Monday, February 24, 2025
More
    હોમપેજગુજરાતભારતની જીત પર હિંદુઓ ફોડી રહ્યા હતા ફટાકડા, મુસ્લિમ ટોળું આવ્યું અને...

    ભારતની જીત પર હિંદુઓ ફોડી રહ્યા હતા ફટાકડા, મુસ્લિમ ટોળું આવ્યું અને કરી દીધો પથ્થરમારો: ખોખરાના અનુપમ સિનેમા પાસેનો મામલો

    સ્થાનિક વ્યક્તિએ મીડિયાને કહ્યું છે કે, 15-20નું ટોળું આવ્યું હતું એન આવીને સીધા પથ્થરો વરસાવવા લાગ્યા હતા. તે દરમિયાન એક યુવકને માથા પર ગંભીર ઈજા પહોંચતા તેને સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.

    - Advertisement -

    રવિવારે (23 ફેબ્રુઆરી) ભારત અને પાકિસ્તાન વચ્ચે ICC ચેમ્પિયન ટ્રોફી 2025ની મેચ (India-Pakistan Cricket Match) દુબઈમાં યોજાઈ હતી. જેમાં ભારતે 6 વિકેટે પાકિસ્તાનને ધ્વસ્ત કરી દીધું હતું અને વિરાટ કોહલીએ અણનમ સદી ફટકારી દીધી હતી. જે બાદમાં ભારતની જીતની ઉજવણી દેશભરમાં થઈ રહી હતી. લોકો રસ્તા પર આવીને ફટાકડા ફોડી અને નારા લગાવીને જીતની ઉજવણી કરી રહ્યા હતા. તે સાથે જ અમદાવાદના (Ahmedabad) ખોખરાના (Khokhra) અનુપમ સિનેમા વિસ્તારમાં પણ ઉજવણી થઈ રહી હતી. તે દરમિયાન જ 10-20ના મુસ્લિમ ટોળાંએ (Muslim Mob) ઉજવણી કરી રહેલા લોકો પર પથ્થરમારો (Stone Pelting) કરી દીધો હતો.

    ઘટનાની વિગતો અનુસાર, રવિવારે (23 ફેબ્રુઆરી) ભારતની જીત પર ખોખરાના અનુપમ સિનેમા પાસે લોકો ઉજવણી કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ ફટાકડા પણ ફોડી રહ્યા હતા. તે સમયે જ બે મુસ્લિમ બાઇકચાલકોએ બોલાચાલી કરી હતી અને ત્યાંથી ભાગી ગયા હતા. જે બાદ થોડા સમય પછી તેઓ 15-20 લોકોનું ટોળું બનાવીને આવ્યા હતા અને સીધો પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

    એક સ્થાનિક વ્યક્તિએ મીડિયાને કહ્યું છે કે, 15-20નું ટોળું આવ્યું હતું એન આવીને સીધા પથ્થરો વરસાવવા લાગ્યા હતા. તે દરમિયાન એક યુવકને માથા પર ગંભીર ઈજા પહોંચતા તેને સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિકો અનુસાર, આ પથ્થરમમારામાં 6થી 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પથ્થરમારા બાદ હુમલાખોરો ભાગી ગયા હતા.

    - Advertisement -

    15થી 20ના ટોળાંએ કર્યો પથ્થરમારો, તપાસ ચાલુ- પોલીસ

    આ ઘટના બાદ ખોખરા વિસ્તારમાં ભારે પોલીસદળ ખડકી દેવામાં આવ્યું હતું. ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. ઑપઇન્ડિયા સાથેની વાતચીત દરમિયાન ખોખરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, અનુપમ ચાર રસ્તા પર ભારતની જીતની ઉજવણી થઈ રહી હતી. હિંદુ સમુદાયના લોકો ત્યાં ઉજવણી કરી રહ્યા હતા. તે દરમિયાન ફટાકડા ફોડવાની બાબતમાં બે મુસ્લિમ બાઇકચાલકોએ બોલાચાલી કરી હતી અને બાદમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

    પોલીસ અનુસાર, બંને સમુદાય વચ્ચે થયેલા પથ્થરમારામાં 6-7 લોકો ઘાયલ થયા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનાને લઈને ત્વરિત પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. તેમણે કહ્યું કે, ખૂબ નાનો મુદ્દો છે, પરંતુ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હમણાં સુધીમાં કોઈ ધરપકડ કે FIR થઈ ન હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં