Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબરેલીનો મહોમ્મદ ઝુબૈર 'રોહિત' બનીને હનુમાન મંદિરમાં ઘુસ્યો, ચોરી કરતી વખતે રંગે...

    બરેલીનો મહોમ્મદ ઝુબૈર ‘રોહિત’ બનીને હનુમાન મંદિરમાં ઘુસ્યો, ચોરી કરતી વખતે રંગે હાથ ઝડપાતા ‘મઝહબી નારા’ લગાવી મંદિર બોમ્બથી ઉડાડી દેવાની આપી ધમકી

    ઉત્તર પ્રદેશના બરેલીના પ્રખ્યાત હનુમાન મંદિરમાં એક યુવક ચોરી કરતાં પકડાઈ ગયો હતો અને પહેલાં તેણે પોતે હિંદુ હોવાનું કહ્યું હતું પરંતુ મામલાની તપાસ કરતાં પરિણામ કશું અલગ જ આવ્યું હતું.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના બરેલીના પ્રખ્યાત બડા બાગ હનુમાન મંદિરમાં ગઈકાલે એક મુસ્લિમ યુવક ચોરી કરતા ઝડપાયો હતો, મંદિર પરિસરમાં શંકાસ્પદ રીતે ફરી રહેલા આ યુવકને જોઇને હાજર શ્રધ્ધાળુઓને તેના પર શંકા ગઈ, તેની હરકતો પર નઝર રાખતા ધ્યાનમાં આવ્યું કે તે મંદિરમાં રહેલી દાન પેટી માંથી પૈસા ચોરી કરી રહ્યો છે, પરંતુ આ દરમિયાન મંદિરમાં હાજર ભક્તોએ તેને ચોરી કરતા રંગે હાથે ઝડપી લેતા તેણે પોતાનું નામ રોહિત જણાવ્યું હતું. પરંતુ કડકાઈ થી પુછપરછ કરતા મહોમ્મદ ઝુબૈર રોહિત બનીને મંદિરમાં ઘુસ્યો હોવાનો ખુલાસો થયો હતો. પોતાની પોલ ખુલી જતા ઝુબૈરે ‘મઝહબી નારા’ લગાવી મંદિર બોમ્બથી ઉડાડી દેવાની ધમકી પણ આપી હતી.

    અહેવાલો અનુસાર ગઈકાલે ભક્તો હનુમાનજીની પૂજા કરી રહ્યા હતા. આ દરમિયાન મંદિરમાં ભક્તોની લાઈનમાં એક શંકાસ્પદ યુવક ઉભો હતો. મંદિરના દ્વાર પાસે જ રાખેલા દાન પાત્રમાં શ્રધ્ધાળુઓ દાન મૂકી રહ્યા હતા, દરમિયાન તક જોઈને ઝુબૈરે ત્યાંથી રૂપિયાની ચોરી કરી હતી. પરંતુ ત્યાં હાજર લોકોએ તેને રંગે હાથે પકડી લીધો હતો. જ્યારે તે પકડાયો ત્યારે લોકોએ તેને તેનું નામ પૂછ્યું તો તેણે કહ્યું કે તેનું નામ રોહિત છે. જ્યારે લોકોએ તેની પાસે ઓળખ કાર્ડ માંગ્યું તો તેણે કહ્યું કે તેની પાસે ઓળખ પત્ર નથી. બાદમાં મહોમ્મદ ઝુબૈર રોહિત બનીને ઘુસ્યો હોવાનો ખુલાસો થયો હતો.

    ફોન-પેથી થયો ખુલાસો

    - Advertisement -

    હાજર લોકોને તેની વાત પર શંકા ગઈ અને પછી કડક પૂછપરછ કરીને ત્યાં હાજર કેટલાક લોકોએ તેનો મોબાઈલ માંગ્યો. જ્યારે લોકોએ તેના ફોન પર તેનો મોબાઈલ ફોન-પે ખોલ્યું તો ત્યાં તેનું નામ મોહમ્મદ ઝુબેર હતું. પછી તેણે પોતાનું નામ મોહમ્મદ ઝુબેર હોવાનું સ્વીકાર્યું. આ દરમિયાન તેણે ઝપાઝપી કરીને મઝહબી નારા લાગાવ્યા હતા અને મંદિર પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. જ્યારે હિન્દુ સંગઠનોને આ સમગ્ર મામલાની જાણ થઈ તો તેઓ પણ મંદિર પહોંચ્યા અને ઝુબૈરને પોલીસને હવાલે કર્યો હતો.

    અહેવાલો મુજબ એસપી સિટી રાહુલ ભાટીએ સમગ્ર મામલા વિશે જણાવ્યું હતું કે આજે પ્રેમનગર સ્થિત બડે બાગ હનુમાન મંદિરમાં એક યુવક ચોરી કરતા ઝડપાયો હતો. જે બાદ તેણે પોતાનું નામ રોહિત જણાવ્યું અને પૂછપરછમાં તેણે અસલી નામ મોહમ્મદ ઝુબેર હોવાનું સામે આવ્યું હતું. મુસ્લિમ યુવકની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં એસપીએ કહ્યું કે તેમની સામે આઈપીસીની કલમ 380, 506, 511, 295A હેઠળ કેસ નોંધીને આગોતરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    આ પહેલા ગાઝીઆબાદનો આસ મહોમ્મદ સમીર શર્મા બની મહંતની હત્યા કરવા ઘુસ્યો હતો

    ઉલ્લેખનીય છે કે થોડા સમય આગાઉ ગાઝિયાબાદના મસૂરી વિસ્તારમાં આવેલા ઇકલા મંદિરમાંથી એક મુસ્લિમ કટ્ટરપંથીની ધરપકડ કરવામાં આવી હતી. કટ્ટરવાદી આસ મહોમ્મદ પણ પોતાનું નામ બદલીને મંદિરમાં ઘુસ્યો હતો અને તેની પાસેથી પિસ્તોલ, ચાકુ અને અન્ય ધારદાર હથિયારો મળી આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તે મહામંડલેશ્વર સ્વામી પ્રબુદ્ધ આનંદ ગિરીની હત્યા કરવાના ઈરાદે પિસ્તોલ સાથે સમીર શર્મા બનીને આસ મહોમ્મદ મંદિરમાં ઘુસ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં