તમિલનાડુમાં (Tamilnadu) ફરી એક વાર પ્રતિબંધિત કટ્ટરપંથી સંગઠન PFIની રાજનૈતિક પાંખ SDPI એ ઉપાડો લીધો છે. આ કટ્ટર ઇસ્લામી પાર્ટીએ તિરુપરનકુંદ્રમના (Thirparankundram) મદુરાઈની હિંદુઓ માટેની અતિપવિત્ર પર્વતમાળા પર જાનવરની કુરબાની (Qurbani) આપવાની માંગ કરીને હોબાળો કર્યો છે. આ સ્થળ ભગવાન મુરુગન સાથે સંકળાયેલુ છે તેમજ તેમના મંદિરથી સાવ નજીક આવેલું છે. આ જગ્યા હિંદુ ધાર્મિક દ્રષ્ટિએ અતિમહત્વનું સ્થાન ધરાવે છે. અહીં આવેલી સિકંદર બાદશાહ દરગાહ પર આ મુસ્લિમ જમાત જાનવરોની કુરબાની આપવા માંગે છે. શનિવારે (18 જાન્યુઆરી) મુસ્લિમોએ અહીં જાનવરોની કુરબાની આપવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ સ્થાનિક હિંદુઓએ તેને નિષ્ફળ બનાવી દીધો હતો.
સ્થાનિક ઇસ્લામી જમાત સાથે સંકળાયેલા લોકોએ SDPI નેતાઓની આગેવાનીમાં સિકંદર બાદશાહ દરગાહ પર સામુહિક દાવત માટે બકરા તેમજ મરઘાની કુરબાની આપવા પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થાનિક હિંદુઓ આ મામલે પહેલાં જ વાંધો ઉઠાવી ચૂક્યા છે અને પોલીસે તેમને આમ કરતા અટકાવી દીધા છે. પોલીસની દખલગીરી બાદ વિવાદ વધી ગયો. પોલીસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અહીં કુરબાની આપવા પર પ્રતિબંધ છે.
હિંદુ ધર્મ માટે આ સ્થળ અતિપવિત્ર
ઉલ્લેખનીય છે કે, મદુરાઈ જિલ્લા પ્રશાસન દ્વારા પહેલા જ અહીં કુરબાની આપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મુસ્લિમ સમુદાયે તેનો વિરોધ કરીને અહીં કુરબાની આપવા માંગ કરી પ્રદર્શન કર્યા છે. દરમિયાન હિંદુ સંગઠનના અગ્રણીઓએ પોલીસ આયુક્તને લેખિત અરજી આપીને કટ્ટર ઇસ્લામી સંગઠનને હિંદુઓ માટેના પવિત્ર સ્થળ પર ઇસ્લામી ગતિવિધિઓ તેમજ કુરબાની આપતા રોકવાની માંગ કરી હતી. તેમનું કહેવું છે કે, આ પર્વત ભગવાન મુરુગનની માલિકીનો છે અને તેમનું મંદિર પણ અહીં જ આવેલું છે. આથી અહીં બકરા અને મરઘાની કુરબાની આપવાથી હિંદુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચશે.
નોંધવું જોઈએ કે, તમિલ હિંદુ માન્યતા અનુસાર, સુબ્રમણ્યમ સ્વામી મંદિર સાથે સંકળાયેલી આ પર્વતમાળા એક પ્રાચીન પવિત્ર સ્થળ છે. દેશ-વિદેશમાં વસતા હિંદુઓ માટે આ સ્થળ ખૂબ મહત્વ ધરાવે છે. દર પૂર્ણિમાના દિવસે આ પર્વત પર હિંદુઓ પૂજા કરે છે અને ગિરીવલમ (પરિક્રમા) કરે છે. તેવામાં અહીં જાનવરની કુરબાની આપવાનો પ્રયાસ કરવામાં આવતા સ્થાનિક હિંદુઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સ્થાનિક પ્રશાસને અહીં મુસ્લિમોને નમાજ અને મઝહબી ઈબાદત કરવાની મંજૂરી આપી છે, જયારે કુરબાની પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ભાજપે ઉઠાવ્યો વાંધો
સ્થાનિક હિંદુ સંગઠનનો આરોપ છે કે, મુસ્લિમ સમુદાય આ જગ્યાને મઝહબી સ્થળ તરીકે તબદીલ કરવા માંગે છે. તો રાજ્યના ભાજપ અધ્યક્ષ અન્નામલાઈએ પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ મામલે જણાવ્યું કે, તિરુપરનકુંદ્રમ પર્વત ભગવાન મુરુગનનું પવિત્ર નિવાસસ્થાન છે. કેટલાક લોકો આ જગ્યાને ‘સિકંદર મલાય’ (સિકંદર કી પહાડી) તરીકે વર્ણવે છે, જે તદ્દન ગેરવ્યાજબી છે. અન્નામલાઈએ આ મામલે કોંગ્રેસના નેતૃત્વવાળી DMK સરકારને ઘેરીને પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, DMK આ મામલે તૃષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે.
પ્રતિબંધિત આતંકવાદી સંગઠનની રાજકીય પાંખ છે SDPI
SDPI એ પ્રતિબંધિત કટ્ટરપંથી ઇસ્લામી કટ્ટરપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાની (PFI) રાજકીય પાંખ છે. ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીઉને PFI પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે 28 સપ્ટેમ્બર, 2022ના રોજ PFI અને તેના અનેક સંલગ્ન સંગઠનો પર કડક આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો, અને તેમના પર ISIS જેવા વૈશ્વિક આતંકવાદી જૂથો સાથે સંબંધો હોવાનો આરોપ મૂક્યો હતો. આ સંગઠન ખાસ કરીને હિંદુવિરોધી કૃત્યો માટે કુખ્યાત છે.
SDPIની વાત કરવામાં આવે તો આ પાર્ટી પ્રતિબંધિત કટ્ટર ઇસ્લામી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાની (PFI) રાજકીય શાખા તરીકે સક્રિય છે અને ખાસ કરીને દક્ષિણનાં રાજ્યોમાં વ્યાપ વધારે છે. PFI અને SDPI અનેક હિંદુવિરોધી ગુનામાં સંકળાયેલા હોવાનું સામે આવી ચૂક્યું છે. 16 એપ્રિલ, 2022ના રોજ RSS નેતા શ્રીનિવાસનની હત્યા કરી નાખવામાં આવી હતી. જેમાં પછીથી પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા અને તેની જ એક શાખા SDPIના માણસોની સંડોવણી સામે આવી હતી.