Wednesday, May 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજે રીતે એક કાગળ પર લખેલા કેટલાક શબ્દોથી વીર સાવરકરને અપમાનિત કર્યા,...

    જે રીતે એક કાગળ પર લખેલા કેટલાક શબ્દોથી વીર સાવરકરને અપમાનિત કર્યા, મોહનદાસ ગાંધીના અનેક પત્રોમાં તે જ શબ્દોનું અસ્તિત્વ રાહુલ ગાંધી સ્વીકારશે?

    કોંગ્રેસના સંસદ સભ્ય રાહુલ ગાંધી જે શબ્દોને લઈને વીર સાવરકરનું અપમાન કરી રહ્યાં છે તે જ શબ્દ ગાંધીજીએ પણ તેમના પત્રોમાં ઉપયોગમાં લીધા હતાં. આ મામલે હવે વાતાવરણ ગરમાઈ ગયું છે.

    - Advertisement -

    કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જે રીતે એક કાગળ પર લખેલા કેટલાક શબ્દોથી ક્રાંતિવીર વીર સાવરકરને અંગ્રેજોના ચાકર કહીને અપમાનિત કર્યા, અને તેમના એ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં પરિવારવાદના અનુયાયીઓએ છાતી પહોળી કરીને તેમના નેતાના આ નિવેદનની વિડીયો કલીપ ધડાધડ શેર કરી, શું તેઓ આ વાત હજમ કરી શકશે કે મોહનદાસ ગાંધીએ પણ તેમના અનેક પત્રોમાં Your Highness’Faithful Servant લખ્યું છે. તો શું તેનાથી મોહનદાસ ગાંધી તેમના ચાકર થઇ ગયા? શું વીર સાવરકરના એ જ શબ્દો મોહનદાસ ગાંધીના પત્રમાં રાહુલ સ્વીકારશે?

    વાસ્તવમાં ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન મહારાષ્ટ્રના વાશિમમાં સ્વાતંત્ર સેનાની વીર સાવરકરનું અપમાન કર્યું હતું. પોતાના નિવેદનમાં રાહુલે કહ્યું હતું કે સાવરકરે અંગ્રેજોને મદદ કરી હતી. જેલમાં હતા ત્યારે માફી પત્ર લખીને મહાત્મા ગાંધી અને ભારતીય નેતાઓને છેતર્યા હતા. રાહુલ ગાંધીએ એમ કહ્યું, “સાવરકરે અંગ્રેજોને પત્ર લખ્યો હતો કે સાહેબ, હું તમારો નોકર બનવા માંગુ છું. જ્યારે સાવરકરજીએ માફીપત્ર પર હસ્તાક્ષર કર્યા તે ભયના કારણે હતું. જો તે ડરતાન હોત, તો તેમણે ક્યારેય સહી કરી ન હોત.” આ સાથે રાહુલે એમ પણ કહ્યું હતું સાવરકરે મહાત્મા ગાંધી અને તે સમયના નેતાઓ સાથે દગો કર્યો હતો. પણ જે પત્રના શબ્દોનો હવાલો આપીને રાહુલ ગાંધીએ આ બધી બફાટ કરી, વીર સાવરકરના એ જ શબ્દો મોહનદાસ ગાંધીના પત્રમાં રાહુલ સ્વીકારશે ખરા?

    પત્રને પૂરો કરવા આ પ્રકારના શબ્દો વાપરવાની પ્રથા

    - Advertisement -

    વાસ્તવમાં એ જમાનામાં આવી ભાષામાં પત્રો લખવાની પ્રથા હતી. માત્ર સાવરકર જ નહીં, તે સમયે મહાત્મા ગાંધીએ પણ અંગ્રેજોને લખેલા પત્રોના અંતમાં આ પ્રકારના વાક્યનો ઉપયોગ કર્યો હતો. જે સાબિત કરે છે કે તે જમાનામાં પત્રને સમાપ્ત કરવાની તે પ્રમાણભૂત અને સામાન્ય રીત હતી, જેમ આજે પત્રના અંતે આપણું નામ અથવા “આપનો વિશ્વાસુ” કે પછી “આપનો આજ્ઞાકારી” વગેરે લખવાની પ્રથા છે.

    ડ્યુક ઓફ નોટને લખવામાં આવેલા પત્રના અંતમાં મોહનદાસ ગાંધીએ લખ્યું હતું કે “I beg to remain, your royal Highness faithful servant, M.K Gandhi” એટલે કે “સદા આપનો નોકર રહેવાનો પ્રાર્થી”, આ સિવાય પણ અનેક એવા પત્રો છે જેમાં મોહનદાસ ગાંધીએ આવા જ શબ્દોનો ઉપયોગ કર્યો છે, જે તમે અહી ક્લિક કરીને વાંચી શકો છો. રાહુલ ગાંધી પત્ર લખવાની આ રીત પર જ સવાલ ઉઠાવી રહ્યા છે અને વીર સાવરકરને અંગ્રેજોના મદદગાર હોવાનો ભ્રમ ફેલાવી રહ્યા છે.

    પત્રના અંતે જે સાવરકરે લખ્યું, તે જ શબ્દો મોહનદાસ ગાંધીએ પણ લખ્યા હતા. તો શું રાહુલ ગાંધી તેમના ઉપર પણ અંગ્રેજોના નોકર હોવા અને તેમના મદદગાર હોવાના દાવાઓ ઠોકશે? કે પછી રાષ્ટ્રવાદના અનુયાયીઓ માત્રને ઘેરવા માટે રાહુલ આ પ્રકારનો “પ્રોપગેંડા” ચલાવીને દેશની જનતાને ભ્રમમાં મૂકી રહ્યા છે?

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં