Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેટરીના કૈફ અને વિકી કૌશલનો પીછો કરતો હતો; વિકીએ પ્રશ્નો પૂછ્યા તો...

    કેટરીના કૈફ અને વિકી કૌશલનો પીછો કરતો હતો; વિકીએ પ્રશ્નો પૂછ્યા તો જીવથી મારી નાખવાની ધમકી આપી: આરોપીની ધરપકડ કરવામાં આવી

    મળતી માહિતી મુજબ નવવિવાહિત બોલિવૂડ કપલને ઈન્સ્ટાગ્રામ દ્વારા ધમકી આપવામાં આવી હતી. વિકી કૌશલના જણાવ્યા અનુસાર, આરોપી તેની પત્ની એટલે કે કેટરીના કૈફને લાંબા સમયથી સ્ટોક કરી રહ્યો હતો. તેણે સમજાવવાની ઘણી કોશિશો કરી હતી, પણ આરોપી માન્યો નહીં. અને તેમને જીવથી મારી નાંખવાની ધમકીઓ આપવા લાગ્યો હતો.

    - Advertisement -

    કેટરીના કૈફ અને વિકી કૌશલનો પીછો કરનાર અને જીવથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં આરોપીની ઓળખ મનવિંદર સિંહ તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે મનવિન્દર એક સ્ટ્રગલર અભિનેતા છે અને કેટરિના પાછળ પાગલ છે. ધરપકડ કરાયેલ આરોપી કેટરીના કૈફ અને વિકી કૌશલનો પીછો કરતો હતો,વિકીએ તે વિષયે પ્રશ્નો પૂછ્યા તો જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.

    જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ વિકી કૌશલે આરોપી વિરુદ્ધ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ દાખલ થયાનાં ગણતરીના કલાકોમાંજ પોલીસે આરોપીને ઝડપી લીધો. સાંતાક્રુઝ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 506(2), 354(D) અને IT એક્ટની કલમ 67 હેઠળ ગુનો નોંધ્યો હતો.

    મળતી માહિતી મુજબ નવવિવાહિત બોલિવૂડ કપલને ઈન્સ્ટાગ્રામ દ્વારા ધમકી આપવામાં આવી હતી. વિકી કૌશલના જણાવ્યા અનુસાર, આરોપી તેની પત્ની એટલે કે કેટરીના કૈફને લાંબા સમયથી સ્ટોક કરી રહ્યો હતો. તેણે સમજાવવાની ઘણી કોશિશો કરી હતી, પણ આરોપી માન્યો નહીં. અને તેમને જીવથી મારી નાંખવાની ધમકીઓ આપવા લાગ્યો હતો.

    - Advertisement -

    ઈન્સ્ટાગ્રામ પર ખોટી માહિતી મૂકી

    લખનૌના રહેવાસી આરોપી મનવિંદરે ઈન્સ્ટાગ્રામ પર પોતાનું નામ કિંગ આદિત્ય રાજપૂત VVIP લખ્યું છે. અને કેટરિનાનો તેની પત્ની અને ગર્લફ્રેન્ડ તરીકે ઉલ્લેખ કર્યો છે. કેટરીના સાથેનો એક મોર્ફ્ડ ફોટો છે. કેટરિનાના લગ્નનો ફોટો એડિટ કરીને વિકી કૌશલને બદલે તેનો ચહેરો મૂક્યો હતો. માત્ર આટલું જ નહીં, માથાફરેલ આરોપીએ કેપ્શનમાં કેટરિના કૈફના આઈડીને ટેગ કરીને તેણે અભિનેત્રી સાથેના લગ્ન કાર્ય હોવાની વાત પણ કરી છે.

    આ પહેલા સલમાન ખાનને મળી હતી ધમકી

    તાજેતરમાં જ અભિનેતા સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને એક પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી . આ મામલામાં સલમાન ખાન તરફથી પોલીસને ફરિયાદ આપવામાં આવી હતી. તાજેતરમાં જ સલમાન પોતે મુંબઈના પોલીસ કમિશનરને પણ મળ્યો હતો. અહેવાલો અનુસાર, તેણે બંદૂકના લાયસન્સ માટે પણ અરજી કરી છે.

    આવી જ રીતે ગયા વર્ષે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. તેમણે તે સમયે ખેડૂતોની કામગીરી અંગે કેટલીક પોસ્ટ કરી હતી. આ માટે તેને ધમકીઓ મળી હતી, જેની તેણે હિમાચલ પ્રદેશ પોલીસમાં ફરિયાદ કરી હતી.

    ઉલ્લેખનીય છે કે, વિકી કૌશલ અને કેટરીના કૈફ ગયા વર્ષે 9 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. તાજેતરમાં કપલ નજીકના મિત્રો સાથે માલદીવ ગયા હતા. અહીં 16 જુલાઈએ કેટરિનાએ તેનો 39મો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યાંથી બંને સ્ટાર્સની ઘણી તસવીરો પણ સામે આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં