Wednesday, April 24, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ14 વર્ષની સગીર છોકરીએ પોતાના દાદીને જણાવી આપવીતી : માતાનો લિવ ઈન...

  14 વર્ષની સગીર છોકરીએ પોતાના દાદીને જણાવી આપવીતી : માતાનો લિવ ઈન પાર્ટનર કરતો શારીરિક અડપલાં અને પજવણી

  હાલના સમયમાં તેની ગતિવિધિઓ એટલી વધી ગઈ હતી કે યુવતી કંટાળી ગઈ હતી. તેણે નક્કી કર્યું કે તે હવે તેની માતાના ઘરે નહીં રહે. 8 ડિસેમ્બર, 2022 ના રોજ, તે ઘર છોડીને સાંજે તેની દાદી પાસે ભાગી ગઈ હતી અને સમગ્ર ભાંડો ફોડ્યો હતો. યુવતીએ તેની દાદીને જે ઘટનાઓ કહી હતી તેનાથી આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.

  - Advertisement -

  ઈન્દોરની 14 વર્ષની છોકરીની આ દર્દનાક ઘટના છે. જેની સાથે તેની માતાનો લિવ ઈન પાર્ટનર અને તેનો ભાઈ છેડતી કરતા હતા. બાળકીએ એક ખાનગી સમાચાર ને જણાવ્યું કે તે બંને કયા પ્રકારના ગંદા કૃત્યો કરતા હતા, પરંતુ અમે અહીં તેનો ઉલ્લેખ નથી કરી રહ્યા.

  દાદી! શાહરૂખ (માતાનો લિવ ઈન પાર્ટનર) મારી સાથે ઘણું ખોટું કરે છે. તે મને કપડા ઉતારવાનું કહી મારા તરફ ઘુરે છે, મને ખરાબ સ્પર્શ કરે છે.. હું શાળાએ જઉ ત્યારે પણ ધમકી આપે છે કે કોઈને કહીશ તો ઠીક નહીં થાય. હું બહુ ડરી ગઈ છું દાદીમા…! મારે મારી માતાના ઘરે જવું નથી. તમારે અહીં જ રહેવું પડશે…’ આ શબ્દો હતા તે 14 વર્ષની છોકરીના જે પોતાની માતાના લિવ ઈન પાર્ટનરની ખરાબ નજરનો શિકાર બની હતી.

  વાસ્તવમાં, મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પુત્રી તેની માતાના ઘરેથી ચુપચાપ નીકળી ગઈ અને સાંજે ગુપ્ત રીતે તેની દાદી પાસે પહોંચી. તેણે અહીં કરેલા ઘટસ્ફોટથી દાદી અને પરિવાર ચોંકી ગયા હતા. આ પછી ઈન્દોરના આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખવામાં આવ્યો હતો. 18 ડિસેમ્બરની રાત્રે પોલીસે આરોપી શાહરૂખ અને તેના ભાઈ સાહિલ વિરુદ્ધ કલમ 354, 506 અને POCSO એક્ટ હેઠળ સામાન્ય છેડતીનો કેસ નોંધ્યો હતો.

  - Advertisement -

  પરંતુ, આ મામલાએ 360-ડિગ્રી વળાંક લીધો જ્યારે બીજા દિવસે 19 ડિસેમ્બરે, આ સગીર પીડિતાએ કલમ 164 હેઠળ કોર્ટમાં પોતાનું નિવેદન નોંધ્યું. સગીરે કહ્યું કે આ બધું તેની સાથે બે વર્ષથી થઈ રહ્યું છે અને તેની માતા કે અન્ય કોઈએ તેનો વિરોધ કર્યો નથી. બાળકીની વાત સાંભળીને કોર્ટ રૂમમાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા. જે મહિલા વકીલ દ્વારા છોકરી કોર્ટમાં હાજર થઈ હતી, તેનું કહેવું છે કે તેણે કોર્ટમાં બંને આરોપીઓ પરની કલમો વધારવાની અપીલ કરી છે. એક-બે દિવસમાં આ અંગે ચર્ચા થશે.

  યુવતીની માતાને તેના પતિથી અલગ થયાને 14 વર્ષ થઈ ગયા છે. જ્યારે મહિલા તેની બે પુત્રીઓ સાથે ઈન્દોરમાં રહેતી હતી ત્યારે પતિએ બીજા લગ્ન કર્યા. મોટી દીકરી 14 વર્ષની છે જેની સાથે આ કૃત્ય થઈ રહ્યું હતું.

  બે વર્ષ પહેલા દિવાળીના સમયે શાહરૂખ (30 વર્ષ) નામનો એક રંગનો કારીગર તેમના ઘરના રંગકામ માટે આવ્યો હતો. આ દરમિયાન મહિલા તેની નજીક આવી અને તેણે પોતાનો મોબાઈલ નંબર શાહરૂખને આપ્યો. બંનેમાં વાતો થવા લાગી. આ પછી શાહરૂખે એક અલગ રૂમ લીધો અને બંને ત્યાં લિવ ઇન રિલેશનમાં રહેવા લાગ્યા. પુત્રીઓ થોડા દિવસ જૂના મકાનમાં રહી પરંતુ બાદમાં તેઓ પણ માતા સાથે રહેવા ચાલી ગઈ.

  એકવાર જ્યારે માતા તેના મામાના ઘરે ગઈ ત્યારે મોટી પુત્રી ઘરમાં એકલી હતી. તે પછી પહેલીવાર શાહરૂખે તેને એકલી જોઇને તેની સાથે ગંદુ વર્તન કર્યું. આ પછી તેનો હિમત વધી ગયી અને જ્યારે પણ તેને મોકો મળતો ત્યારે તે યુવતી સાથે દુષ્કર્મ કરતો હતો. ક્યારેક તે ખોટો સ્પર્શ કરે, ક્યારેક કંઈક…. તેની હરકતો એટલી વધી ગઈ કે તે યુવતીને તેના કપડાં ઉતારાવી સામે ઊભી રાખી, તેની સામે તાકી રહેતો. શાહરૂખના ભાઈ સાહિલ (24 વર્ષ)ને પણ આ વાતની જાણ થઈ. તે પણ કોઈ ને કોઈ બહાને શાહરૂખના ઘરે આવવા લાગ્યો અને યુવતી સાથે દુષ્કૃત્ય કરવા લાગ્યો.

  હાલના સમયમાં તેની ગતિવિધિઓ એટલી વધી ગઈ હતી કે યુવતી કંટાળી ગઈ હતી. તેણે નક્કી કર્યું કે તે હવે તેની માતાના ઘરે નહીં રહે. 8 ડિસેમ્બર, 2022 ના રોજ, તે ઘર છોડીને સાંજે તેની દાદી પાસે ભાગી ગઈ હતી અને સમગ્ર ભાંડો ફોડ્યો હતો. યુવતીએ તેની દાદીને જે ઘટનાઓ કહી હતી તેનાથી આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.

  શાહરૂખ સાથે રહેવા લાગી છોકરીની માતાએ પણ પોતાનો ધર્મ અને નામ બદલી નાખ્યું હતું તેણે મુસ્લિમ નામ રાખી લીધું હતું બાદમાં યુવતી પર પણ ધર્મ પરિવર્તન કરવાનું દબાણ કરવામાં આવ્યું હતું પરંતુ તેણે ના પાડી હતી. ત્યારથી તેને વધુ ને વધુ હેરાન કરવામાં આવતી હતી.આમ આખા મામલાને લવ જેહાદના એંગલથી પણ જોવામાં આવી રહ્યો છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં