Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમદ્રેસાના ઉલેમાની કાળી કરતૂત, 12 વર્ષીય સગીરને બેભાન કરીને કરતો હતો રેપ:...

    મદ્રેસાના ઉલેમાની કાળી કરતૂત, 12 વર્ષીય સગીરને બેભાન કરીને કરતો હતો રેપ: કેસ દાખલ થયા બાદ ફરાર, મોહમ્મદ ઇસરાનને શોધી રહી છે પોલીસ

    આરોપી ઉલેમા ઇસરાન પીડિત સગીરને નશાયુક્ત પદાર્થો ખવડાવી દેતો હતો અને બેભાન કરીને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો.

    - Advertisement -

    દિલ્હીની એક મદ્રેસામાં 12 વર્ષીય સગીર સાથે બળાત્કાર થયાનો મામલો સામે આવ્યો છે. આરોપી મદ્રેસાનો ઉલેમા હોવાનું અહેવાલો જણાવે છે. હાલ તે ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. 

    ડીસીપી નોર્થ દિલ્હીએ જણાવ્યા અનુસાર, આ ઘટના સરાઈ રોહિલા પોલીસ મથકની છે. અહીં એક 12 વર્ષીય સગીર છોકરા સાથે મદ્રેસાના ઉલેમાએ દુષ્કર્મ આચર્યું હતું. હાલ મોહમ્મદ ઇસરાન ફરાર છે અને પોલીસની ટીમો તેને શોધી રહી છે. તેમણે આગળ જણાવ્યું કે, પોલીસે આ મામલે પોક્સો એક્ટની યોગ્ય કમલ અને આઇપીસીની કલમ 377 અને 506 હેઠળ આરોપી સામે કેસ દાખલ કર્યો છે. 

    પોલીસ અનુસાર, આરોપી ઉલેમા ઇસરાન પીડિત સગીરને નશાયુક્ત પદાર્થો ખવડાવી દેતો હતો અને બેભાન કરીને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. હાલ તેની શોધખોળ ચાલી રહી છે. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, બાળક સાથે અનેક વખત ઉલેમાએ રેપ કર્યો હતો. બાળકે પહેલાં તો તેના પરિજનોને જણાવ્યું ન હતું પરંતુ તાજેતરમાં પોતાના ઘરે આવ્યો ત્યારે તેણે જણાવી દીધું હતું. તે મદ્રેસામાં જ રહીને ભણતો હતો અને વચ્ચે-વચ્ચે ઘરે જતો હતો. તાજેતરમાં તે ઘરે આવ્યો ત્યારે ઉદાસ દેખાતો હતો, જણા કારણે પરિજનોએ ભારપૂર્વક પૂછ્યું તો સત્ય સામે આવી ગયું હતું. 

    બાળકે જણાવ્યું હતું કે, મદ્રેસામાં ઉલેમા દર બે-ત્રણ દિવસે તેના રૂમમાં આવતો હતો અને ઉઠાડીને પોતાની સાથે લઇ જતો હતો. પોતાના રૂમમાં લઇ જઈને તે કંઈક ખવડાવતો-પીવડાવત હતો અને ત્યારબાદ બેભાન થઇ જતો હતો. બેભાન હાલતમાં આરોપી તેની સાથે બળાત્કાર કરતો હતો અને પછી તેના રૂમમાં મૂકી આવતો હતો. 

    અગાઉ દિલ્હીની જ એક મદ્રેસામાં 11 વર્ષીય સગીર સાથે મૌલવીએ રેપ કર્યો હતો

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગત ઓક્ટોબર મહિનામાં જ દિલ્હીમાંથી આવો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં એક મદ્રેસામાં રહીને ભણતા 11 વર્ષીય સગીર સાથે મૌલવી મોહમ્મદ જાવેદે દુષ્કર્મ આચર્યું હતું. 

    આ બાળક મદ્રેસામાં રહીને ભણતો હતો, દરમ્યાન ઈદની રજામાં ઘરે આવ્યો હતો. ત્યારબાદ ફરી જવા તૈયાર થતો ન હતો. તેની માતા અને પરિજનોએ પૂછવા છતાં તેણે કંઈ જણાવ્યું ન હતું અને મદ્રેસામાં ન જવાની જીદ પકડી હતી. 

    જોકે, કોઈ પણ રીતે મનાવીને તેની માતા મદ્રેસામાં મૂકી આવી હતી. ત્યારબાદ ફરી ભાગીને ઘરે આવી ગયો હતો. ત્યારબાદ તેને પૂછવામાં આવતાં તેણે મદ્રેસાના મૌલવી પર કુકર્મ અને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેની માતા તેને લઈને પોલીસ મથકે પહોંચી હતી અને મૌલવી સામે ફરિયાદ દાખલ કરાવી હતી. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં