Wednesday, April 9, 2025
More
    હોમપેજક્રાઈમ‘અમે પોલીસને બતાવી દઈશું, એકેય હિંદુને છોડીશું નહીં’: નાગપુર હિંસા સુનિયોજિત કાવતરું,...

    ‘અમે પોલીસને બતાવી દઈશું, એકેય હિંદુને છોડીશું નહીં’: નાગપુર હિંસા સુનિયોજિત કાવતરું, ટોળાંમાં લાગ્યા મજહબી નારા, મહિલા અધિકારીઓ સાથે અશ્લીલ હરકતો- FIRમાં વધુ ઘટસ્ફોટ

    તોફાનીઓએ જાતીય હિંસાનો પણ પ્રયાસ કર્યો. એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો થયો, તેમને અયોગ્ય રીતે સ્પર્શ કરવામાં આવ્યો. મહિલા અધિકારીનો યુનિફોર્મ ઉતારવાનો પ્રયાસ થયો અને અશ્લીલ ટિપ્પણીઓ કરવામાં આવી હતી.

    - Advertisement -

    17 માર્ચે ઔરંગઝેબની કબર હટાવવાને લઈને વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કુરાનની પ્રત બળવાની અફવાહ ઉડાવવામાં આવી અને નાગપુર ખાતે હિંસા (Nagpur Violence) ભડકી ઉઠી. આ હિંસા દમિયાન જાણી જોઇને હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા, તથા પોલીસ અધિકરીઓ (Attack on Hindus and Police officers) પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલાના માસ્ટરમાઈન્ડ ફહીમ શેખની ધરપકડ થઈ ચૂકી છે. આ મામલે 5 FIR નોંધાઈ છે જેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે.

    નોંધનીય છે કે આ ઘટનામાં 33 જેટલા પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા, આ સિવાય સામાન્ય લોકો પણ ઘાયલ થયા હતા. મુસ્લિમોના ટોળાએ જાણી જોઇને હિંદુઓના વાહનો સાથે તોડફોડ અને આગચંપી કરી હતી. આ મામલે 51 આરોપીઓ પર નામજોગ FIR નોંધાઈ છે. 10 ટીમોને ઉપદ્રવીઓને શોધવા માટે કામે લગાવવામાં આવી છે. નાગપુરના 11 પોલીસ સ્ટેશન વિસ્તારમાં હજુ પર કરફ્યુ લાદેલો છે. ત્યારે સામે આવેલી FIR સ્પષ્ટ કરી રહી છે કે આ હિંસા એક સુનિયોજિત કાવતરું હતું.

    શું કહે છે FIR

    નાગપુર હિંસા મામલે 57 કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. જેમાં 51 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ છે. જેમની પર BNSની વિવિધ 46 કલમો હેઠળ ગુનો નોંધાયો છે. FIRમાં ઉલ્લેખ છે કે મુસ્લિમ ટોળાએ ભડકાઉ નારાઓ લગાવ્યા હતા અને ખોટી અફવાહો ફેલાવી હતી. 500-600ના ટોળાએ જાણી જોઈને સાંપ્રદાયિક તણાવ પેદા કરવાનો અને સામાજિક સદ્ભાવને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

    - Advertisement -

    આ ઉપરાંત FIRમાં કહેવાયું છે કે, મુસ્લિમોના ટોળામાં લોકો બુમો પાડી રહ્યા હતા કે, ‘અમે પોલીસને બતાવી દઈશું. અમે તેમને કે કોઈપણ હિંદુને છોડીશું નહીં.’ પોલીસ ચેતવણીઓ છતાં, ટોળું કુહાડી, પથ્થર, લાકડીઓ અને અન્ય ઘાતક વસ્તુઓ સહિતના ખતરનાક હથિયારો લઈને સામે પડ્યું હતું. ઉપદ્રવીઓએ આખા વિસ્તારમાં આતંક મચાવી દીધો હતો.

    પોલીસ-મહિલા અધિકારીઓ સાથે દુર્વ્યવહાર

    ટોળાએ પોલીસ પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો, પથ્થરમારો કર્યો અને પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા, જેથી ફરજ પર હાજર અધિકારીઓને મારી નાખવામાં આવે. આ ઉપરાંત, પોલીસ અધિકારીઓને સાંપ્રદાયિક ટોણા અને મૌખિક દુર્વ્યવહારનો ભોગ બનવું પડ્યું. એવું કહેવામાં આવ્યું કે તમે હિંદુ પોલીસ અધિકારી છો. તમે આમારી મજહબી ચાદરને સળગાવવામાં મદદ કરી છે.

    તોફાનીઓએ જાતીય હિંસાનો પણ પ્રયાસ કર્યો. એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો થયો, તેમને અયોગ્ય રીતે સ્પર્શ કરવામાં આવ્યો. મહિલા અધિકારીનો યુનિફોર્મ ઉતારવાનો પ્રયાસ થયો અને અશ્લીલ ટિપ્પણીઓ કરવામાં આવી હતી. અન્ય મહિલા અધિકારીઓને પણ જાતીય સતામણી, અશ્લીલ હરકતો અને અશ્લીલ ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો.

    કઈ-કઈ કલમો હેઠળ નોંધાયા છે કેસ

    ભારતીય ન્યાય સંહિતાની કલમ 45, 49, 50, 61(2), 74, 76, 79, 109, 115 (2), 117 (2) , 117 (4), 118 (1), 118 (2), 121 (1), 121 (2), 125, 126 (2), 127 (2), 132, 135, 189 (2), 189 (3), 189 (4), 189 (5), 189 (5), 190, 191 (2), 191 (3), 192, 195 (1), 195 (2), 196 (1), 197 (1), 223, 296, 324 (2), 324 (3), 324 (4), 324 (5), 324 (6), 326 (F), 326 (G), 351 (2), 351 (3), 352, 353 (2)  અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે.

    ઉપરાંત, ફોજદારી કાયદો (સુધારણા) અધિનિયમની કલમ 7, જાહેર સંપત્તિને નુકસાન નિવારણ અધિનિયમની કલમ 3 અને 4, ડ્રગ્સ એક્ટની કલમ 3, 4, 5, આર્મ્સ એક્ટની કલમ 4 અને 25, મહારાષ્ટ્ર પોલીસ એક્ટની કલમ 37(1), 135 અને પોલીસ (અપ્રિય લાગણીઓ નિવારણ) અધિનિયમની કલમ 3નો પણ FIRમાં ઉલ્લેખ છે. BNS અને અન્ય કલમો મળીને કુલ 57 કલમો હેઠળ 51 લોકો વિરુદ્ધ નામજોગ FIR નોંધવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં