Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅભિનેતાની તકલીફોમાં વધારો: પત્ની બાદ હવે નોકરાણીએ દુબઈથી નવાઝુદ્દીન સિદ્દીકી પર લગાવ્યા...

    અભિનેતાની તકલીફોમાં વધારો: પત્ની બાદ હવે નોકરાણીએ દુબઈથી નવાઝુદ્દીન સિદ્દીકી પર લગાવ્યા ગંભીર આરોપ; વિડીયો વાયરલ કર્યો

    નવાઝુદ્દીન સિદ્દીકી પર ગંભીર આરોપ લગાવ્યા હોવાનો વિડીયો અભિનેતાની પત્ની આલિયા સિદ્દીકીના વકીલ રિઝવાને તેના ટ્વીટર હેન્ડલ પરથી શૅર કર્યો છે.

    - Advertisement -

    બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી છેલ્લા કેટલાક સમયથી તેમના પારિવારિક ખટરાગના કારણે ચર્ચામાં છે. તેમના પર તેમની પત્નીએ ગંભીર પ્રકારના આરોપો લગાવ્યા હતા અને હવે દુબઈથી નોકરાણીએ નવાઝુદ્દીન સિદ્દીકી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમની સપના રોબીન નામની આ મેડ હાલ દુબઈમાં છે અને તેણે ટ્વિટર પર પોતાનો એક રડતો વિડીયો મૂકીને મદદ માંગી છે. આ વિડીયોમાં તે અભિનેતા પર અનેક આક્ષેપો કરતી જોવા મળી રહી છે.

    દુબઈથી નોકરાણીએ નવાઝુદ્દીન સિદ્દીકી પર ગંભીર આરોપ લગાવ્યા હોવાનો વિડીયો અભિનેતાની પત્ની આલિયા સિદ્દીકીના વકીલ રિઝવાને તેના ટ્વીટર હેન્ડલ પરથી શૅર કર્યો છે. સાથે દાવો કરવામાં આવ્યો કે નવાઝુદ્દીન સિદ્દીકીએ સપનાને ગેરકાયદેસર રીતે નોકરી પર રાખી અને દુબઈની એક કંપનીની સેલ્સ મેનેજર દર્શાવતા દસ્તાવેજો બનાવડાવ્યા છે. જ્યારે તેનું કામ નવાઝ અને આલિયાના બાળકોની સારસંભાળ રાખવાનું છે. તે આ અભિનેતાના પરિવાર સાથે જ દુબઈ ખાતે રહેતી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

    રિઝવાને શૅર કરેલા વિડીયોમાં સપના કહી રહી છે કે, “હું નવાઝુદ્દીન સરના ઘરે ફસાઈ ગઈ છું. મૅડમના ગયા પછી સરે મારા વિઝા કરાવી આપ્યા હતા. મારા પગારમાંથી વિઝાના પૈસા કાપવામાં આવ્યા છે. મને બે મહિનાથી પગાર મળ્યો નથી. હું ખૂબ મુશ્કેલીમાં છું.” સપનાએ વધુમાં જણાવ્યું હતું કે તે ઘરે એકલી જ છે અને તેની પાસે ખાવાના પણ પૈસા નથી. તે મદદની અપીલ કરી રહી છે અને ભારત પરત ફરવા માંગે છે.

    - Advertisement -

    આ પહેલા પત્નીએ લગાવ્યા હતા ગંભીર આરોપ

    ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ જ નવાઝુદ્દીન સિદ્દીકી પર તેમની પત્ની આલિયાએ આરોપ લગાવતા કહ્યું હતું કે, તેની સાથે ઘરમાં ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે અને તેને બાથરૂમ અને બેડ જેવા મૂળભૂત અધિકારો પણ નથી આપવામાં આવી રહ્યા. આરોપ છે કે આલિયા અને તેના સગીર બાળકોને સિદ્દીકી પરિવારમાં ચુસ્ત નજર હેઠળ રાખવામાં આવી રહ્યા છે તો નવાઝની અમ્મીએ પણ આલિયા પર ગંભીર આરોપો લગાવ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં