Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોરક્કોમાં ઘર ખરીદવા માટે આપ્યા હતા કરોડો રૂપિયા: અભિનેત્રી નોરા ફતેહી સામે...

    મોરક્કોમાં ઘર ખરીદવા માટે આપ્યા હતા કરોડો રૂપિયા: અભિનેત્રી નોરા ફતેહી સામે ઠગ સુકેશ ચંદ્રશેખરનો આરોપ

    સુકેશે તેના જેકલીન સાથેના સંબંધોને લઈને કહ્યું હતું કે, તેમના સબંધોના કારણે નોરા ગુસ્સે થતી અને સતત સુકેશને જેકલીન વિરુદ્ધ ભડકાવતી રહેતી હતી. ઉલ્લેખનીય છે કે નોરા ફતેહીએ જેકલીન ફર્નાન્ડિઝ સામે એક માનહાનિનો કેસ પણ દાખલ કર્યો છે. 

    - Advertisement -

    હાલમાં બોલીવુડની માઠી દશા થઈ છે. એક તરફ બોયકોટનો ટ્રેડ ચાલી રહ્યો છે તો બીજી તરફ અભિનેત્રીઓ વિવાદમાં સપડાઈ રહી છે. ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહી હાલમાં ચર્ચાનું અને વિવાદનું કેન્દ્ર બની છે. વિવાદનો બીજો છેડો કોઈ નહી પરંતુ ઠગ સુકેશ ચંદ્રશેખર છે. તેણે દાવો કર્યો હતો કે નોરા ફતેહીએ ઘર ખરીદવા માટે કરોડો રૂપિયા મારી પાસેથી લીધા હતા.

    જો કે નોરા ફતેહી અને સુકેશ ચંદ્રશેખરનો વિવાદ નવો નથી. જ્યારથી વસૂલીને લઈને સુકેશની ધરપકડ થઈ છે ત્યારથી જ તે પત્ર લખીને નવા નવા ચોંકાવનારા ખુલાસાઓ કરી રહ્યો છે. જેના કારણે ઘણા નેતાઓ અને અભિનેતાઓ ચિંતામાં મૂકાયા છે.

    નોરા ફતેહીએ થોડા સમય પૂર્વે દાવો કર્યો હતો કે સુકેશ ચંદ્રશેખર તેને પોતાની પ્રેમિકા બનાવવા માંગતો હતો અને બદલામાં તેને વૈભવી જીવન આપવાનું પ્રલોભન આપ્યું હતું. જેના વળતા જવાબરૂપે સુકેશે મીડીયાને જણાવ્યું હતું કે “આજે નોરા મારા પર આરોપ લગાવી રહી છે, જ્યારે મૂળ વાત તો એ છે કે તેને મોરક્કોના કૈસાબ્લાંકામાં પોતાના પરિવાર માટે વૈભવી ઘર ખરીદવા માટે મારી પાસેથી પહેલાથી જ મોટી રકમ લઈ લીધી હતી.” વધુમાં તેણે ઉમેર્યું હતું કે “આજે જે પણ તે નિવેદનો આપી રહી છે તે કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે બોલી રહી છે.”

    - Advertisement -

    આ અગાઉ પણ નોરા અને સુકેશનો વિવાદ ચર્ચામાં આવ્યો હતો, જ્યારે સુકેશે નોરાને બીએમડબલ્યુની એસ સિરીઝની મોંઘી ગાડી ભેટ આપી હોવાનો ખુલાસો થયો હતો. આ બાબતે પણ સુકેશે નિવેદન આપ્યું હતું કે “તેની પાસે જે કાર હતી તે તેને સસ્તી લાગતી હોવાના કારણે તે મારી પાછળ પડી ગઈ હતી. તેને વિદેશી બ્રાંડની સારી કાર જોઈતી હતી. હું તેને રેંજ રોવર કાર આપવા માંગતો હતો પરંતુ તેનો સ્ટોક ન હોવાના કારણે પછીથી બીએમડબલ્યુની એસ સિરીઝ કાર અપાવી હતી. આ અંગેની તમામ ચેટ મેં ઈડીને આપી છે. તેનાં તમામ જુઠ્ઠાણાં પકડાઈ જશે.”

    થોડા દિવસ પહેલાં સુકેશે તેના જેકલીન સાથેના સંબંધોને લઈને કહ્યું હતું કે, તેમના સબંધોના કારણે નોરા ગુસ્સે થતી અને સતત સુકેશને જેકલીન વિરુદ્ધ ભડકાવતી રહેતી હતી. ઉલ્લેખનીય છે કે નોરા ફતેહીએ જેકલીન ફર્નાન્ડિઝ સામે એક માનહાનિનો કેસ પણ દાખલ કર્યો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં