Wednesday, March 19, 2025
More
    હોમપેજક્રાઈમબિહારમાં હનુમાન ચાલીસાના પાઠ કરી પાછા ફરતા લોકો પર પથ્થરમારો, ઇન્ટનરનેટ બંધ:...

    બિહારમાં હનુમાન ચાલીસાના પાઠ કરી પાછા ફરતા લોકો પર પથ્થરમારો, ઇન્ટનરનેટ બંધ: પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું- મસ્જિદ પાસે થયો હુમલો, 300થી વધુના મુસ્લિમ ટોળામાં મહિલાઓ અને બાળકો પણ હતા સામેલ

    લિયાડીહ ગામમાં થયેલા હુમલામાં જે ટોળાએ હુમલો કર્યો તેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. હુમલામાં ઘાયલ થયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, "અમે હનુમાન ચાલીસાના પાઠ કરીને પાછા ફરી રહ્યા હતા, ત્યારે અચાનક 300-400 લોકોએ અમારા પર હુમલો કર્યો."

    - Advertisement -

    બિહારના જમુઈમાં (Jamui) હનુમાન ચાલીસાના (Hanuman Chalisa) પાઠ કરીને પાછા ફરતા હિંદુઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. આરોપ છે કે, ટોળાએ હિંદુઓના કાફલાને ઘેરી લીધો હતો અને તેમના પર હુમલો (Attack on Hindus) કર્યા બાદ પથ્થરમારો કર્યો હતો. વધુમાં આરોપ એવો પણ છે કે, ઘણા વાહનો પર પણ હુમલો કરી દેવામાં આવ્યો હતો. હિંદુઓનું કહેવું છે કે, હુમલાખોરો મુસ્લિમ હતા. આ હુમલામાં મહિલાઓ પણ ઘાયલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તથા જમુઈમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું અને પોલીસે કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે.

    અહેવાલ અનુસાર, હિંદુ સ્વાભિમાન સંગઠનના કાર્યકર્તાઓ 16 ફેબ્રુઆરીના રોજ જમુઈના બલિયાડીહ ગામમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા ગયા હતા. જ્યારે આ કાર્યકર્તાઓ હનુમાન ચાલીસાના પાઠ કરીને પરત ફર્યા, ત્યારે મસ્જિદ પાસે એક ટોળાએ તેમના વાહનો પર હુમલો કરી દીધો હતો.

    નોંધનીય છે કે, આ હુમલો ગામના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાંથી પસાર થતી વખતે આ કરવામાં આવ્યો હતો. હુમલો કરનારા ટોળાએ કાર્યકર્તાઓની વાહનોની બારીઓ તોડી નાખી અને ઇંટો અને પથ્થરો ફેંક્યા હતા. આ હુમલામાં હિંદુ સ્વાભિમાન સંગઠનના જિલ્લા પ્રમુખ નીતિશ કુમાર અને ખુશ્બુ પાંડે સહિત લગભગ 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

    - Advertisement -

    અહેવાલ અનુસાર, બલિયાડીહ ગામમાં થયેલા હુમલામાં જે ટોળાએ હુમલો કર્યો તેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. હુમલામાં ઘાયલ થયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, “અમે હનુમાન ચાલીસાના પાઠ કરીને પાછા ફરી રહ્યા હતા, ત્યારે અચાનક 300-400 લોકોએ અમારા પર હુમલો કર્યો.” અન્ય એક કાર્યકર્તાએ જણાવ્યું કે મુસ્લિમ વિસ્તારમાં કોઈ કારણ વગર પથ્થરમારો કરવામાં આવ્યો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી.

    હુમલામાં ઘાયલ ખુશ્બુ પાંડેએ જણાવ્યું હતું કે, “બલિયાડીહ ગામના ભાલેશ્વર નાથ મંદિરમાં હનુમાન ચાલીસાનો કાર્યક્રમ હતો. પ્રસાદ લઈને પાછા ફરતી વખતે, મસ્જિદથી થોડે દૂર અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો. ગાડીઓ સાથે તોડફોડ કરવામાં આવી હતી. ત્યાં અલ્લાહ હુ અકબરના નારા પણ લગાવવામાં આવી રહ્યા હતા.”

    ખુશ્બુ પાંડેએ કહ્યું કે, તેમને શોધીને મારી નાખવાની યોજના ચાલી રહી હતી અને પોલીસ પર હુમલો કરવાની પણ વાત થઈ રહી હતી. એવું સામે આવ્યું હતું કે, ઘણા કલાકો સુધી હિંદુ કાર્યકર્તાઓ આ વિસ્તારમાં ફસાયેલા રહ્યા. આ ઘટનાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે. જેમાં પથ્થરમારો થતો જોવા મળી રહ્યો છે.

    બીજી તરફ આ મામલે સ્થાનિક પોલીસ કર્મચારીઓની બેદરકારી પણ પ્રકાશમાં આવી છે. જોકે, પોલી દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને શાંતિ પુનઃસ્થાપિત કરી હતી. જમુઈમાં અફવાઓ ફેલાતી અટકાવવા માટે પોલીસે ઇન્ટરનેટ પણ બંધ કરી દીધું છે. જમુઈના એસપી મદન કુમાર આનંદે આ કાર્યવાહી અંગે માહિતી આપી છે.

    આ ઘટના બાદ પોલીસે કેસ નોંધ્યો છે. આમાં 8 લોકો વિરુદ્ધ નામજોગ જ્યારે 50 અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. કાર્યવાહી કરતી વખતે, પોલીસે 9 બદમાશોની ધરપકડ પણ કરી છે. હાલમાં આ ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસદળ તૈનાત કરવામાં આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં