રવિવાર 23 ફેબ્રુઆરીના રોજ ચેમ્પિયન્સ ટ્રોફીમાં (Champions Trophy) ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં ભારતની ક્રિકેટ ટીમે પાકિસ્તાનની ટીમને 6 વિકેટથી માત આપીને જીત મેળવી હતી. ત્યારે મહારાષ્ટ્રના (Maharashtra) કોંકણના માલવણમાં ભારતની જીત પર એક મુસ્લિમ યુવકે ભારત વિરોધી સુત્રોચ્ચાર (Slogans Against India) કર્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. ત્યાર પછી શિવસેના ધારાસભ્ય નીલેશ રાણેની ફરિયાદ પર આરોપીની દુકાન પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી.
નોંધનીય છે કે મુસ્લિમ યુવકે પાકિસ્તાનની હાર પર ભારત વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. જેનો ઘણો વિરોધ થયો હતો. આ અંગે શિવસેનાના ધારાસભ્ય નીલેશ રાણેએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારપછી માલવણ નગર પરિષદ પ્રશાસને આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી તથા આરોપીની ભંગારની દુકાન પણ બુલડોઝર કાર્યવાહી કરીને જમીનદોસ્ત કરી દીધી હતી.
ત્યારે આ બુલડોઝર કાર્યવાહીનો વિડીયો ધારાસભ્ય નીલેશ રાણેએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તથા લખ્યું હતું કે, “ગઈકાલે ભારત-પાકિસ્તાન મેચ પછી માલવણમાં એક મુસ્લિમ ઘૂષણખોર ભંગારના વેપારીએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. કાર્યવાહી તરીકે અમે આ ઇમિગ્રન્ટ બદમાશને ન માત્ર જિલ્લામાંથી હાંકી કાઢીશું, પરંતુ તે પહેલાં તેના ભંગાર વ્યવસાયને પણ નષ્ટ કરી દઈશું. તાત્કાલિક કાર્યવાહી કરવા બદલ માલવણ મ્યુનિસિપલ કાઉન્સિલ વહીવટીતંત્ર અને પોલીસ વહીવટીતંત્રનો આભાર.”
मालवणात एक मुसलमान परप्रांतीय भंगार व्यवसायिक यानी काल भारत पाकिस्तान मॅच नंतर भारत विरोधी घोषणा दिल्या.
— Nilesh N Rane (@meNeeleshNRane) February 24, 2025
कारवाई म्हणून आम्ही या परप्रांतीय हरामखोराला जिल्ह्यातून हाकलून देणारच पण त्या अगोदर तात्काळ त्याचा भंगार व्यवसाय उध्वस्त करून टाकला.
मालवण नगर परिषद प्रशासन आणि पोलीस… pic.twitter.com/LK1yDPuLa6
અહેવાલો અનુસાર, સિંધુદુર્ગમાં મેચ દરમિયાન બે લોકો ભારત વિરોધી નારા લગાવતા પકડાયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક તેને પકડી લીધો અને આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપી દીધા હતા. પોલીસે આ મામલે 2 આરોપીઓની ધરપકડ પણ કરી હતી. સ્થાનિકોએ આ ઘટનાના વિરોધમાં એક બાઈક રેલીનું પણ આયોજન કર્યું હતું.
ગુજરાતમાં પણ બની આવી ઘટના
ગુજરાતના અમદાવાદના ખોખરામાં ખોખરાના અનુપમ સિનેમા પાસે ભારતની જીત પર લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા હતા. તે સમયે જ બે મુસ્લિમ બાઇકચાલકોએ બોલાચાલી કરી હતી અને ત્યાંથી ભાગી ગયા હતા. જે બાદ થોડા સમય પછી તેઓ 15-20 લોકોનું ટોળું બનાવીને આવ્યા હતા અને સીધો પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
આ પથ્થરમમારામાં 6થી 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પથ્થરમારા બાદ હુમલાખોરો ભાગી ગયા હતા. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે 15-20 લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ મામલે પોલીસે શકીલ અહેમદ અને શાહરૂખ સહિત 7 આરોપીઓની ધરપકડ કરી હતી.