Thursday, May 15, 2025
More
    હોમપેજક્રાઈમઅજમેર, બ્યાવર અને હવે ભોપાલ... ગાંજો પીવડાવી, પોર્ન બતાવી, ગળાં પર છરો...

    અજમેર, બ્યાવર અને હવે ભોપાલ… ગાંજો પીવડાવી, પોર્ન બતાવી, ગળાં પર છરો રાખીને હિંદુ યુવતીઓ પર બળાત્કાર: વિડીયો વાયરલ કરી ઇસ્લામ અપનાવવા દબાણ કરતી હતી ‘મુસ્લિમ ગેંગ’

    આરોપીઓના ફોનની તપાસ કરતી વખતે પોલીસને અન્ય પીડિતાઓના નામ પણ મળ્યા છે. તેમાંથી બે સગી બહેનો છે. હવે પીડિતાઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, ફરહાન અને તેના મિત્રો અશ્લીલ વિડીયો બનાવીને એકબીજાને મોકલતા હતા. પછી તે પીડિતાઓને બીજી છોકરીઓ સાથે તેનો પરિચય કરાવવા કહેતા હતા

    - Advertisement -

    મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ભોપાલમાં (Bhopal) હિંદુ યુવતીઓને ફસાવીને, તેમને બ્લેકમેલ કરીને તેમના પર દુષ્કર્મ (Rape) ગુજારનારી એક મુસ્લિમ ગેંગનો (Muslim Gang) પર્દાફાશ થયો છે. આ ઘટનાની તપાસ થતાં કેસમાં અનેક નવા ખુલાસા થયા છે. પોલીસને જાણવા મળ્યું છે કે, મુસ્લિમ ગેંગના સભ્યોએ પીડિતાઓ પર બળાત્કાર ગુજારવા માટે તેમને ગાંજો પીવડાવ્યો હતો. એટલું જ નહીં, પરંતુ તેમના ગળા પર છરી રાખીને અને તેમને પોર્ન બતાવીને પણ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

    આ કેસનો મુખ્ય આરોપી ફરહાન ખાન છે. તેની સાથે પોલીસે મોહમ્મદ સાદ, અરબાઝ, અયાન, શાહરૂખ, જાવેદ ઉર્ફે ભય્યુ, ઝોયા, ફૈઝાનની ધરપકડ કરી છે. આ ઉપરાંત, આ કેસમાં મોહમ્મદ અલી, અબરાર ખાન, હામિદ, અરશદ અને સિરાજ સહિત કેટલાક અન્ય લોકોના નામ પણ સામે આવ્યા છે, જેમને પકડવા માટે પોલીસ બંગાળમાં પણ દરોડા પાડી રહી છે.

    આરોપીઓના ફોનની તપાસ કરતી વખતે પોલીસને અન્ય પીડિતાઓના નામ પણ મળ્યા છે. તેમાંથી બે સગી બહેનો છે. હવે પીડિતાઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, ફરહાન અને તેના મિત્રો અશ્લીલ વિડીયો બનાવીને એકબીજાને મોકલતા હતા. પછી તે પીડિતાઓને બીજી છોકરીઓ સાથે તેનો પરિચય કરાવવા કહેતા હતા. તેના મોબાઈલમાંથી છોકરીઓને મોકલવામાં આવેલી ધમકીઓના પુરાવા પણ મળી આવ્યા છે.

    - Advertisement -

    હિંદુ યુવતીઓને ટાર્ગેટ કરવાનું ષડ્યંત્ર

    દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, પીડિતાએ જણાવ્યું કે, તે કોલેજના એક સહેલી દ્વારા ફરહાનનો પરિચય થયો હતો. આ પછી, એક દિવસ ફરહાન તેને હામિદના ઘરે લઈ ગયો અને ત્યાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો વિડીયો પણ બનાવ્યો હતો. જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે તેને ધમકાવવામાં આવી હતી અને નોનવેજ પણ ખવડાવવામાં આવ્યું હતું. બાદમાં ફરહાને પીડિતાની નાની બહેનને નિશાન બનાવી હતી. તેનો પરિચય અલી સાથે કરાવવામાં આવ્યો હતો. અલી પીડિતાની નાની બહેનને ફરવા પણ લઈ ગયો અને બાદમાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને વીડિયો પણ બનાવ્યો હતો.

    પીડિતાએ એમ પણ જણાવ્યું છે કે, ફરહાન તેને બીજી સહેલીઓ સાથે પરિચય કરાવવાની ડિમાન્ડ કરતો હતો. જો તેની વાત ન માનવામાં આવે તો તે બ્લેકમેલ કરતો કરતો હતો. એકવાર ડરના કારણે પીડિતા તેની સહેલીને લઈને આવી હતી અને તેનો પરિચય સાહિલ સાથે કરાવવામાં આવ્યો હતો. સાહિલે પણ તે છોકરી સાથે એ જ કર્યું હતું જે ફરહાને પીડિતા સાથે કર્યું હતું.

    પીડિતાના જણાવ્યા મુજબ, તેને પોર્ન જોવા માટે દબાણ કરવામાં આવતું હતું. જો તે વિરોધ કરે તો તેને કારમાં માર મારવામાં આવતો હતો. ગળાં પર છરી રાખીને ધમકીઓ આપવામાં આવી હતી. ધર્મ પરિવર્તન કરીને નિકાહ કરવા માટેનું દબાણ પણ કરવામાં આવતું હતું.

    તે જ રીતે એક પીડિતાએ તેના નિવેદનમાં શાહરુખ, અયાન, ઝોયાના નામ આપ્યા હતા. દૈનિક જાગરણના અહેવાલ મુજબ, પીડિતાએ જણાવ્યું કે ભોપાલના બૈરાગઢના શાહરૂખે તેને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેણે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. થોડા સમય પછી શાહરુખે પીડિતાની એક સગીર સહેલી પર તેના મિત્ર અયાન સાથે સંબંધ બનાવવા દબાણ કર્યું હતું. સગીરા સાથે મિત્રતા કર્યા બાદ અયાને પણ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાનો પણ વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

    આ પછી વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને શાહરુખે પીડિતાને તેના બીજા મિત્ર અરબાઝ પાસે જવા કહ્યું હતું. અરબાઝે પણ તેના પર રેપ કર્યો હતો. પીડિતાએ પોલીસને જણાવ્યું છે કે, શાહરૂખ તેને બાણગંગામાં રહેતા ઝોયા અને તેના શોહર ફૈઝાનના ભાડાના રૂમમાં લઈ જતો હતો. ફૈઝાન સાથે જાવેદ નામની વ્યક્તિ પણ ત્યાં રહેતી હતી.

    ફરહાનનો ભોગ બનનાર પીડિતા કહે છે કે ભોપાલ છોડ્યા પછી પણ બ્લેકમેલિંગ બંધ નહોતું થયું. આખરે કંટાળીને તેણે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે વધુ પીડિતાઓની શોધ કરી અને કુલ છ પીડિતાઓની વિગતો પ્રકાશમાં આવી. પોલીસે તે બધાનું કાઉન્સેલિંગ કર્યું છે અને તેમની ફરિયાદોના આધારે શહેરના પાંચ પોલીસ સ્ટેશનમાં 12 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે પોલીસે એક SITની રચના કરી છે અને દરેક એંગલની તપાસ કરવામાં આવી રહી છે.

    ‘આ એક સુનિયોજિત પેટર્ન’- પોલીસ

    ભોપાલ પોલીસ કમિશનર હરિનારાયણચારી મિશ્રાએ મીડિયાને જણાવ્યું છે કે, આ એક સુનિયોજિત પેટર્ન છે. મામલાની ગંભીરતા જોઈને અન્ય યુવતીઓનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ધરપકડ કરાયેલા આરોપીઓના મોબાઈલ ફોનમાંથી પીડિતાઓના અશ્લીલ વિડીયો પણ મળી આવ્યા છે. અન્ય ફરાર આરોપીઓને પણ પકડવાના પ્રયાસો ચાલુ છે.

    ઉલ્લેખનીય છે કે, આ પહેલાં અજમેર અને બ્યાવરમાંથી આવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. તાજેતરમાં, આ મામલો સામે આવ્યા બાદ ભોપાલ પણ ચર્ચામાં આવ્યું હતું. પીડિતાઓ ખાનગી કોલેજની વિદ્યાર્થિનીઓ છે. આ ઉપરાંત ફરહાન અને અન્ય કેટલાક આરોપીઓ એક જ કોલેજમાં MBAના વિદ્યાર્થીઓ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં