Monday, October 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોઈન ખાન 'મોનુ વર્મા' બનીને હિંદુ યુવતીને ફસાવીને અશ્લીલ હરકતો કરતો હતો:...

    મોઈન ખાન ‘મોનુ વર્મા’ બનીને હિંદુ યુવતીને ફસાવીને અશ્લીલ હરકતો કરતો હતો: બજરંગ દળે મેથીપાક આપ્યા બાદ પોલીસને સોંપ્યો

    બજરંગ દળના કાર્યકર્તાઓને તેની હરકતો જોઈને શંકા જતા તેની પાસે અસલ આઈડી માંગતા તે ગભરાઈ ગયો હતો અને અંતે કડક પૂછપરછ બાદ તેણે પોતાનું નામ મોઈન ખાન જણાવ્યું હતું.

    - Advertisement -

    મધ્યપ્રદેશમાં કડક કાયદો બન્યા બાદ પણ ધર્મ પરિવર્તન અને લવ જેહાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હકીકતમાં ઈન્દોરમાં મોઈન ખાન મોનું વર્મા બનીને એક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને અશ્લીલ હરકતો કરતો હતો. આ માહિતી ‘બજરંગ દળ’ના કાર્યકર્તાઓને મળતાં બજરંગીઓએ ઘટનાસ્થળે પહોંચી તેને ફટકાર્યો અને પોલીસને હવાલે કર્યો હતો.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોઈન ખાન મોનું વર્મા બનીને ઈન્દોરના ટ્રેઝર આઈલેન્ડ મોલમાં હિન્દુ યુવતી સાથે ફરતો હતો. આ અંગે બજરંગ દળના જિલ્લા સંયોજક મનોજ યાદવને બાતમી મળી હતી કે એક મુસ્લિમ યુવક હિંદુ યુવતીને લઈને ફરી રહ્યો છે અને તેની સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો છે. ત્યારે મનોજ યાદવ કાર્યકરો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મોઈનને અશ્લીલ હરકતો કરતાં રંગેહાથ પકડી પાડ્યો હતો.

    ત્યારબાદ બજરંગીઓએ તેની પૂછપરછ શરૂ કરતા તે પોતાને મોનુ વર્મા અને માણિક બાગનો રહેવાસી હોવાનું કહેવા લાગ્યો હતો. તેમજ તેણે યુવતીને તેની મિત્ર તરીકે ઓળખાવી હતી. પૂછપરછ દરમિયાન બજરંગ દળના કાર્યકર્તાઓને તેની હરકતો જોઈને શંકા જતા તેની પાસે અસલ આઈડી માંગતા તે ગભરાઈ ગયો હતો અને અંતે કડક પૂછપરછ બાદ તેણે પોતાનું નામ મોઈન ખાન જણાવ્યું હતું.

    - Advertisement -

    મોઈન ખાનનું સત્ય સામે આવ્યા બાદ બજરંગ દળના કાર્યકર્તાઓએ તેને પૂછ્યું કે તમે પહેલા તમારું નામ કેમ ખોટું કહ્યું? તેના પર તેણે કહ્યું કે બજરંગ દળના લોકો મુસ્લિમ લવ જેહાદીઓને પકડીને જેલમાં ધકેલી દે છે, તેથી તે ડરી ગયો હતો. તેણે યુવતી સાથે છેલ્લા 5 વર્ષથી સંબંધ હોવાનું પણ કબૂલ્યું હતું. ત્યારબાદ બજરંગીઓએ તેને માર માર્યો હતો. ત્યારબાદ સ્થાનિક તુકોગંજ પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવીને તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. આ સાથે યુવતીના પરિવારજનોને પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા.

    લવ જેહાદના આ કેસમાં પોલીસનું કહેવું છે કે મોઈન ખાને પોતાનું નામ બદલીને મોનુ રાખ્યું હતું. તેણે છેલ્લા ઘણા વર્ષોથી નામ બદલ્યું હતું અને યુવતી સાથે સંબંધ બાંધતો હતો. પીડિતાની ફરિયાદના આધારે આરોપી મોઈન ખાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં