Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબેટ દ્વારકામાં સતત બીજા દિવસે બુલડોઝર ચાલ્યાં, ગેરકાયદેસર દુકાનો-દરગાહ-મજારો સહિતનાં બાંધકામો તોડી...

    બેટ દ્વારકામાં સતત બીજા દિવસે બુલડોઝર ચાલ્યાં, ગેરકાયદેસર દુકાનો-દરગાહ-મજારો સહિતનાં બાંધકામો તોડી પડાયાં: 55 હજાર સ્કેવર ફુટ જમીન સમતલ કરાઈ

    બેટ દ્વારકામાં સતત બીજા દિવસે ઓપરેશન ચાલુ રહ્યું, ડ્રગ્સના કાળા બજારમાં સંડોવાયેલા ઇસમના ઘર પર પણ બુલડોઝર ફરી વળ્યું.

    - Advertisement -

    બેટ દ્વારકામાં શરૂ કરવામાં આવેલ મેગા ડિમોલિશન ડ્રાઈવ આજે બીજા દિવસે પણ ચાલુ જ રહી હતી. સ્થાનિક તંત્રે પોલીસ તંત્રને સાથે રાખીને ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરીને બાંધવામાં આવેલાં કમર્શિયલ અને મઝહબી બાંધકામો તોડી પાડ્યાં હતાં. જેમાં દરગાહ અને મજારોનો પણ સમાવેશ થાય છે. 

    જાણવા મળ્યા અનુસાર, બે દિવસમાં કુલ 35 જેટલી ગેરકાયદેસર દુકાનો અને ગોડાઉન તથા 14 જેટલી દરગાહ અને મજાર પર બુલઝોડર ફરી વળ્યું છે. જ્યારે હજુ પણ આ કાર્યવાહી ચાલી રહી છે. 

    બેટ દ્વારકામાં અત્યાર સુધીમાં 55 હજાર સ્કેવર ફુટ જમીન પર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યાં છે તેમજ 1 કરોડ 22 લાખની જમીન ખાલી કરી દેવામાં આવી છે. 

    - Advertisement -

    અન્ય એક રિપોર્ટ અનુસાર, બેટ દ્વારકામાં ડિમોલિશન ડ્રાઈવ દરમિયાન ડ્રગ્સ કાંડમાં પકડાયેલા રમઝાન પલાણી નામના ઈસમના ઘર પર પણ બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. વર્ષ 2019માં કચ્છના જખૌમાંથી ડ્રગ્સ પકડાયું હતું, જેમાં પલાણીનું પણ નામ સામે આવ્યું હતું. તે આ ડ્રગ્સ કન્સાઇન્મેન્ટ મેળવવાનો હતો, પરંતુ તે પહેલાં જ તેને પકડી લેવાયો હતો. હાલ તે ભુજની જેલમાં બંધ છે.

    અન્ય એક રિપોર્ટ અનુસાર, ગઈકાલે PFI કનેક્શનની આશંકાએ અમુક મઝહબી બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં, તેમજ આ સ્થળોના 4 વડાઓની અટકાયત પણ કરી લેવામાં આવી હતી. બેટ દ્વારકામાં સરકારી જમીન પર અતિક્રમણ કરીને મઝહબી અને કમર્શિયલ બાંધકામો તાણી બાંધીને તેમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવામાં આવતી હોવાના ઇનપુટના આધારે આ કાર્યવાહી થઇ હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. 

    બેટ દ્વારકા ગુજરાતના પશ્ચિમ કિનારે દરિયાકાંઠે આવેલ હોવાના કારણે અહીંથી ડ્રગ્સ, સોનું અને નકલી નોટો વગેરેની કાળાબજારીના મામલા સામે આવતા રહે છે, જેના કારણે એજન્સીઓ પણ વિશેષ નજર રાખે છે. તેમજ છેલ્લા ઘણા સમયથી બેટ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામો અંગે પણ ફરિયાદ થતી રહી હતી. 

    ત્યારબાદ ગત 30 સપ્ટેમ્બરના રોજ દ્વારકામાં અચાનક પોલીસનાં ધાડેધાડાં ઉતરી પડ્યાં હતાં અને લગભગ હજારેક પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ઉપરાંત, રેન્જ આઇજી, એસપી, પીઆઇ, પીએસઆઈ વગેરે ઉચ્ચ અધિકારીઓ અને અન્ય ખાતાંના અધિકારીઓ પણ પહોંચ્યા હતા. ત્યારબાદ શનિવારથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જે હાલ પણ ચાલી રહ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં