Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહાય રે ગરીબી!: પાકિસ્તાનમાં વિદેશ હુંડીયામણ બચાવવા સરકારનો વિચિત્ર ફતવો; પંખા અને...

    હાય રે ગરીબી!: પાકિસ્તાનમાં વિદેશ હુંડીયામણ બચાવવા સરકારનો વિચિત્ર ફતવો; પંખા અને બલ્બનાં ઉત્પાદકોની ચિંતા વધી શકે છે

    હાલમાં દેશમાં જે સ્તરનો વીજ વપરાશ થઇ રહ્યો છે તે ચલાવી શકાય તેમ નથી. ગયા વર્ષે ફક્ત સપ્ટેમ્બર મહિનામાં જ પાકિસ્તાનનું વીજ દેવું 8 અબજ 15 કરોડ જેટલું વધી ગયું હતું જે ખ્વાજા અબ્બાસના દાવાને સાચો સાબિત કરે છે.

    - Advertisement -

    ગરીબી અને દેવાંથી ઝઝુમતાં પાકિસ્તાનને હવે વીજળી પર થતો ખર્ચ ભારે પડતો દેખાઈ રહ્યો છે. અગાઉ જે બાબતની આશંકા હતી તેને પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ગઈકાલે સત્ય સાબિત કરી દીધી છે. ખર્ચો બચાવવા પાકિસ્તાન વીજ સંકટ જાણેકે જાતેજ આમંત્રી રહ્યું હોય એવું લાગી રહ્યું છે.

    મૂળ મુદ્દો એ છે કે પાકિસ્તાન પાસે હવે એક મહિનો જ ચાલે તેટલો વિદેશી મુદ્રા ભંડાર બચ્યો છે. આથી અન્ય ઈમ્પોર્ટ થતી ચીજવસ્તુઓને તકલીફ ન પડે તે માટે વીજળી પરનો ખર્ચ બચાવવા હાથે કરીને પાકિસ્તાન વીજ સંકટ ઉભું કરી રહ્યું છે.

    પાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસિફે ગઈકાલે એક જાહેરાત કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં હવેથી મોલ્સ તેમજ લગ્નના હોલ, બેન્કવેટ વગેરે રાત્રે સાડા આઠ પછી બંધ કરી દેવામાં આવશે. આમ થવાથી પાકિસ્તાન 2 કરોડ 60 લાખ અમેરિકન ડોલર્સ એટલેકે 60 અબજ પાકિસ્તાની રૂપિયા જેટલું વિદેશી હુંડીયામણ બચાવી શકશે.

    - Advertisement -

    ફક્ત મેરેજ હોલ્સ અને મોલ્સ જ નહીં, ખ્વાજા આસિફના જણાવ્યાં અનુસાર પાકિસ્તાનમાં વધુ ઉર્જા ખેંચતા પંખાઓ અને બલ્બનું ઉત્પાદન પણ બંધ કરવામાં આવશે. આટલું જ નહીં પાકિસ્તાનમાં અમુક પ્રકારના એટલેકે વીજળીનો વધુ પડતો ઉપયોગ કરતાં ગીઝરનો ઉપયોગ પણ પ્રતિબંધિત કરવામાં આવશે.

    પાકિસ્તાન સરકારનાં વિવિધ વિભાગોને તેમનાં માસિક વીજ બીલમાં 30% નો કાપ મુકવાની સુચના પણ અપાઈ ચુકી છે. આ ઉપરાંત આવનારાં દસ દિવસમાં પાકિસ્તાન સરકાર સરકારી કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ (Work From Home) કેવી રીતે કરી શકે તેની એક વિસ્તૃત યોજના પણ બહાર પાડવાની છે.

    પાકિસ્તાનનું મોટાભાગનું વિદેશી હુંડીયામણ વીજ ખરીદીમાં વપરાય છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) પાસેથી મદદ માંગી હતી પરંતુ નાણાંકીય સંસ્થા સાથેની વાતચીત ઘોંચમાં પડતાં આ મદદ આવતાં હજી પણ વાર લાગે તેમ છે. આથી પાકિસ્તાન વીજ સંકટ જાતે જ બોલાવી રહ્યું છે. આમ કરવાથી કદાચ પાકિસ્તાન IMF દ્વારા મળનારી લોન સુધી વિદેશી હુંડીયામણ બચાવી શકશે.

    ખ્વાજા આસિફે આગળ જણાવ્યું હતું કે, “દેશ કટોકટીભરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે અને આથી હાલમાં દેશમાં જે સ્તરનો વીજ વપરાશ થઇ રહ્યો છે તે ચલાવી શકાય તેમ નથી. ગયા વર્ષે ફક્ત સપ્ટેમ્બર મહિનામાં જ પાકિસ્તાનનું વીજ દેવું 8 અબજ 15 કરોડ જેટલું વધી ગયું હતું જે ખ્વાજા અબ્બાસના દાવાને સાચો સાબિત કરે છે.

    પાકિસ્તાન સરકાર આ બાબતે કેટલી ગંભીર છે તે સાબિત કરવા છેલ્લે ખ્વાજા અબ્બાસે કહ્યું હતું કે ગઈકાલની કેબીનેટની બેઠકમાં કોઇપણ પ્રકારની લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને તે સંપૂર્ણ સુર્યપ્રકાશ હેઠળ યોજવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં