Wednesday, June 18, 2025
More
    હોમપેજદેશ‘ધ વાયર’ના પત્રકાર ઉમર રશીદ પર લાગેલા આરોપોનું માનવાધિકાર આયોગે લીધું સંજ્ઞાન,...

    ‘ધ વાયર’ના પત્રકાર ઉમર રશીદ પર લાગેલા આરોપોનું માનવાધિકાર આયોગે લીધું સંજ્ઞાન, પોર્ટલ પાસે માગ્યા જવાબ: હિંદુ મહિલાએ લગાવ્યા હતા રેપ-પ્રતાડનાના આરોપ 

    23 મેનો એક પત્ર સામે આવ્યો છે, જે વાસ્તવમાં માનવાધિકાર સંરક્ષણ અધિનિયમની કલમ 12 હેઠળ દિલ્હી પોલીસને મોકલવામાં આવેલી એક નોટિસ છે, જેમાં કમિશને પોલીસને 5 જૂન 2025 સુધીમાં એક એક્શન ટેકન રિપોર્ટ દાખલ કરીને આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી તે જણાવવા માટે નિર્દેશ આપ્યા છે.

    - Advertisement -

    લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડા પોર્ટલ ‘ધ વાયર’ (The Wire) સંલગ્ન પત્રકાર ઉમર રશીદ પર એક મહિલાએ રેપ, શારીરિક-માનસિક પ્રતાડના અને બીફ ખાવા માટે દબાણ કરવાના ગંભીર આરોપો લગાવ્યા બાદ માનવાધિકાર આયોગે મામલાનું સંજ્ઞાન લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. 

    23 મેનો એક પત્ર સામે આવ્યો છે, જે વાસ્તવમાં માનવાધિકાર સંરક્ષણ અધિનિયમની કલમ 12 હેઠળ દિલ્હી પોલીસને મોકલવામાં આવેલી એક નોટિસ છે, જેમાં કમિશને પોલીસને 5 જૂન 2025 સુધીમાં એક એક્શન ટેકન રિપોર્ટ દાખલ કરીને આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી તે જણાવવા માટે નિર્દેશ આપ્યા છે. નોટિસમાં કમિશને આરોપોને ‘ગંભીર’ અને ‘અત્યંત ચિંતાજનક’ ગણાવ્યા છે. 

    NHRC સમક્ષ ફરિયાદ દાખલ કરનારે ‘ધ વાયર’ની એડિટોરિયલ ઇકોસિસ્ટમ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે તેમને પોર્ટલ દ્વારા ચલાવવામાં આવી રહેલી ‘આંતરિક તપાસ’ પર વિશ્વાસ નથી અને તેમાં પારદર્શિતાનો પણ અભાવ જોવા મળી શકે છે, જેનાથી આરોપીને સંરક્ષણ મળી શકે. એવો પણ આરોપ લગાવવામાં આવ્યો કે સંસ્થાની છબી ખરડાતી બચાવવાના પણ પ્રયાસ કરવામાં આવી શકે. 

    - Advertisement -

    આ મામલે કમિશને ‘ધ વાયર’ને પણ અમુક પ્રશ્નો પૂછ્યા છે અને તેની વિગતો માંગી છે. 

    કમિશને પૂછ્યું છે કે આરોપો સામે આવ્યા બાદ શું પોર્ટલે આરોપી વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે કેમ? જો ફેર્યાદ થઈ હોય તો તે કઈ તારીખે કરવામાં આવી, કયા પોલીસ મથકે નોંધાવવામાં આવી, તેની જાણકારી આપવામાં આવે. જો ફરિયાદ થઈ હોય તો પ્રશાસને શું પગલાં લીધાં તેની જાણકારી આપવામાં આવે. પીડિતાએ પોતાની આપવીતીમાં જે-જે ગંભીર વિગતો જણાવી હતી તેની જાણ શું પોલીસ કે તંત્રને કરવામાં આવી હતી? 

    આયોગે પ્રશ્ન કર્યો છે કે શું પોર્ટલ મેનેજમેન્ટ દ્વારા સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઑફ વિમેન એટ વર્કપ્લેસ એક્ટ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે? જો હા, તો તેની વર્તમાન સ્થિતિ શું છે? આ મામલે તપાસ કરવા માટે બનાવવામાં આવેલી સમિતિના સભ્યો કોણ છે? શું તેમના દ્વારા પીડિતાનો સંપર્ક કરવામાં આવ્યો?– આ બધા પ્રશ્નો કરવામાં આવ્યા છે. 

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર એક મહિલાએ ઓળખ ગુપ્ત રાખીને ‘ધ વાયર’ના પત્રકાર ઉમર રશીદ પર યૌન શોષણ, શારીરિક-માનસિક પ્રતાડનાના આરોપ લગાવ્યા હતા. મહિલાની ફરિયાદ છે કે તેને હદ બહાર હેરાન કરવામાં આવી અને બીફ ખાવા માટે પણ દબાણ કરવામાં આવ્યું. 

    આ મામલે ‘ધ વાયરે’ તેઓ આંતરિક તપાસ કરી રહ્યા છે તેવું જણાવ્યું હતું, ત્યારબાદ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હવે મામલામાં માનવાધિકાર આયોગની એન્ટ્રી થઈ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં