કર્ણાટકમાં (Karnataka) ગૌવંશ પર હુમલા સતત વધી રહ્યા છે. તેવો જ એક કિસ્સો હવે ફરી સામે આવ્યો છે. આ કિસ્સા પહેલાં પણ ગાયોના આંચળ કાપ્યા હોવાના અને મંદિરના બળદની પૂંછડી કાપી હોવાના મામલા સામે આવ્યા હતા. ત્યારે હવે એક ગાયની ક્રૂર રીતે હત્યા કરવાનો મામલો સામે આવ્યો હતો. જે ગાયની હત્યા કરવામાં આવી તે ગર્ભવતી (Pregnant Cow) હોવાનું સામે આવ્યું છે. ગાયનું પેટ ફાડીને વાછરડાને તેના ગર્ભમાંથી બહાર કાઢવામાં આવ્યું અને પછી તેના શરીરમાંથી માંસ કાઢીને લઈ જવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે.
આ ઘટના રવિવારના (19 જાન્યુઆરી) રોજ કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લામાં બની હતી. અહીંના હોનાવર તાલુકામાં કૃષ્ણ આચારી નામના વ્યક્તિની ગાય ગામની બહાર ઘાસ ખાવા ગઈ હતી, તે દરમિયાન ગૌતસ્કરોએ આ ઘટનાને અંજામ આપ્યો. તસ્કરોએ આ નિર્જન વિસ્તારમાં ચરવા ગયેલી ગર્ભવતી ગાયનું માથું કાપી નાખ્યું અને પછી તેનું પેટ ફાડી નાખ્યું.
વાછરડું કાઢી માંસ લઈ થયા ફરાર
આ ઉપરાંત ગાયના પેટમાંથી વાછરડું કાઢી નાખ્યું. ક્રૂરતાપૂર્વક ગાયના શરીરમાંથી માંસ કાઢી નાખીને હાડકા અને પગ ત્યાં જ છોડીને ગાયનું માંસ લઈને તસ્કરો ફરાર થઈ ગયા હતા. જ્યારે ગૌપાલક અહીં પહોંચ્યો, ત્યારે તેણે તેની ગાયનો ક્ષત-વિક્ષત દેહ જોયો. આ પછી તેણે બાકીના ગ્રામજનોને અને પોલીસને ઘટનાની જાણ કરી.
કૃષ્ણ આચારીએ જણાવ્યું કે, તેઓ આ ગાયને 10 વર્ષથી ઉછેરી રહ્યા હતા અને ગાયને પોતાના પરિવારનો સભ્ય જ માનતા હતા. આ ઘટના મામલે હિંદુ સંગઠનોએ પ્રદર્શનો કર્યા હતા. ઉપરાંત સ્થાનિક લોકોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, આ વિસ્તારમાં કેટલાક સમયથી ગૌતસ્કરી ચરમસીમા પર પહોંચેલી છે. આ મામલે સ્થાનિક પોલીસે FIR નોંધી હતી.
આ મામલે સ્થાનિક ભાજપ ધારાસભ્ય દિનાકર શેટ્ટી ઘટનાસ્થળે પહોંચ્યા અને રાજ્યની સિદ્ધારમૈયા સરકાર પર ગાયો પ્રત્યે બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો હતો. રાજ્ય ભાજપ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્રએ કહ્યું કે, રાજ્ય સરકારને ગાયો પર હુમલો કરનારાઓ પ્રત્યે સહાનુભૂતિ છે. રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા આર અશોકે કોંગ્રેસ સરકાર પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.
ಚಾಮರಾಜಪೇಟೆಯಲ್ಲಿ ಗೋಮಾತೆಯ ಕೆಚ್ಚಲು ಕತ್ತರಿಸಿದ ಅಮಾನುಷ ಘಟನೆಯ ಆಘಾತದಿಂದ ಹೊರಬರುವ ಮುನ್ನವೇ ಈಗ ಮತ್ತೊಂದು ಹೇಯ ಕೃತ್ಯ ನಡೆದಿದ್ದು, ಹೊನ್ನಾವರ ತಾಲ್ಲೂಕಿನ ಸಾಲ್ಕೋಡ ಗ್ರಾಮದಲ್ಲಿ ಗಬ್ಬದ ಆಕಳು ಕಡಿದು, ಗರ್ಭದಿಂದ ಕರು ತೆಗೆದು ಬಿಸಾಡಿ, ಮಾಂಸ ಹೂತ್ತೊಯ್ಯುವ ಮೂಲಕ ಕಿಡಿಗೇಡಿಗಳು ಮತ್ತೊಮ್ಮೆ ಕ್ರೌರ್ಯ ಮೆರೆದಿದ್ದಾರೆ.
— R. Ashoka (@RAshokaBJP) January 20, 2025
ತುಷ್ಟೀಕರಣ,… pic.twitter.com/LE2Lp31GIc
તેમણે કહ્યું, “તુષ્ટિકરણ અને અરાજકતા સામે ઝૂકી રહેલી કોંગ્રેસ સરકારની નબળાઈનો લાભ લઈને, કટ્ટરવાદી તાકાતો ગાયો પર હુમલો કરીને હિંદુઓને પડકાર ફેંકી રહી છે.” તેમણે આગળ કહ્યું, “મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, ગાયો પર વારંવાર થઈ રહેલા હુમલાઓને જોતાં એવું લાગે છે કે, આની પાછળ કોઈ મોટું નેટવર્ક છે. એવું લાગે છે કે, આ કટ્ટરપંથી શક્તિઓનું એક મોટું જેહાદી કાવતરું છે.”
તેમણે આગળ કહ્યું કે, “જો સરકાર આને ગંભીરતાથી નહીં લે અને આ અત્યાચારોને રોકવામાં નહીં આવે, તો સમગ્ર રાજ્યમાં મોટું આંદોલન થશે. નોંધનીય છે કે, કર્ણાટકમાં 10 દિવસમાં ગાયો પર આ ત્રીજો ક્રૂર હુમલો છે. અગાઉ બેંગ્લોરમાં ત્રણ ગાયોના આંચળ કાપી નાખવામાં આવ્યા હતા અને તેમને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવી હતી. આ હુમલામાં સૈયદ નસરુ નામનો એક કટ્ટરપંથી પકડાયો હતો. આ ઉપરાંત, મૈસુરના નાનજનગુડમાં મંદિરના બળદની પૂંછડી કાપી નાખવામાં આવી હતી.