Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજુનૈદ ખાને મૉડલિંગ શીખવવાના નામે યુવતી પર બળાત્કાર કર્યો, FIR થવાના અણસાર...

    જુનૈદ ખાને મૉડલિંગ શીખવવાના નામે યુવતી પર બળાત્કાર કર્યો, FIR થવાના અણસાર આવતા જ ભાગી ગયો: MP પોલીસે બસ સ્ટેન્ડ પર ઝડપ્યો, 2ની ધરપકડ

    બળાત્કારનો આરોપી જુનૈદ ખાન મૂળ રાયસેન જિલ્લાનો રહેવાસી છે. હાલ તે ભોપાલના જહાંગીરાબાદ વિસ્તારમાં ભાડે રૂમ રાખીને રહે છે. જુનૈદને જેવી ખબર પડી કે તેની સામે પોલીસમાં એફઆઈઆર નોંધવામાં આવશે, તેવો જ તે રૂમ છોડીને ભાગી ગયો હતો.

    - Advertisement -

    મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં જુનૈદ ખાને મોડલિંગ શીખતી એક યુવતી પર બળાત્કાર કરતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી. પીડિતાનો આરોપ છે કે તેના મોડલિંગ શિક્ષક જુનૈદ ખાને તેની સાથે બળાત્કાર કર્યો હતો. પીડિતાએ પોતાની ફરિયાદમાં તેના મિત્ર ક્રિષ્નાનું નામ પણ કાવતરાખોર ગણાવ્યો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસ રવિવારે (27 નવેમ્બર 2022) નોંધવામાં આવ્યો છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભોપાલમાં જુનૈદ ખાને મોડલિંગ શીખતી યુવતી પર બળાત્કાર કર્યો હતો, આ મામલો બૈરાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પીડિતા અહીં સૈનિક કોલોનીમાં રહે છે. બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપતાં તેણે જણાવ્યું હતું કે તેનો મિત્ર ક્રિષ્ના મોડલિંગ કરે છે. પીડિતાએ તેને નોકરી શોધી આપવા વિનંતી કરી હતી. આ કારણે ક્રિષ્નાએ પીડિતાની ઓળખ તેના મિત્ર જુનૈદ ખાન દ્વારા કરાવી હતી. જુનૈદ મોડલિંગ શીખવે છે. તેણે પીડિતાને મોડલ બનાવવા નામે ફસાવી હતી અને તેને ટ્રેનિંગ પણ આપવાનું શરૂ કર્યું હતું.

    ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓએ પીડિતાને કોર્સ પૂરો કર્યા બાદ કાયમી કામ અપાવવાની લાલચ પણ આપી હતી. થોડા સમય પછી જુનૈદ પીડિતાને મોડલિંગ શીખવવાના બહાને અલગ-અલગ જગ્યાએ લઈ જવા લાગ્યો. આરોપ છે કે આ દરમિયાન તેણે યુવતી પર બળાત્કાર કર્યો હતો. થોડા દિવસો બાદ પીડિતાએ તેના પરિવારજનોને આ અંગે જાણ કરતા. પરિવારજનોએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું.

    - Advertisement -

    કહેવામાં આવી રહ્યું છે કે બળાત્કારનો આરોપી જુનૈદ ખાન મૂળ રાયસેન જિલ્લાનો રહેવાસી છે. હાલ તે ભોપાલના જહાંગીરાબાદ વિસ્તારમાં ભાડે રૂમ રાખીને રહે છે. જુનૈદને જેવી ખબર પડી કે તેની સામે પોલીસમાં એફઆઈઆર નોંધવામાં આવશે, તેવો જ તે રૂમ છોડીને ભાગી ગયો હતો. અન્ય આરોપી ક્રિષ્ના પણ તેની સાથે હતો. બંને રાયસેન જવા બસ સ્ટેન્ડ પર પહોંચ્યા હતા. પોલીસે આરોપીનું મોબાઈલ લોકેશન ટ્રેસ કરીને તેને બસ સ્ટોપ પરથી પકડી પાડ્યો હતો.

    પોલીસ જુનૈદ સાથે કૃષ્ણાના ભૂતકાળની પણ તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે કૃષ્ણાએ એક મહિલાને છૂટાછેડા આપી દીધા છે. હાલમાં ક્રિષ્ના એ જ છૂટાછેડા લીધેલી મહિલા સાથેના તેના પ્રેમ સંબંધ હોવા વિષે પણ ચર્ચાઓ ચાલી રહી છે. જુનૈદને અન્ય યુવતીઓ સાથે કોઈ સંબંધ છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં