Wednesday, May 1, 2024
More
    હોમપેજદેશ'મને નગ્ન કરીને નૃત્ય કરાવ્યું, તેઓ જંગલી પ્રાણીઓની જેમ ચૂંથતાં રહ્યા': કારગિલ...

    ‘મને નગ્ન કરીને નૃત્ય કરાવ્યું, તેઓ જંગલી પ્રાણીઓની જેમ ચૂંથતાં રહ્યા’: કારગિલ યુદ્ધમાં ભારત તરફથી લડેલા સૈનિકના પત્નીની મણિપુરમાં ટોળા દ્વારા કરવવામાં આવી નગ્ન પરેડ, જણાવી આપવીતી

    3જી અને 4મી મેની ઘટનાનું વર્ણન કરતાં પૂર્વ સૈનિકે કહ્યું કે "મેં યુદ્ધ જોયું છે. કારગીલમાં મોરચે લડાઈ કરી છે. પરંતુ જ્યારે હું નિવૃત્ત થઈને ઘરે આવ્યો છું ત્યારે મને આ જગ્યા યુદ્ધના મેદાન કરતાં વધુ ખતરનાક લાગે છે."

    - Advertisement -

    મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડનો જે વીડિયો વાયરલ થયો હતો તેમાં પીડિત મહિલાઓમાં એક પૂર્વ સૈનિકની પત્ની છે. આ દંપતી હાલમાં ચુરાચંદપુરના એક રાહત શિબિરમાં આશ્રય લઈ રહ્યું છે. પીડિતા 4 મે 2023ની ઘટનાથી આઘાતમાં છે. પતિ એ પીડા સાથે જીવી રહ્યો છે કે તે પોતાની પત્નીની ઈજ્જત ટોળાથી બચાવી શક્યો નહીં.

    ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ આ દંપતી સાથે વાત કરી છે. 42 વર્ષીય પીડિતાએ કહ્યું છે કે તે દિવસે સેંકડોના ટોળાએ તેને અને અન્ય એક મહિલાને બંદૂકની અણી પર કપડાં ઉતારવા દબાણ કર્યું હતું. નગ્ન નહીં થઈએ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભીડે તેમને નગ્ન કરીને ડાન્સ કરાવડાવ્યો. તેમની સાથે ઝપાઝપી કરી. તેમની પરેડ કરવવામાં આવી હતી. પીડિતાના કહેવા પ્રમાણે, ટોળું જંગલી પ્રાણીઓની જેમ મહિલાઓને ચૂંથી રહ્યું હતું.

    ‘આ જગ્યા યુદ્ધના મેદાન કરતા ખતરનાક છે’- નિવૃત્ત સૈનિક

    આ પીડિતાના 65 વર્ષીય પતિ ભારતીય સેનામાં સુબેદારના પદ પરથી નિવૃત્ત છે. તેમણે કારગીલ યુદ્ધમાં ભાગ લીધો હતો. સેનાના નિવૃત્ત કર્મચારીએ સમાચારપત્રને કહ્યું, “મારી પત્ની ડિપ્રેશનમાં ગઈ છે. તે અમારા બાળકોની સંભાળ લઈને સામાન્ય સ્થિતિમાં પાછા આવવા માટે સંઘર્ષ કરી રહી છે.” 3જી અને 4મી મેની ઘટનાનું વર્ણન કરતાં તેમણે કહ્યું કે “મેં યુદ્ધ જોયું છે. કારગીલમાં મોરચે લડાઈ કરી છે. પરંતુ જ્યારે હું નિવૃત્ત થઈને ઘરે આવ્યો છું ત્યારે મને આ જગ્યા યુદ્ધના મેદાન કરતાં વધુ ખતરનાક લાગે છે.”

    - Advertisement -

    તેમણે કહ્યું કે 4 મેના રોજ તેમના ગામમાં ઘૂસેલા ટોળાએ ઘરોને આગ લગાડવાનું શરૂ કરી દીધું હતું. ગ્રામજનો જીવ બચાવવા ભાગ્યા હતા. આ દરમિયાન તેની પત્ની તેનાથી અલગ થઈ ગઈ હતી. તેની પત્ની અને અન્ય ચાર ગામવાસીઓ જંગલમાં એક ઝાડની પાછળ છુપાયેલા હતા. કેટલાક ધાડપાડુઓ જે ગામલોકોના બકરા, ડુક્કર અને મરઘીઓને પીછો કરી રહ્યા હતા તેઓ પણ જંગલમાં પ્રવેશ્યા. આ લોકોએ તેની પત્ની અને ત્યાં છુપાયેલા અન્ય ગ્રામજનોને પકડી લીધા હતા.

    નિવૃત્ત સૈન્ય કર્મચારીએ કહ્યું, “મેં જોયું કે ટોળું મારી પત્ની અને અન્ય ચાર લોકોને ઉપાડી જતું હતું. ત્રણ મહિલાઓને કપડાં ઉતારવાની ફરજ પડાઈ હતી. એક મહિલા કે જેના હાથમાં એક બાળક હતું, પાછળથી તેને છોડી દીધી. ટોળામાંના કેટલાક લોકો તેને ઓળખતા હતા. ટોળું બીજી નાની મહિલાની છેડતી કરી રહ્યું હતું. જ્યારે તેના પિતા અને નાના ભાઈએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ માર્યા ગયા.”

    વિડીયો વાઇરલ થતા ચોંકાવનારી વિગતો સામે આવી

    ઉલ્લેખનીય છે કે મણિપુરમાં મહિલાઓ સાથેની ક્રૂરતાનો જે વીડિયો વાયરલ થયો હતો, તેમાં એક ભીડ બે મહિલાઓને ખેતરમાં ખેંચી જતી જોવા મળી રહી છે જ્યાં તે મહિલાઓની નગ્ન પરેડ કરવામાં આવી રહી હતી. આ ઘટના અંગે 18 મેના રોજ નોંધાયેલી એફઆઈઆર અનુસાર, ટોળા દ્વારા ત્રણ મહિલાઓ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસના કબજામાંથી તેમને છીનવી લેવામાં આવી હતી. કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આ વીડિયો શેર કરવાનું બંધ કરવા સૂચના આપી છે.

    આ ઘટનાની ફરિયાદમાં પીડિતોએ જણાવ્યું છે કે 4 મે, 2023ના રોજ તેમના ગામ પર લગભગ 800 થી 1000 હુમલાખોરોના ટોળાએ હુમલો કર્યો હતો. ટોળા પાસે INSAS અને AK શ્રેણીની રાઈફલ્સ જેવા ઘાતક હથિયારો હતા. તેનાથી બચવા માટે 3 મહિલા સહિત ગામના 5 લોકો જંગલ તરફ દોડ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, બધાને બચાવીને તેમની સાથે પોલીસ સ્ટેશન આવવા લાગી. રસ્તામાં, ટોળાએ પોલીસ દળને અટકાવ્યું અને પીડિતોને કસ્ટડીમાંથી છીનવી લીધા.

    આરોપ છે કે હિંસક ટોળાએ પહેલા 20 વર્ષીય પીડિતાના પિતાની હત્યા કરી હતી. આ પછી ત્રણેય મહિલાઓને જબરદસ્તી કપડાં ઉતારવામાં આવ્યા હતા. જ્યારે એક પીડિતાના ભાઈએ વિરોધ કર્યો ત્યારે ટોળાએ તેની પણ હત્યા કરી હતી. આ તમામ મહિલાઓ પર બાદમાં સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ગેંગરેપ બાદ ત્રણેય મહિલાઓ કોઈક રીતે ત્યાંથી બહાર નીકળવામાં સફળ રહી હતી. હાલ ત્રણેય પીડિતો રાહત શિબિરમાં છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં