Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદ્વારકામાં મેગા ડિમોલિશન 2.0: સાત મજારો સહિત અનેક ગેરકાયદેસર બાંધકામો પર ફરી...

    દ્વારકામાં મેગા ડિમોલિશન 2.0: સાત મજારો સહિત અનેક ગેરકાયદેસર બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર, 9.5 લાખ સ્કવેર ફૂટ જમીન ખાલી કરાવાશે

    દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુઈકાના હર્ષદ ગાંધવીમાં શનિવારે સવારથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

    - Advertisement -

    થોડા સમય પહેલાં બેટ દ્વારકામાં સરકારી જમીન પર અનધિકૃત રીતે દબાણ કરીને તાણી બાંધવામાં આવેલાં મઝહબી અને કમર્શિયલ બાંધકામો પર ગુજરાત સરકારનું બુલડોઝર ફરી વળ્યું હતું. હવે દ્વારકામાં આ મેગા ડિમોલિશન ફરી હાથ ધરવામાં આવ્યું છે. કડક પોલીસ બંદોબસ્તની વચ્ચે આજે અનેક ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં. 

    દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુઈકાના હર્ષદ ગાંધવીમાં શનિવારે સવારથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગત 18 જાન્યુઆરીએ આ તમામને નોટિસ પાઠવવામાં આવી હતી અને દબાણ હટાવવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં કંઈ પગલાં ન લેવાતાં આખરે અતિક્રમણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 

    રિપોર્ટમાં દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ પલસાણિયાને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આ મેગા ડીમોલેશનની કાર્યવાહીમાં 60 કમર્શિયલ, 150 રહેણાંક અને 7 અન્ય બાંધકામો મળીને કુલ 9.5 લાખ સ્કવેર ફુટ જમીન ખાલી કરાવવામાં આવશે. 

    - Advertisement -

    કાર્યવાહી દરમિયાન કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ  વડા, ડીવાયએસપી, પી.આઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલો સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયે હાલ સ્થળ પર 800 પોલીસ કર્મચારીઓ તહેનાત હોવાનું જણાવ્યું હતું.

    આ કાર્યવાહી દેશની સમુદ્રી સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ હાથ ધરવામાં આવી રહી છે. જેથી ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલાં બાંધકામો હટાવવામાં આવી રહ્યાં છે. હર્ષદ ગાંધવીમાં આજે 7 મજાર, 50 કમર્શિયલ બાંધકામો અને 210 રહેણાંક મકાનોને ધ્વસ્ત કરી દેવામાં આવ્યાં હતાં. 

    ઓક્ટોબરમાં અભિયાન હાથ ધરીને હજારો સ્કવેર ફૂટ જમીન સમતલ કરાઈ હતી

    ઉલ્લેખનીય છે કે દ્વારકામાં મેગા ડિમોલિશનનો આ બીજો તબક્કો છે. આ પહેલાં ગુજરાત સરકારે ગત ઓક્ટોબર મહિનામાં અતિક્રમણ હટાવવાનું અભિયાન હાથ ધર્યું હતું અને પરવાનગી વગર સરકારી જમીનમાં બાંધવામાં આવેલાં મજહબી, કમર્શિયલ બાંધકામોની ઓળખ કરીને તોડી પાડવામાં આવ્યાં હતાં. 

    આ કાર્યવાહીમાં બે દિવસમાં કુલ 35 જેટલી ગેરકાયદેસર દુકાનો, 14 જેટલી દરગાહ અને મજાર પર બુલડોઝર ફરી વળ્યું હતું અને 55 હજાર સ્કવેર ફૂટ જેટલી જમીન સમતલ કરી દેવામાં આવી હતી. બેટ દ્વારકામાં ડિમોલિશન ડ્રાઈવ દરમિયાન ડ્રગ્સ કાંડમાં પકડાયેલા રમઝાન પલાણી નામના ઈસમના ઘર પર પણ બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. વર્ષ 2019માં કચ્છના જખૌમાંથી ડ્રગ્સ પકડાયું હતું, જેમાં પલાણીનું પણ નામ સામે આવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં