Monday, March 10, 2025
More
    હોમપેજદેશ‘બોલાવો તમારા રામને, બચાવશે તમને’: મુસ્લિમ ટોળાંએ મહૂમાં શીતળા માતા મંદિરને સળગાવવાનો...

    ‘બોલાવો તમારા રામને, બચાવશે તમને’: મુસ્લિમ ટોળાંએ મહૂમાં શીતળા માતા મંદિરને સળગાવવાનો કર્યો હતો પ્રયાસ, પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું- પેટ્રોલ બૉમ્બથી કર્યો હતો હુમલો

    ટોળાંએ ખાસ કરીને હિંદુ પરિવારોને નિશાન બનાવ્યા હતા. તેમણે ભારતવિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને હિંદુ માન્યતાઓ સંબંધિત ઉશ્કેરણીજનક અને ભડકાઉ નારા પણ લગાવ્યા હતા.

    - Advertisement -

    9 માર્ચે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ મહૂ ખાતે ફાટી નીકળેલી હિંસા (Mhow Violence) દરમિયાન મુસ્લિમ ટોળાંએ શીતળા માતા મંદિરને (Shitla Mata Temple) સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું. ભારતની ઐતિહાસિક જીત બાદ મધ્ય પ્રદેશના ઇન્દોર જિલ્લાના મહૂમાં ક્રિકેટ ચાહકોનું એક જૂથ એક મસ્જિદ પાસેથી પસાર થયું ત્યારે હિંસા ફાટી નીકળી હતી.

    પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મંદિર પરિસરની બહાર મળેલા સળગેલા નિશાન મંદિરને બાળી નાખવાના નિષ્ફળ પ્રયાસ તરફ ઈશારો કરે છે. ટોળાંએ મંદિર પર પથ્થરમારો પણ કર્યો હતો, જેના નિશાન સ્થાનિકોએ Zee ન્યૂઝના રિપોર્ટરને બતાવ્યા હતા.

    મંદિર અને આસપાસના ઘરો પર હુમલો

    Zee ન્યૂઝ સાથે વાત કરતા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, પોલીસે મસ્જિદની બહારથી ટોળાંને વિખેરી નાખ્યા પછી તેઓ ફરીથી એકઠા થઈ ગયા અને મંદિર તરફ આગળ વધ્યા હતા. ટોળાંએ મંદિર અને નજીકના હિંદુ પરિવારોના માલિકીના ઘરો પર પથ્થરમારો કર્યો હતો. એક પ્રત્યક્ષદર્શી, જેમના ઘરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું, તેમણે જણાવ્યું કે હુમલો CCTVમાં રેકોર્ડ થયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે મંદિર પરિસર પર પેટ્રોલ બૉમ્બ અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા, અને પોલીસ વાહનો, બાઇક અને કાર સહિત ખાનગી વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.

    - Advertisement -

    ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત પછી ફાટી નીકળી હિંસા

    નોંધનીય છે કે, ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ક્રિકેટ ટીમની જીત બાદ ઉજવણી દરમિયાન હિંસા શરૂ થઈ હતી. જ્યારે ઉજવણીનું સરઘસ મહૂ વિસ્તારમાં આવેલી જામા મસ્જિદવાળી ગલીમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે મસ્જિદની બહાર ઉભેલા કેટલાક મુસ્લિમ સમુદાયના લોકોએ ઉજવણી કરી રહેલા ક્રિકેટ ફેન્સ પર હુમલો કરી દીધો હતો. પરિસ્થિતિ ઝડપથી વણસી ગઈ અને રમખાણો જેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ હતી. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસદળો તહેનાત કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં વ્યાપક નુકસાન થઈ ચૂક્યું હતું. આ ઉપરાંત મુસ્લિમોના ટોળાંએ શીતળા માતાના પ્રાચીન મંદિરને પણ નિશાન બનાવ્યું હોવાના અહેવાલ સામે આવ્યા હતા.

    રહેવાસીઓએ Zee ન્યૂઝને જણાવ્યું કે, ટોળાંએ ખાસ કરીને હિંદુ પરિવારોને નિશાન બનાવ્યા હતા. તેમણે ભારતવિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને હિંદુ માન્યતાઓ સંબંધિત ઉશ્કેરણીજનક અને ભડકાઉ નારા પણ લગાવ્યા હતા.

    એક સ્થાનિક રહેવાસીએ કહ્યું કે, “ટોળાંએ અમારા વાહનોને આગ ચાંપી દીધી હતી અને અમારા પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘તમારા રામને બોલાવો, ચાલો જોઈએ હવે તમને કોણ બચાવે છે.’ ઘરો અને વાહનોને ભારે નુકસાન થયું હતું, હિંદુઓના ઘરોના દરવાજા અને બારીઓ તૂટી ગઈ હતી.”

    સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, પોલીસે પરિસ્થિતિ કાબુમાં લીધા પછી પણ, તેમને ભયના કારણે આખી રાત ઊંઘ આવી નહોતી. આ હિંસાના સંદર્ભમાં 10 માર્ચે પોલીસે ઘણા લોકોની ધરપકડ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં