Friday, February 7, 2025
More
    હોમપેજગુજરાતનડિયાદમાં લવ જેહાદની ફરિયાદ: બુટલેગર રઇશે હિંદુ પરિણીતાને ફસાવીને રેપ કર્યો હોવાનો...

    નડિયાદમાં લવ જેહાદની ફરિયાદ: બુટલેગર રઇશે હિંદુ પરિણીતાને ફસાવીને રેપ કર્યો હોવાનો આરોપ, બાળકોને ઉઠાવી જવાની ધમકી આપી; ધરપકડ

    મહિલાની ફરિયાદ અનુસાર, જ્યારે તેને આરોપીના મઝહબ અને સાચી ઓળખ વિશે જાણ થઈ તો સંબંધોનો અંત આણ્યો હતો. પરંતુ ત્યારબાદ પણ રઈશ તેને સંબંધો રાખવા માટે ધમકાવતો હતો અને ન માનવા પર સંતાનોને ઉપાડી લઈ જવાની ધમકી આપતો હતો.

    - Advertisement -

    નડિયાદમાં એક હિંદુ પરિણીત મહિલાએ એક રઈશ મહીડા નામના ઇસમ વિરુદ્ધ ઓળખ છુપાવીને પ્રેમજાળમાં ફસાવવાનો અને શારીરિક સંબંધો બાંધવાનો આરોપ લગાવ્યા બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે તેનું સરઘસ પણ કાઢ્યું હતું. આરોપી બુટલેગર છે. તેના ભાઈના દારૂના અડ્ડા પર પોલીસે દરોડા પાડ્યા બાદ તેની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

    આરોપી રઈશ મોલેસલામ સમુદાયમાંથી આવે છે. પીડિતાએ તેની સામે ઓળખ છુપાવીને પ્રેમસંબંધો બાંધવાનો આરોપ લગાવ્યો છે. પહેલાં તેણે તેના પતિ સાથે મુલાકાત કરી અને ત્યારબાદ મહિલા સાથે પણ મિત્રતા કેળવી લીધી હતી. રિપોર્ટ્સ અનુસાર, મહિલાના પતિની ફરસાણની દુકાન છે. મહિલાનો આરોપ છે કે, આરોપીએ તેની પાસેથી અમુક ઘરેણાં અને ₹8થી 10 લાખ પણ પડાવી લીધા હતા.

    મહિલાની ફરિયાદ અનુસાર, જ્યારે તેને આરોપીના મઝહબ અને સાચી ઓળખ વિશે જાણ થઈ તો સંબંધોનો અંત આણ્યો હતો. પરંતુ ત્યારબાદ પણ રઈશ તેને સંબંધો રાખવા માટે ધમકાવતો હતો અને ન માનવા પર સંતાનોને ઉપાડી લઈ જવાની ધમકી આપતો હતો. ફરિયાદ એવી પણ છે કે તે કહેતો કે તેના પોલીસમાં સંપર્કો છે અને પોલીસ તેનો વાળ પણ વાંકો કરી શકશે નહીં. તેણે પતિને પણ ધમકી આપી હોવાનું મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે.

    - Advertisement -

    આ મામલે પીડિતાની ફરિયાદના આધારે નડિયાદ પોલીસે BNSની કલમ 64(2)(M), 351(3), 352, 324, 115 અંતર્ગત આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ રઈશ મહીડાની ધરપકડ કરી તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. મહિલાનો આરોપ છે કે આ અગાઉ લગભગ એકાદ વર્ષ પહેલાં તેણે આરોપી વિરુદ્ધ પોલીસ મથકે અરજી આપી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી.

    લવ જેહાદ કેસ મામલે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યા અનુસાર, આ મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હિંદુ યુવતીની ફરિયાદના આધારે દાખલ કરવામાં આવેલા કેસમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.

    નોંધનીય છે કે રઈશ પોતે બુટલેગર છે અને તેના પરિવારના અન્ય સભ્યો પણ દારૂના ધંધા સાથે જે સંકળાયેલા છે. ગત 17 જાન્યુઆરીએ પોલીસે એક બુટલેગરના દારૂના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. જે સોહિલ નામનો ઇસમ રઈશનો ભાઈ થાય છે. તેની અને અન્ય આરોપીઓ સામે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં એક અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, આ કેસની તપાસ નડિયાદ ટાઉન પોલીસ કરી રહી છે. જ્યારે રઈશ સામે પ્રોહિબિશનના પાંચેક ગુના દાખલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં