના બર્મલ (Barmal) જિલ્લા પર શ્રેણીબદ્ધ પાકિસ્તાની હવાઈ હુમલામાં (Pakistani airstrikes) મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકોના મોત (15 killed) થયા છે. તાજી જાણકારી મુજબ આ સંખ્યામાં વધારો થવાની ધારણા છે. 24 ડિસેમ્બરની રાત્રે થયેલા હુમલામાં લામન સહિત સાત ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યાં એક પરિવારના પાંચ સભ્યો માર્યા ગયા હતા.
સ્થાનિક સૂત્રોએ દાવો કર્યો છે કે પાકિસ્તાની જેટ બોમ્બ ધડાકા માટે જવાબદાર હતા. અહેવાલો સૂચવે છે કે બરમાલના મુર્ગ બજાર ગામનો નાશ કરવામાં આવ્યો હતો. હાલમાં અફઘાનિસ્તાની સ્થિતિ માનવીય ધોરણો મુજબ સારી છે નહીં, તેમ પણ આ હુમલા ત્યાં સંકટ વધારી શકે છે.
સ્થાનિક ખામા પ્રેસે અહેવાલ આપ્યો હતો કે, “હવાઈ હુમલાને કારણે મોટી જાનહાનિ થઈ છે અને વ્યાપક વિનાશ થયો છે, જેના કારણે આ પ્રદેશમાં તણાવ વધ્યો છે. હાલ અહીં રાહતકાર્ય ચાલી રહ્યા છે. વિગતોની પુષ્ટિ કરવા અને હુમલાની જવાબદારી સ્પષ્ટ કરવા માટે વધુ તપાસ જરૂરી છે.”
તાલિબાને આપી બદલો લેવાની ધમકી
તાલિબાનના (Taliban) સંરક્ષણ મંત્રાલયે પક્તિકાના બર્મલ પર હવાઈ હુમલા બાદ બદલો લેવાની પ્રતિજ્ઞા (vowed to retaliate) લીધી છે. મંત્રાલયે જણાવ્યું કે તેમની જમીન અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવું એ તેમનો કાયદેસરનો અધિકાર છે, અને હુમલાની નિંદા કરી, અને દાવો કર્યો કે પાકિસ્તાન દ્વારા ‘વઝીરિસ્તાની શરણાર્થીઓ’ને (Waziristani refugees) નિશાન બનાવવામાં આવ્યા છે.
બીજી બાજુ પાકિસ્તાની અધિકારીઓએ હવાઈ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. સૈન્યની નજીકના સુરક્ષા સૂત્રોએ સૂચવ્યું હતું કે આ હુમલો સરહદની નજીકના તાલિબાનના છુપાયેલા ઠેકાણાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની આતંકવાદીઓની હાજરીને લઈને ઘણા સમયથી બંને ઇસ્લામિક દેશો વચ્ચે તણાવ છે, જે બાદ આ હુમલાની ઘટના સામે આવી છે.