Wednesday, November 6, 2024
More
    હોમપેજદેશજે યાસિન મલિક ટેરર ફન્ડિંગ અને દેશ સામે યુદ્ધ છેડવા મામલે ઠેરવાયો...

    જે યાસિન મલિક ટેરર ફન્ડિંગ અને દેશ સામે યુદ્ધ છેડવા મામલે ઠેરવાયો હતો ગુનેગાર, તેણે કોર્ટને કહ્યું- હું તો ગાંધીવાદી બની ગયો: અનેક નિર્દોષોના લોહીથી રંગાયેલા છે આતંકીના હાથ

    તાજેતરમાં જ દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં યાસીન મલિકે પોતાના આતંકવાદી સંગઠન પર લાગેલા પ્રતિબંધને હટાવવાની માંગ કરી છે. અચરજની વાત તો તે છે કે, તે પોતાને ગાંધીવાદી ગણાવી રહ્યો છે.

    - Advertisement -

    ભારત વિરુદ્ધ ષડ્યંત્ર રચવા અને યુદ્ધ છેડવા જેવી ગંભીર બાબતોના દોષી તેમજ જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના આતંકવાદી યાસીન મલિક દ્વારા હવે કોર્ટમાં નવા ગતકડા ચાલુ કરવામાં આવ્યા છે. તેનું કહેવું છે કે, તેણે 1994થી જ ‘ગાંધીવાદી માર્ગ’ અપનાવી લીધો હતો. આજીવન આતંકવાદ અને નિર્દોષોના લોહીથી તરબોળ રહેનાર આ ઇસ્લામિક કટ્ટરપંથી હવે સજાથી બચવા માટે આવા બધા દાવા કરી રહ્યો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, તાજેતરમાં જ દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં યાસીન મલિકે પોતાના આતંકવાદી સંગઠન પર લાગેલા પ્રતિબંધને હટાવવાની માંગ કરી છે. અચરજની વાત તો તે છે કે, તે પોતાને ગાંધીવાદી ગણાવી રહ્યો છે. તેણે દલીલ આપતા કહ્યું હતું કે, તેણે 30 વર્ષ પહેલાં ‘સશસ્ત્ર સંઘર્ષ’ (એટલે કે આતંકવાદ) છોડી દીધો હતો અને ‘ગાંધીવાદી’ માર્ગ પર ચાલીને ‘સંયુક્ત સ્વતંત્ર કાશ્મીર’ માટે લડવાનું નક્કી કર્યું હતું.

    ટ્રિબ્યુનલે પ્રતિબંધ વધારવાની તરફેણ કરી

    જોકે, UAPA ટ્રિબ્યુનલે JKLF-યાસીન પર લાગેલા પ્રતિબંધને વધુ 5 વર્ષ માટે વધારી દીધો છે. મલિકે પોતાના સોગંદનામામાં એમ પણ કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે કેન્દ્ર સરકારના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ અને નેતાઓ તેની સાથે વાતચીત પણ કરતાં રહ્યા છે. પરંતુ તેનો આ દાવો પણ શંકાના દાયરામાં આવે છે, કારણ કે તેની હરકતોથી કાશ્મીરમાં વારંવાર હિંસા અને ડર સિવાય બીજું કશું જ નથી થયું.

    - Advertisement -

    કેન્દ્રની મોદી સરકારે આતંકી યાસીનના દાવાની પોલ ખોલી નાખી હતી. સરકારે કોર્ટને જણાવ્યું કે, યાસીન મલિકે 2008થી 2016ની વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ટેરર ફંડિંગ કરીને ઘાટીમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો. સરકારે UAPA ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે, મલિકે તેના ‘શાંતિપ્રિય’ ચહેરાનો ઉપયોગ કરીને હિંસક અભિયાન અને આતંકી ગતિવિધિ માટે પૈસા મેળવ્યા હતા. JKLF-યાસીને દેશવિરોધી પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી અને 2008, 2010 અને 2016ના નરસંહારોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    શું કહે છે યાસીનના ગુનાહિત ઈતિહાસની સૂચિ?

    મે 2022માં, NIAની વિશેષ અદાલતે યાસીન મલિકને જમ્મુ-કાશ્મીરમાં ટેરર ફંડિંગ પ્રવૃત્તિઓ માટે આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે તેને UAPA હેઠળ દોષી ઠેરવ્યો હતો. મલિકે પોતે આ કેસમાં ગુનો કબૂલ કર્યો હતો અને તે પણ સ્વીકાર્યું હતું કે, તે જમ્મુ-કાશ્મીરમાં ટેરર ફંડિંગની પ્રવૃત્તિઓમાં સામેલ હતો. NIAએ મલિક માટે ફાંસીની સજાની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે તેને બે આજીવન કેદની સજા અને પાંચ 10-10 વર્ષની સજા ફટકારી હતી. જોકે, આ તમામ સજાઓ તેને એક સાથે ભોગવવાની છે.

    મલિક પર 1989માં પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબિયા સઈદનું અપહરણ કરવાનો અને 1990ના દાયકાની શરૂઆતમાં ભારતીય વાયુસેનાના 5 જવાનોની હત્યાનો પણ આરોપ છે. આ ઉપરાંત મલિક પર JKLFના આતંકી મકબૂલ ભટ્ટને ફાંસીની સજા સંભળાવનાર જસ્ટિસ નીલકંઠ ગંજૂની હત્યા કરવાનો પણ આરોપ છે. તે સિવાય તેના પર શ્રીનગરમાં દૂરદર્શન કેન્દ્રના પૂર્વ નિર્દેશક લાસા કૌની હત્યામાં પણ સામેલ હોવાનો આરોપ છે.

    આમ પોતાને ગાંધીવાદી ગણાવી રહેલા આતંકવાદી યાસીન મલિકના હાથ અનેક નિર્દોષ અને માસુમોના લોહીથી ખરડાયેલા છે. તેના આતંકના ઈતિહાસ પર એક નજર કરીએ તો, યાસીનના કાળા કારસ્તાનોની સૂચી પૂર્ણ થાય તેવી નથી. બીજી તરફ પાકિસ્તાન સાથે મળીને ભારતમાં અશાંતિ ફેલાવવા અને ખાસ તો જમ્મુ અને કાશ્મીરને ભારતથી વિખૂટું પાડીને સ્વતંત્ર કરવાના નામે, પાકિસ્તાનમાં ભેળવવાના ભયાવહ કાવતરા પણ જગ જાહેર છે. યાસીનની અનેક બાબતો એવી પણ હશે કે જે હજુ પણ દુનિયાથી છૂપી હશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં