Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે ફરી તણાવ: રોકેટ આવ્યા બાદ ઇઝરાયેલે ગાઝા અને લેબનોનમાં હવાઈ...

    ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે ફરી તણાવ: રોકેટ આવ્યા બાદ ઇઝરાયેલે ગાઝા અને લેબનોનમાં હવાઈ હુમલા કર્યા, નેતન્યાહૂએ કહ્યું- હુમલાખોરોએ ભારે કિંમત ચૂકવવી પડશે

    શુક્રવારે વહેલી સવારે ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ પર હુમલો કર્યો હતો તેમજ ગાઝા પટ્ટી પર પણ એરસ્ટ્રાઇક લૉન્ચ કરી હતી.

    - Advertisement -

    ઇઝરાયલ-પેલેસ્ટાઇન વિવાદ વધતો જ જાય છે. અલ-અક્સા મસ્જિદ પર ઇઝરાયલની કાર્યવાહી બાદ ગાઝા પટ્ટી સ્થિત આતંકી સંગઠન હમાસે ઇઝરાયલ પર રોકેટ હુમલો કર્યો હતો. ત્યારબાદ લેબનોન દ્વારા પણ ઇઝરાયલ પર રોકેટ છોડવામાં આવ્યાં હતાં. તેના જવાબમાં ઇઝરાયલે ગાઝાપટ્ટી અને લેબનોનમાં એરસ્ટ્રાઈક કરીને હમાસનાં ઠેકાણાં ધ્વસ્ત કરી દીધાં હતાં.

    ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા આ બાબતની જાણકારી આપવામાં આવી. શુક્રવારે વહેલી સવારે તેમણે દક્ષિણ લેબનોનમાં પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ પર હુમલો કર્યો હતો તેમજ ગાઝા પટ્ટી પર પણ એરસ્ટ્રાઇક લૉન્ચ કરી હતી. હજુ સુધી આ કાર્યવાહીમાં કોઈ જાનહાનિ થયાના સમાચાર મળ્યા નથી.

    અહેવાલ મુજબ, ટાયર પ્રદેશના એક ખુલ્લા મેદાનમાં ત્રણ ઇઝરાયલી રોકેટ છોડવામાં આવ્યા હતા. લેબનોને ઇઝરાયલી ટેરિટરીમાં ડઝનેક રોકેટ છોડ્યા એના કલાકો બાદ ઇઝરાયલે જવાબમાં આ હુમલા કર્યા હતા. ઇઝરાયલી સૈન્યએ આ મામલે પેલેસ્ટિનિયન આતંકવાદીઓ પર આરોપ મૂક્યો હતો. ઇઝરાયલ તરફથી કહેવામાં આવ્યું હતું કે તેના ફાઈટર જેટ્સ દ્વારા સુરંગ અને હમાસમાં હથિયાર બનાવતી મેન્યુફેક્ચરિંગ સાઈટ્સને નિશાન બનાવવામાં આવ્યા હતા.

    - Advertisement -

    ગાઝા અને લેબનોનથી ઇઝરાયેલમાં રોકેટ છોડાયાં હતાં

    આ પહેલાં ગાઝાથી 25 અને લેબનોનથી 34 રોકેટ ઇઝરાયલ પર છોડવામાં આવ્યાં હતાં. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસના મતે 2006 બાદ આ સૌથી મોટો રોકેટ હુમલો છે. IDF અનુસાર, હમાસ તરફથી છોડવામાં આવેલા મોટાભાગના રોકેટને તોડી પાડવામાં આવ્યાં હતાં. આ હુમલામાં બે લોકોને સામાન્ય ઈજા થઈ છે. આ હુમલા બાદ ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ સુરક્ષા કેબિનેટની બેઠકમાં કહ્યું હતું કે, ઇઝરાયલ દુશ્મનો પર પ્રહાર કરશે અને હુમલાખોરોએ એક-એક હુમલાની કિંમત ચૂકવવી પડશે.

    હાલ ઇઝરાયલ-પેલેસ્ટાઇન વિવાદ એવા સમયે સર્જાયો છે જ્યારે હમાસ ચીફ ઇસ્માઇલ હનિયાહ લેબનોનના પ્રવાસે છે. બંને દેશો વચ્ચે અલ-અક્સા મસ્જિદને લઈને જે તણાવ ઊભો થયો છે, તેના વિશે જાણીએ.

    ઇઝરાયલ-પેલેસ્ટાઇન વિવાદ શેના કારણે સર્જાયો છે?

    ઇઝરાયલના યેરુશલમને ઇસ્લામ, યહૂદી અને ખ્રિસ્તી ત્રણેય ધર્મનું પવિત્ર સ્થાન માનવામાં આવે છે. 35 એકરમાં બનેલી અલ-અક્સા મસ્જિદને યહૂદી ટેમ્પલ ટાઉન કહે છે. તો ખ્રિસ્તીઓનું માનવું છે કે આ જગ્યાએ ઈસુ ખ્રિસ્તને શૂળી પર ચડાવવામાં આવ્યા હતા. યહૂદીઓ માટે પવિત્ર સ્થળ ‘ડોમ ઓફ ધ રોક’ પણ આ જ જગ્યાએ આવેલું છે. પરંતુ મુસ્લિમો પણ ‘ડોમ ઓફ ધ રોક’ને માને છે. આ જગ્યાને લઈને વર્ષોથી યહૂદીઓ અને પેલેસ્ટિનિયનો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

    પ્રાચીન પેલેસ્ટાઇનને 1947માં સંયુક્ત રાષ્ટ્રએ બે ભાગમાં વિભાજિત કર્યું હતું જેમાં 55 ટકા ભાગ યહૂદીઓને અને 45 ટકા ભાગ પેલેસ્ટિનિયનોને મળ્યો હતો. પરંતુ 1967માં ઇઝરાયલની ગાઝા પટ્ટી, વેસ્ટ બેંક પર યેરુશલમના કબજા બાદ આ વિવાદ વધી ગયો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં