મહારાષ્ટ્રના નાગપુરમાં ઇસ્લામિક ટોળાની હિંસા (Nagpur Violence) વચ્ચે એક મહિલા પોલીસ અધિકારી નિશાન બનાવાઈ હતી. તેમનું શોષણ થયું હતું. ટોળાએ મહિલા પોલીસ અધિકારીના (Female Police Officer) કપડાં ફાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. કોઈક રીતે તે ત્યાંથી ભાગી ગઈ અને બચવામાં સફળ રહી. બાદમાં તેઓએ આ બાબતે જાતીય સતામણીની ફરિયાદ પણ નોંધાવી છે. હિંસામાં ઘાયલ થયેલા ડીસીપી નિકેતન કદમે જણાવ્યું હતું કે ભીડમાં સેંકડો લોકો સશસ્ત્ર હતા.
મહારાષ્ટ્ર ટાઈમ્સના અહેવાલ મુજબ, સોમવારે (17 માર્ચ, 2025) એક પોલીસ ટીમ ઇસ્લામિક હિંસાના ટોળાને રોકવા માટે પહોંચી હતી. આમાં એક મહિલા પોલીસ અધિકારીનો પણ સમાવેશ થતો હતો. આ દરમિયાન, તોફાની ઇસ્લામી ટોળાએ એક મહિલા અધિકારીને પકડી લીધી અને મહિલા અધિકારીની છેડતી કરવાનું શરૂ કર્યું હતું.
ભીડમાં રહેલા લોકોએ તેના તરફ અશ્લીલ હરકતો કરી અને પછી તેના કપડાં ફાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. કોઈક રીતે તે ટોળાના ચુંગાલમાંથી છટકી ગઈ. તેમણે હવે આ મામલે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે. આ કેસ ગણેશ પેઠ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. જાતીય સતામણી કરનારા તોફાનીઓની શોધ હવે ચાલુ છે. પોલીસ આ કેસમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.
#BREAKING | 51 Islamists named in FIR over Nagpur violence targeting Hindus; women police officers assaulted
— Organiser Weekly (@eOrganiser) March 19, 2025
The FIR at Ganeshpeth Police Station reveals shocking details, including misconduct against women police officers.
An accused allegedly touched an on-duty woman officer… pic.twitter.com/SCLVBjmDiJ
સાથે જ આ વિષયની FIRની જાણકરી પણ સામે આવી છે. ફરિયાદમાં 51 આરોપીઓના નામ છે અને તે તમામ મુસ્લિમ છે. સાથે 500થી વધુના અનામી ટોળાનો પણ ઉલ્લેખ છે.
ઈસ્લામિક ટોળું હથિયારો સાથે ધસી આવ્યું હતું
રમખાણોમાં ઘાયલ થયેલા પોલીસ અધિકારી નિકેતન કદમનું નિવેદન પણ પ્રકાશમાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે તોફાની ટોળામાં મોટી સંખ્યામાં લોકો શામેલ હતા જેઓ હથિયારો લઈને આવ્યા હતા.
તેમણે કહ્યું કે અચાનક એક શેરીમાંથી 100 લોકોનું ટોળું આવ્યું અને તેઓ બધા સશસ્ત્ર હતા. ડીસીપી નિકેતન કદમે જણાવ્યું કે જ્યારે તેમણે ભીડને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે કેટલાક લોકો પાછળ હટી ગયા પરંતુ એક વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો. તેણે નિકેતન કદમના હાથ પર કુહાડી મારી. જેમાં તેમને ઈજા થઈ હતી.
ડીસીપી કદમે જણાવ્યું કે પોલીસે હુમલાખોરોની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે. તે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ડીસીપી કદમ સાથે વાત કરી છે અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી છે.