Thursday, May 2, 2024
More
    હોમપેજક્રાઈમભુજમાં સમીર પઠાણે સગીરાને ઈન્સ્ટાગ્રામથી ફસાવીને દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ બાદ ધરપકડ: પીડીતાને...

    ભુજમાં સમીર પઠાણે સગીરાને ઈન્સ્ટાગ્રામથી ફસાવીને દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ બાદ ધરપકડ: પીડીતાને સ્કૂલ બૅંક કરાવીને ફરવા લઇ ગયો હતો આરોપી, પોલીસ ચેકિંગમાં ઘટસ્ફોટ

    રિપોર્ટમાં એવું પણ કહેવાય રહ્યું છે કે, અમદાવાદના સમીર પઠાણે સગીરા સાથે મિત્રતા કેળવ્યા પછી સગીરાને તાવીજ અને હાથ-પગમાં દોરા પહેરાવ્યા હતા. જે બાદ વાલીઓને જાણ થતાં તેમણે તે બધા દોરાધાગા કાઢી નાખ્યા હતા.

    - Advertisement -

    એક 16 વર્ષની સગીરા સાથે સમીર પઠાણ નામના શખ્સે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ભુજ પોલીસના ચોપડે નોંધાઈ છે. આરોપ છે કે ઈન્સ્ટાગ્રામથી પઠાણે 11મા ધોરણમાં ભણતી 17 વર્ષની સગીરાને ફસાવી હતી અને ત્યારબાદ તેનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. FIR દાખલ થયા બાદ પોલીસે મૂળ અમદાવાદના અને હાલ ભુજમાં રહેતા સમીર પઠાણની ધરપકડ કરી હતી. કાયદાકીય કાર્યવાહી બાદ સમીર પઠાણને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને જેલહવાલે કરવાનો હુકમ આપ્યો છે. આ સમગ્ર ભાંડો ભુજ પોલીસના ચેકિંગ દરમિયાન ફૂટ્યો હતો.

    અહેવાલો અનુસાર, આરોપી સમીર પઠાણ અમદાવાદનો રહેવાસી છે અને ભુજમાં તેના નાનાનું ઘર છે. તેની અમ્મી અને અબ્બુ વચ્ચે ખટરાગ પેદા થતાં તેની અમ્મી સાથે તે ભુજમાં આવ્યો હતો. અહીં તે એક જગ્યાએ દાબેલીવાળાને ત્યાં નોકરી પણ કરતો હતો. આ દરમિયાન તેણે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી 11મા ધોરણમાં ભણતી એક 16 વર્ષની સગીરાને ફસાવી હતી. તેની સાથે પહેલાં મિત્રતા કેળવી અને ત્યારબાદ મીઠી વાતો કરીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ તે સગીરાને લલચાવી-ફોસલાવી સ્કૂલ બંક કરવા માટેનું કહેતો અને તેને એક્ટિવા પર બેસાડીને ભુજની બહાર લઈને જતો. આરોપ છે કે અહીં તેણે અનેકવાર સગીરા સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું.

    ટ્રાફિક પોલીસે ફોડ્યો ભાંડો

    ધોરણ 11મા અભ્યાસ કરતી 16 વર્ષની કિશોરીને ઈન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવીને બળાત્કાર ગુજાર્યાની ઘટનાનો ઘટસ્ફોટ ભુજ બી. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક પોલીસે કર્યો હતો. શુક્રવારે (22 ફેબ્રુઆરી) બપોરના સમયે ભુજ ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રકાશ ગોસ્વામી અને તેમની ટીમ રિલાયન્સ સર્કલ પાસે વાહનોનું ચેકિંગ કરી રહી હતી. તે સમયે એક નંબરપ્લેટ વગરની એક્ટિવા પર સગીરા સાથે સમીર પઠાણ નીકળતાં પોલીસે તેને અટકાવી પૂછપરછ હાથ ધરી હતી.

    - Advertisement -

    એક્ટિવા ચાલક અને સગીરાનાં નામ અને ઉંમર પૂછતાં પોલીસને શંકા ગઈ હતી. જે બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે, ધોરણ-11મા અભ્યાસ કરતી સગીરાને સમીર હમીદખાન પઠાણ સ્કૂલ બંક કરાવીને પોતાની એક્ટિવા પર ભુજની બહાર ટપકેશ્વરીના જંગલોમાં ફરવા લઈ જતો હતો. રિપોર્ટ્સ અનુસાર, વધુ પૂછપરછમાં પોલીસને જાણ થઈ હતી કે, સમીર પઠાણે સગીરા સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. તેથી તેમણે સગીરાના પિતાને ત્યાં બોલાવ્યા હતા. પિતાને સમગ્ર ઘટનાની વાત કહેતા પિતા પણ ચોંકી ઉઠ્યા હતા. સગીરા સાથે વાત કરીને તેના પિતાએ તેને પોલીસ ફરિયાદ માટે સમજાવી હતી.

    જે બાદ પરિવાર તેને લઈને ભુજ બી. ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. PI અને સ્ટાફને આખો ઘટનાક્રમ જણાવતાં તરત જ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ IPCની કલમ 363, 366, 376(2)(N), તથા પોક્સો (POCSO) એક્ટ કલમ 3(A), 4, 5(L) અને 6 હેઠળ ગુનો નોંધ્યો હતો.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર, સમીર પઠાણે 16 વર્ષ 4 મહિનાની સગીરાને દોઢ વર્ષ પહેલાં ફસાવી હતી. તેની અમ્મી ભુજમાં રહેતી હોવાથી તે વારંવાર ભુજ આવતો રહેતો હતો અને છેલ્લા ઘણા સમયથી ભુજમાં જ રહેવા લાગ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, સગીરાને છેલ્લા પાંચેક મહિનાથી સમીર પઠાણ સ્કૂલ બંક કરાવીને ભુજથી દૂરના સ્થળે લઈ જઈને શારીરિક સંબંધો બાંધતો હતો. 10 ધોરણ સુધી ભણેલા સમીરના અબ્બુ અમદાવાદમાં રહે છે અને ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરે છે. પોલીસે આરોપી સમીર પઠાણને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ આપ્યો છે.

    રિપોર્ટમાં એવું પણ કહેવાય રહ્યું છે કે, અમદાવાદના સમીર પઠાણે સગીરા સાથે મિત્રતા કેળવ્યા પછી સગીરાને તાવીજ અને હાથ-પગમાં દોરા પહેરાવ્યા હતા. જે બાદ વાલીઓને જાણ થતાં તેમણે તે બધા દોરાધાગા કાઢી નાખ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં