Tuesday, September 17, 2024
More
    હોમપેજક્રાઈમવિરોધના બહાને છતરપુર બાદ દહેરાદૂન અને પુણેને બાનમાં લેતી મુસ્લિમ ભીડ: લાગ્યા...

    વિરોધના બહાને છતરપુર બાદ દહેરાદૂન અને પુણેને બાનમાં લેતી મુસ્લિમ ભીડ: લાગ્યા ‘સર તન સે જુદા’ના નારા, 300 વિરુદ્ધ નોંધાયો ગુનો

    પુણેમાં વિરોધ દરમિયાન જ ભીડમાં ‘સર તન સે જુદા’ અને ‘ટીપુ સુલતાન ઝિંદાબાદ’ના નારા લાગવા લાગ્યા હતા. આ બાદ અશાંતિ ફેલાવા મામલે પોલીસે 300થી વધુ લોકો સામે કેસ નોંધાયો હતો.

    - Advertisement -

    ઇસ્લામના પયગંબર મુહમ્મદ પર ટિપ્પણી કરવાના વિરોધમાં મુસ્લિમ સમાજના લોકો 25 ઓગસ્ટે દહેરાદૂનમાં (Dehradun) અને પુણે (Pune) ખાતે એકઠા થયા હતા. મુસ્લિમ સંગઠનોએ હજારો મુસ્લિમોની ભીડ એકઠી કરી હતી, અને વિરોધ નોંધાવ્યો હતો. આ અગાઉ પણ છતરપુરમાં (Chhatarpur) આ જ મામલે વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા મુસ્લિમ ટોળાએ કોટવાલી પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો હતો.

    રામગિરિ મહારાજની (Ramgiri Maharaj) પયગંબર મુહમ્મદ પરની ટિપ્પણીનો વિરોધ કરવા મુસ્લિમ સેવા સંગઠન, જમીયત ઉલેમા-એ-હિંદ સંગઠનો દ્વારા દહેરાદૂનમાં પરેડ ગ્રાઉંડ ખાતે હજારોની સંખ્યામાં મુસ્લિમોની ભીડ ભેગી કરાઈ હતી. આ દરમિયાન ઉલમા અને આયોજકોએ ધર્મ અથવા ધર્મગુરુની વિરોધમાં અભદ્ર ટિપ્પણી કરવા બદલ કડક કાયદો બનાવવાની માંગ મૂકી હતી. 3 માહિનામાં આ માંગ પૂરી કરવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. જો 3 માહિનામાં માંગ ન પૂરી થાય તો દિલ્હી કુચ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

    દહેરાદૂનમાં પ્રદર્શન

    આ સભાની અધ્યક્ષતા શહેરના કાજી મૌલાના મોહમ્મદ અહમદ કાસીમે કરી હતી. ઉપરાંત સંરક્ષક આસિફ હુસૈન, મહામંત્રી સદ્દામ કુરેશી, ઉપાધ્યક્ષ આકીબ કુરેશી, મૌલાના અબ્દુલ મન્નાન, સૈયદ અશરફ હુસૈન કાદરી, મુફ્તી હુજૈફા, મુફ્તી તાહિર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

    - Advertisement -

    આ દરમિયાન સંગઠનના પદાધિકારીએ ભાષણ આપતા કહ્યું હતું કે, “મહારાષ્ટ્રના રામગિરિ મહારાજે ખુદાના રસૂલ પર અભદ્ર ટિપ્પણી કરી હતી. જેના કારણે મુસ્લિમ સમાજમાં આક્રોશ છે. નબીની શાનમાં ગુસ્તાખી સહન કરવામાં નહીં આવે. મુસ્લિમો પોતાનો જીવ આપી દેશે પરંતુ નબીનું અપમાન સહન કરશે નહીં.” વધુમાં તેમણે કહ્યું હતું કે, “મુસ્લિમ સમાજ વિરોધ કરી રહ્યો છે, છતાં મહારાષ્ટ્ર સરકારે રામગિરિ મહારાજ પર કોઈ કાર્યવાહી કરી નથી. જેનાથી ધ્યાને પડે છે કે સરકાર પરોક્ષ રીતે આવા લોકોની મદદ કરી રહી છે.”

    પુણેમાં પ્રદર્શનના બહાને ‘સર તન સે જુદા’ના નારા

    25 ઓગસ્ટે જ પુણેની કલેક્ટર ઓફિસની સામે પણ આવું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સર્વધર્મ સમભાવ મહામોરચાના નામે કલેક્ટર કચેરી સામે મુસ્લિમોની ભીડ ભેગી થઈ હતી. વિરોધ દરમિયાન જ ભીડમાં ‘સર તન સે જુદા’ અને ‘ટીપુ સુલતાન ઝિંદાબાદ’ના નારા લાગવા લાગ્યા હતા. આ બાદ અશાંતિ ફેલાવા મામલે પોલીસે 300થી વધુ લોકો સામે કેસ નોંધાયો હતો. ભારતીય ન્યાય સંહિતાની કલમ 189 (2), 190, 196, અને 223 તથા મહારાષ્ટ્ર પોલીસ એક્ટની કલમ 135 અને 37 (1) અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો.

    છતરપુરમાં વિરોધના નામે કર્યો હતો પથ્થરમારો

    તાજેતરમાં જ આ જ મામલે ટિપ્પણીનો વિરોધ કરવા મુસ્લિમોનું ટોળું છતરપુર ખાતે કોટવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. ત્યાં વિરોધ પ્રદર્શનના નામે પોલીસ સ્ટેશન અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરી દીધો હતો. જેમાં 3 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. આ બાદ પોલીસ કાર્યવાહીમાં 36 લોકોની ધરપકડ થઈ હતી. તથા મુખ્ય આરોપી હાજી શહઝાદ અલીના મહેલ જેવડા મકાન પર સરકારે બુલડોઝર કાર્યવાહી પણ કરી હતી. હાજી શહઝાદ અલી સહિતના આરોપીઓ પર પોલીસે ઈનામ પણ જાહેર કર્યું હતું. ત્યારે હાજી શહઝાદ અલીની ધરપકડ કરવામાં આવી છે.   

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં