Thursday, April 25, 2024
More
  હોમપેજદેશ'મહિલાઓ અને બાળકોને બચાવવા નિઃશસ્ત્ર લડ્યા અભિષેક ચૌહાણ': ભાવુક મહિલાઓએ માંગ્યો બલિદાનીનો...

  ‘મહિલાઓ અને બાળકોને બચાવવા નિઃશસ્ત્ર લડ્યા અભિષેક ચૌહાણ’: ભાવુક મહિલાઓએ માંગ્યો બલિદાનીનો દરજ્જો, મામાએ કહ્યું- હવે બહેનને શું જવાબ આપીશ

  એક મહિલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે "બસમાં બધા બાળકો અને મહિલાઓ જ હતા. તેમણે (અભિષેક રાજપૂત) બહાદુરીથી પ્રતિકાર કર્યો. અમારો દીકરો બલિદાન થઈ ગયો. અમને ગર્વ છે કે તે અમારા પાણીપતનો દીકરો હતો." આ દરમિયાન લોકોએ અભિષેક માટે બલિદાનીનો દરજ્જો આપવાની પણ માંગ કરી હતી.

  - Advertisement -

  હરિયાણાના નૂંહ જિલ્લામાં ગત 31 જુલાઈ 2023 (સોમવાર)ના રોજ જળાભિષેક યાત્રા દરમિયાન મુસ્લિમ ભીડે હિંદુ શ્રદ્ધાળુઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. નૂંહ હિંસામાં પાણીપતથી આવેલા બજરંગ દળના પ્રખંડ સંયોજક અભિષેક ચૌહાણ ઉર્ફે અભિષેક રાજપૂત હત્યા કરી દેવામાં આવી હતી. હુમલાખોર ટોળાએ અભિષેકને પહેલા ગોળી મારી અને ત્યાર બાદ તેમનું ગળું કાપી માથું પત્થરથી છુંદી નાંખ્યું. આ ઘટનામાં અભિષેકના કાકાના દીકરા પ્રત્યદર્શી છે.

  માત્ર 22 વર્ષના મૃતક અભિષેકના કાકાના દીકરા મહેશે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે જેવા તેઓ પોતાના ભાઈ સાથે શિવ મંદિરની બહાર નીકળ્યા કે તરત જ તેમણે હુમલાખોર ટોળાને પોતાની તરફ ધસી આવતું જોયું. આ ટોળા પાસે તલવારો, બંદુકો અને પત્થર હતા. હજુ કોઈ કશું સમજે તે પહેલા જ ટોળાએ લોકોને મારવાનું શરુ કરી દીધું અને વાહનોમાં આગ લગાવી દીધી.

  આ દરમિયાન હુમલાખોરોએ ફાયરીંગ કરતા અભિષેકને ગોળી વાગી ગઈ હતી. ગોળી વાગતાની સાથે જ અભિષેક જમીન પર ફસડાઈ પડ્યા હતા. મહેશે પોતાના ભાઈની મદદ માટે લોકોને બોલાવ્યાં પણ આજુબાજુમાં કોઈ જ ન હતું. 25 વર્ષના મહેશે આગળ જણાવ્યું કે તેઓ પોતાના ઘાયલ ભાઈ અભિષેકને કોઈ સુરક્ષિત સ્થળે લઇ જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

  - Advertisement -

  તેમણે જણાવ્યું કે, “એટલામાં જ ટોળામાંથી એકે આવીને અભિષેકના ગળા પર તલવાર મારી દીધી અને ભાગી ગયો. જે બાદ મારે પણ ત્યાંથી ભાગવું પડ્યું. લગભગ એક કલાક બાદ એક પોલીસ કર્મચારી આવ્યા અને અભિષેકને દવાખાને લઇ જવામાં આવ્યા પણ ત્યાં સુધીમાં તેમનુ મૃત્યુ થઇ ગયું હતું.”

  મહિલાઓ બાળકોને બચાવવામાં બલિદાન થયા અભિષેક

  પાણીપતની એક મહિલાએ મીડિયા સાથે વાત કરતા પોતાને હિંસાની પીડિતા જણાવી હતી. મહિલાએ જણાવ્યું કે, “તેમણે (મુસ્લિમ ભીડે) અમારી બસ પર પત્થરમારો કર્યો હતો. અમારા બાળકો અમને બચાવવા નીચે ઉતર્યા હતા. નિઃશસ્ત્ર હોવા છતાં તેમણે અમને બચાવવાનો પૂરો પ્રયત્ન કર્યો. તેમના હાથમાં હથિયાર નહોતા છતાં તેઓ ડર્યા નહીં.”

  મહિલાએ જણાવ્યું કે, “બસમાં બધા બાળકો અને મહિલાઓ જ હતા. તેમણે (અભિષેક રાજપૂત) બહાદુરીથી પ્રતિકાર કર્યો. અમારો દીકરો બલિદાન થઈ ગયો. અમને ગર્વ છે કે તે અમારા પાણીપતનો દીકરો હતો.” આ દરમિયાન લોકોએ અભિષેક માટે બલિદાનીનો દરજ્જો આપવાની પણ માંગ કરી હતી.

  ઘરનો એકમાત્ર કમાઉ દીકરો હતો અભિષેક

  નૂંહ હિંસામાં મૃત્યુ પામેલા અભિષેક ચૌહાણ વિશે તેમના મામા રાજેન્દ્ર ચૌહાણનું કહેવું છે કે, “અભિષેક તેના પરિવારમાં એક માત્ર કમાઉ દીકરો હતો. તેની કમાણી પર જ ઘર ચાલતું હતું.” તેમણે જણાવ્યું કે હવે તેમની બહેનનું ઘર કેવી રીતે ચાલશે તે નથી ખબર. અભિષેકના મામાએ તેમ પણ જણાવ્યું કે મૃતકે 12માં ધોરણમાં ભણતા ભણતા જ ઘર ચલાવવા માટે કારમિકેનિકનું કામ શરૂ કરી દીધું હતું.

  આ આખા મામલે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી સાથે અભિષેક રાજપૂતના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવા સાથે જ પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની માંગ કરવામાં આવી છે. જોકે પ્રશાસન દ્વારા પોતાના સ્તરે કોઈ પણ આશ્વાસન વળતર કે નોકરી આપવાની ના પાડી છે.

  તો બીજી તરફ ઑપઇન્ડિયા સાથે વાતચીતમાં પાણીપતના બજરંગ દળ સંયોજક બોબીએ જણાવ્યું હતું કે અભિષેક રાજપૂતના અંતિમ સંસ્કાર થઇ ચુક્યા છે. તેમની અંતિમ યાત્રમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા અને આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી. નૂંહ હિંસામાં અભિષેક ચૌહાણ ઉર્ફે અભિષેક રાજપૂતની હત્યા મામલે 13 લોકોના નામ સામે આવ્યા છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં